ગૃહ મંત્રાલય
દેહરાદૂનમાં ભારત-નેપાળ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 14મી બેઠક યોજાઈ
प्रविष्टि तिथि:
21 AUG 2026 6:48PM by PIB Ahmedabad
ભારત-નેપાળ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (JWG) ની 14મી બેઠક 20-21 ઓગસ્ટ 2026 ના રોજ દેહરાદૂનમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત સચિવ (BM-I) સુશ્રી પૌસુમી બાસુએ કર્યું હતું. નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલય, નેપાળ સરકારના સંયુક્ત સચિવ શ્રી આનંદ કાફલેએ કર્યું હતું.

બંને પક્ષોએ સરહદ સંચાલન અને સુરક્ષા પર દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓ પર સમીક્ષા કરી હતી, અને આ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ચર્ચામાં સીમાપારના ગુનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા; સીમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ (ICPs), રસ્તાઓ અને રેલવે નેટવર્કનું મજબૂતીકરણ અને અસરકારક ઉપયોગ; અને દબાણો દૂર કરવા તેમજ બાઉન્ડ્રી પિલર્સની જાળવણીનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાકીય સંકલન અને ક્ષમતા નિર્માણને મજબૂત કરવા પર પણ વિચારોની આપ-લે કરી હતી, અને આ ક્ષેત્રોમાં જોડાણ જાળવી રાખવા સંમતિ દર્શાવી હતી.
જોઈન્ટ વર્કિંગ ગ્રુપની આગામી બેઠક પરસ્પર અનુકૂળ તારીખે નેપાળમાં યોજવા સંમતિ સાધવામાં આવી હતી.
FNM0.jpeg)
SM/NP/JD
(रिलीज़ आईडी: 2302190)
आगंतुक पटल : 10