સંરક્ષણ મંત્રાલય
કોચીના સીએસએલ દ્વારા નિર્મિત ત્રીજા એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ'ની ડિલિવરી
प्रविष्टि तिथि:
22 AUG 2026 10:20AM by PIB Ahmedabad
કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL), કોચી દ્વારા બનાવવામાં આવેલ ત્રીજું એન્ટિ-સબમરીન વોરફેર ક્રાફ્ટ,’માંગરોળ’, 21 ઓગસ્ટ, 2026ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું.
આ જહાજ 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી ધરાવે છે અને પાણીની અંદર દેખરેખ, દરિયાકાંઠાના પાણીમાં એન્ટી-સબમરીન વોરફેર (ASW) કામગીરી, લો-ઇન્ટેન્સિટી મેરીટાઇમ ઓપરેશન્સ (LIMO), તેમજ માઇન વોરફેર ક્ષમતાઓથી સજ્જ છે. આ જહાજ વોટરજેટ્સ દ્વારા સંચાલિત છે અને તે અદ્યતન રડાર અને સોનાર સાથે આધુનિક ટોર્પિડો, એન્ટી-સબમરીન રોકેટ્સથી સજ્જ છે.
માંગરોળનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના શહેર અને નાના બંદર 'માંગરોળ' પરથી રાખવામાં આવ્યું છે, જે મરીન મત્સ્ય ઉદ્યોગ માટેનું એક અગ્રણી બંદર છે. આ જહાજ અગાઉના INS માંગરોળના વારસાને પણ વણી લે છે, જે ભારતીય નૌકાદળનું માઇનસ્વીપર હતું અને 2004 સુધી સેવામાં રહ્યું હતું, આ રીતે પ્રતિષ્ઠિત યુદ્ધ જહાજોના નામો જાળવી રાખવાની નૌકાદળની પરંપરાને ચાલુ રાખે છે.
માંગરોળની ડિલિવરી એ ભારતીય નૌકાદળની સ્વદેશી જહાજ નિર્માણ યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે અને સરકારના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનની પુનઃપુષ્ટિ છે. આ જહાજ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતના પુરાવા તરીકે ઉભું છે.
3DLP.jpeg)
TCKI.jpeg)
MGSY.jpeg)
IZZ1.jpeg)
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad