સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને વાર્ષિક અહેવાલ-2024-25 સુપરત કર્યો


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આયોગને અસ્તિત્વમાં રહેલા સંસ્થાકીય માળખાને મજબૂત કરવા અને સુવ્યવસ્થિત કરવાના ઉપાયોની પરિકલ્પના કરવા જણાવ્યું, જેથી અનુસૂચિત જાતિઓ માટે સુરક્ષાત્મક પગલાં અને કલ્યાણકારી યોજનાઓનું વધુ અસરકારક અમલીકરણ સુનિશ્ચિત થઈ શકે

प्रविष्टि तिथि: 12 AUG 2026 8:28PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ તેનો વાર્ષિક અહેવાલ 2024-25 આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો.

આ બાબત અનુસૂચિત જાતિઓ માટેના બંધારણીય સંરક્ષણોની કામગીરી અંગે ભારતના બંધારણના અનુચ્છેદ 338 હેઠળના બંધારણીય જનાદેશને અનુરૂપ છે, જેમાં અનુસૂચિત જાતિઓના રક્ષણ, કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ તેમજ અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવાના થતા પગલાં માટેની ભલામણોનો સમાવેશ થાય છે.

આ વાર્ષિક અહેવાલ એનસીએસસી (NCSC) ના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણાના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એનસીએસસીના સભ્યો શ્રી લવ કુશ કુમાર, શ્રી વડ્ડેપલ્લી રામચંદર અને ડૉ. પાર્થ બિશ્વાસ તેમજ એનસીએસસીના સચિવ શ્રી ગુડે શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય રાષ્ટ્રપતિએ આયોગને અનુસૂચિત જાતિઓ માટેના બંધારણીય સંરક્ષણો અને કલ્યાણકારી પગલાંના અસરકારક અમલીકરણ માટે વર્તમાન માળખાને મજબૂત કરવા અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી ઉપાયોની પરિકલ્પના કરવા નિર્દેશ આપ્યો હતો, જેથી તેમના કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ માટેની સંસ્થાકીય વ્યવસ્થાઓનું સરળ અને સક્ષમ કામગીરી સુનિશ્ચિત કરી શકાય.

અહેવાલમાં અનુસૂચિત જાતિઓ માટેની બંધારણીય જોગવાઈઓની કામગીરીની વ્યાપક સમીક્ષા રજૂ કરવામાં આવી છે. તે અનુસૂચિત જાતિઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક-આર્થિક વિકાસ કાર્યક્રમોના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથેની વ્યાપક સમીક્ષાઓ, સ્થળ મુલાકાતો અને પરામર્શમાંથી પ્રાપ્ત થયેલા મુખ્ય તારણોની રૂપરેખા આપે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2298654) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Kannada