યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

BRICS યુથ કાઉન્સિલ અને સમિટ 2026: બીજા દિવસે યુવા ડેલિગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

प्रविष्टि तिथि: 20 AUG 2026 8:51PM by PIB Ahmedabad

ભારતની BRICS અધ્યક્ષતા 2026 હેઠળ આયોજિત BRICS યુથ કાઉન્સિલ મીટિંગ અને યુથ સમિટના ભાગરૂપે, કાર્યક્રમના બીજા દિવસે BRICS દેશોના યુવા ડેલિગેટ્સને કેવડિયા, ગુજરાતની મુલાકાત દ્વારા ભારતની સાંસ્કૃતિક વિરાસત અને સીમાચિહ્નરૂપ સિદ્ધિઓનો અનુભવ કરવાની તક મળી હતી.

દિવસની શરૂઆત BRICS યુથ કાઉન્સિલના અધિકારીઓ અને BRICS યુથ સમિટના યુવા ડેલિગેટ્સને ગાંધીનગરથી કેવડિયા લઈ જવાની સાથે થઈ હતી. ડેલિગેટ્સે સ્થાનિક પર્યટન કાર્યક્રમના ભાગરૂપે ભારતના અગ્રણી રાષ્ટ્રીય સીમાચિહ્નોમાંથી એક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતે સહભાગી યુવાનોને આ સ્મારકના મહત્વ અને આસપાસના એકતા નગરના વિકાસનો અનુભવ કરવાની તક પૂરી પાડી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ડેલિગેટ્સને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને વિકાસાત્મક પરિદ્રશ્યનો અનુભવ કરવાની સાથે એકતા, રાષ્ટ્રીય સંકલન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) ના ભારતના વિઝન સાથે જોડાવાની તક પણ આપી હતી.

BRICS યુથ કાઉન્સિલ મીટિંગ અને યુથ સમિટ ભારતની BRICS અધ્યક્ષતા હેઠળ 19–20 ઓગસ્ટ, 2026 દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ હતી. ભારતની BRICS અધ્યક્ષતા "બિલ્ડીંગ ફોર રિસિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" (સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ) ની થીમ દ્વારા માર્ગદર્શિત છે. BRICS યુથ કાઉન્સિલ એ BRICS દેશોના યુવાનો માટે સહિયારી પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરવા અને યુવાનો વચ્ચેના સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કામ કરે છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2301748) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी