નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન દ્વારા પેટ્રોલિયમ અને રિફાઇનિંગ ક્ષેત્રમાં ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને વેગ

प्रविष्टि तिथि: 11 AUG 2026 3:10PM by PIB Ahmedabad

ભારત સરકાર ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટેનું ગ્લોબલ હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) નો અમલ કરી રહી છે.

NGHM ની સાઇટ (SIGHT - Strategic Interventions for Green Hydrogen Transition) મોડ - 2B સ્કીમ હેઠળ, નીચે દર્શાવેલ વિગતો અનુસાર રિફાઇનરીઓ માટે દર વર્ષે 30 કિલો ટન (KTPA) ની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા એનાયત કરવામાં આવી છે:

રિફાઇનરી

સ્થળ

ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ

પાણીપત

10 KTPA

ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ

બીના

5 KTPA

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ

વાઇઝાગ (Vizag)

5 KTPA

નુમાલીગઢ રિફાઇનરીઝ લિમિટેડ

નુમાલીગઢ

10 KTPA

કુલ

 

30 KTPA

આ પ્રોજેક્ટ્સ સંબંધિત પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા પ્રોજેક્ટ-વિશિષ્ટ રોકાણો સાથે ખાનગી ડેવલપર્સ દ્વારા BOO (બિલ્ડ ઓન ઓપરેટ) ગોઠવણો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજનના સ્થાનિક ઉત્પાદન અને ઉપયોગથી આયાતી અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટવાની, ઊર્જા સુરક્ષા વધવાની અને ભારતની સ્વચ્છ ઊર્જા સંક્રમણ (clean energy transition) તથા નેટ - ઝીરો લક્ષ્યોને સમર્થન મળવાની અપેક્ષા છે.

આ માહિતી કેન્દ્રીય નવી અને નવીનકરણીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇકે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રજૂ કરી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2297629) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Telugu , Kannada