રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પારસી નવ વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનો શુભકામના સંદેશ

પોસ્ટેડ ઓન: 14 AUG 2026 6:10PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પારસી નવ વર્ષની પૂર્વસંધ્યાએ આપેલા પોતાના સંદેશમાં જણાવ્યું છે કે: -

“પારસી નવ વર્ષ નવરોઝના પવિત્ર અવસરે, હું ભારતમાં અને વિદેશમાં વસતા તમામ દેશવાસીઓને, ખાસ કરીને પારસી ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભકામનાઓ અને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું.

નવરોઝ એ નવી શરૂઆત અને નવી આશાનું પ્રતીક છે. આ આનંદ અને સદ્ભાવનાનો તહેવાર આપણને સહ-અસ્તિત્વ અને માનવતાની સેવાના મૂલ્યોની યાદ અપાવે છે. પારસી સમુદાયે પોતાની ઉદ્યોગ સાહસિકતા અને પરોપકારની ભાવના દ્વારા ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

મને વિશ્વાસ છે કે આ પવિત્ર તહેવાર તમામ નાગરિકોને એક સમાવેશી અને વિકસિત ભારતના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા આપશે. આ તહેવાર સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.”

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2299623) મુલાકાતી સંખ્યા : 33