રેલવે મંત્રાલય
અનધિકૃત પ્રવેશ રોકવા અને સુરક્ષિત ટ્રેન આવાગમન સુનિશ્ચિત કરવા માટે 19,700 કિમીના રેલવે ટ્રેક પર સેફ્ટી ફેન્સિંગ
મુસાફરોને સુરક્ષા પૂરી પાડવા અને રેલવે સંપત્તિનું રક્ષણ કરવા માટે ભારતીય રેલવે પથ્થરમારાના ગુનેગારો સામે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી કરે છે
ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓને અંકુશમાં લેવા માટે લોકોમાં જાગૃતિ લાવવા ઓપરેશન સાથી સહિતના જાગૃતિ કાર્યક્રમો અને જીઆરપી/સ્થાનિક પોલીસ સાથે નિયમિત સંકલન
પોસ્ટેડ ઓન:
12 AUG 2026 4:59PM by PIB Ahmedabad
કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પથ્થરમારાના ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. મુસાફરોના જીવનની સુરક્ષા અને રેલવે સંપત્તિના નુકસાનને અટકાવવા માટે રેલવે દ્વારા નીચે મુજબના નિવારક પગલાં લેવામાં આવે છે:
· પ્રભાવિત સેક્શન/બ્લેક સ્પોટ્સમાં દારૂડિયાઓ, તોફાની તત્વો વગેરે જેવા અસમાજિક તત્વો સામે નિયમિત ઝુંબેશ ચલાવવામાં આવે છે અને પકડાયેલા વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ ચલાવવામાં આવે છે.
· સંવેદનશીલ સેક્શનો/સ્પોટ્સ, જ્યાં ટ્રેનોમાં તોડફોડની ઘટનાઓ વારંવાર નોંધાય છે, ત્યાં ટ્રેન એસ્કોર્ટિંગ પાર્ટીઓને વધુ સતર્ક રહેવા માટે સંવેદનશીલ બનાવવામાં આવી છે.
· પથ્થરમારાના દૂષણ અને તેના પરિણામો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે રેલવે ટ્રેકને અડીને આવેલા વસવાટ વાળા વિસ્તારોમાં 'ઓપરેશન સાથી' સહિતના વિવિધ જાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે.
· ચાલુ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓને અંકુશમાં લેવા માટે લેવાના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ઘટનાઓના વિશ્લેષણ બાદ આ ઘટનાઓને અંકુશમાં લેવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે છે.
· ટ્રેનો પર પથ્થરમારાના દૂષણને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ માહિતી શેર કરીને આરપીએફ (RPF) દ્વારા જીઆરપી (GRP)/સ્થાનિક પોલીસ સાથે નિયમિત સંકલન જાળવવામાં આવે છે.
· રેલવેની સુરક્ષા વ્યવસ્થાની નિયમિત દેખરેખ અને સમીક્ષા માટે સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ/કમિશનરના અધ્યક્ષસ્થાને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે સ્ટેટ લેવલ સિક્યુરિટી કમિટી ઓફ રેલવેઝ (SLSCR) ની રચના કરવામાં આવી છે.
ભારતીય રેલવે (IR) પર ટ્રેન કામગીરીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. પશુઓ, પદયાત્રીઓ અને નાના વાહનો દ્વારા રેલવે લાઇન ઓળંગવાની સુવિધા માટે સેફ્ટી ફેન્સિંગ સાથે પેડેસ્ટ્રિયન સબવે પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં, ભારતીય રેલવેમાં રેલવે ટ્રેકની સાથે લગભગ 19,700 કિમીની ફેન્સિંગ પૂરી પાડવામાં આવી છે જેમાં બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલા સેક્શનોનો સમાવેશ થાય છે.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં પૂરી પાડવામાં આવી હતી.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2298416)
મુલાકાતી સંખ્યા : 51