રાજ્યસભા સચિવાલય
ગૃહમાં અન્ય સભ્યોના સંબોધનો દરમિયાન સભ્યો દ્વારા કરવામાં આવતી અશોભનિય અને અભદ્ર ટિપ્પણીઓ અંગે રાજ્યસભાના માનનીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો પાઠ
प्रविष्टि तिथि:
12 AUG 2026 12:42PM by PIB Ahmedabad
સભાપતિ: માનનીય સભ્યો, ગૃહમાં અન્ય સભ્યોના ભાષણમાં ખલેલ પહોંચાડીને સભ્યો દ્વારા કરવામાં આવતી અસભ્ય અને અમર્યાદિત ટિપ્પણીઓ અંગેના કેટલાક કિસ્સાઓ મારા ધ્યાને આવ્યા છે. હું માનનીય સભ્યોને સલાહ આપીશ કે સાથી સભ્યોની લાગણીઓ અને ભાવનાઓને ઠેસ ન પહોંચે તેની કાળજી રાખે. આપણી સંસ્કૃતિ અનન્ય છે અને વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિઓનો સમાવેશ કરે છે. આપણા સાથીદારોની સાંસ્કૃતિક પરંપરાઓ અને પ્રાદેશિક ઓળખ પ્રત્યે કોઈ અનાદર હોવો જોઈએ નહીં.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2298122)
आगंतुक पटल : 24