રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ભારતે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં એક હોસ્ટેલમાં સાપ કરડવાથી છ છોકરીઓમાંથી ત્રણના મોત અંગેના અહેવાલ પર સ્વતઃ સંજ્ઞાન લીધું


અહેવાલ મુજબ પલંગના અભાવે વિદ્યાર્થિનીઓ જમીન પર સૂતી હતી

કમિશને મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો

અહેવાલમાં ઇજાગ્રસ્તોની આરોગ્ય વિષયક સ્થિતિનો સમાવેશ થવાની ધારણા છે

प्रविष्टि तिथि: 14 AUG 2026 12:28PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ભારતે મીડિયા અહેવાલનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે કે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલી એક આશ્રમ શાળાની હોસ્ટેલમાં અનુસૂચિત જનજાતિ (ST)ની છ વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો હતો. અહેવાલ મુજબ પલંગના અભાવે તેઓ તેમની હોસ્ટેલના રૂમમાં જમીન પર સૂતી હતી. પીડિત વિદ્યાર્થિનીઓમાંથી ત્રણનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું, જ્યારે બાકીની ત્રણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની વિગતો, જો સાચી હોય, તો માનવ અધિકારોના ભંગના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. તેથી, તેણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અહેવાલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની આરોગ્ય વિષયક સ્થિતિનો સમાવેશ થવાની ધારણા છે.

11 ઓગસ્ટ 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલ મુજબ, હોસ્ટેલના એક જ રૂમમાં 79 વિદ્યાર્થિનીઓને રાખવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી કાર્યરત આ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે, આ જિલ્લામાં સાપ કરડવાના નોંધપાત્ર બનાવો સામે આવે છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2299360) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी