વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
APEDAએ બિહારથી ઓસ્ટ્રેલિયા સુધી દરિયાઈ માર્ગ દ્વારા જીઆઈ-ટેગવાળા મિથિલા મખાનાની પ્રથમ નિકાસને સુગમ બનાવી
દરભંગાના ખેડૂતો પાસેથી મેળવેવાયેલ 18 મેટ્રિક ટનનો કન્સાઇનમેન્ટ લગભગ 18% વધુ વળતર મેળવવામાં સક્ષમ બનાવે છે
प्रविष्टि तिथि:
08 AUG 2026 2:53PM by PIB Ahmedabad
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ જીઆઈ-ટેગ ધરાવતા 18 મેટ્રિક ટન મિથિલા મખાનાના પ્રથમ વ્યાપારી દરિયાઈ શિપમેન્ટને બિહારના બિયાડા (BIADA) ઔદ્યોગિક વિસ્તાર, બિહટાથી ઓસ્ટ્રેલિયા સુધી નિકાસ કરવાનું સુગમ બનાવ્યું હતું. દરભંગા જિલ્લાના મખાના ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવેલ આ કન્સાઇનમેન્ટ નિકાસ-આધારિત બજાર પહોંચ દ્વારા ખેડૂતો માટે આવકની વધેલી તકો ઊભી કરવાની સાથે બિહારના ફ્લેગશિપ જીઆઈ ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિને મજબૂત કરશે તેવી અપેક્ષા છે.
નિકાસ કન્સાઇનમેન્ટને બિહાર સરકારના કૃષિ મંત્રી શ્રી વિજય કુમાર સિંહા દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બિહાર સરકારના બાગાયત નિયામક, એપીઇડીએ ના અધિકારીઓ, નિકાસકારના પ્રતિનિધિઓ, લોજિસ્ટિક્સ ભાગીદારો અને પ્રદેશના પ્રગતિશીલ મખાના ઉત્પાદકોએ હાજરી આપી હતી.
આ પહેલે ખેડૂતોને પ્રવર્તમાન બજાર દરો કરતાં લગભગ 18% વધુ વળતર મેળવવા માટે સક્ષમ બનાવ્યા છે, જે નિકાસ-લક્ષી મૂલ્ય શ્રૃંખલાઓ અને સીધા બજાર જોડાણોના લાભોને રેખાંકિત કરે છે. આ નિકાસથી જીઆઈ-ટેગ ધરાવતા મિથિલા મખાનાની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ મજબૂત થવાની, બિહારના મખાના ક્ષેત્ર માટે ટકાઉ નિકાસ તકો ઊભી થવાની અને ખેડૂતોની વધુ આવકમાં યોગદાન મળવાની અપેક્ષા છે.
આ કન્સાઇનમેન્ટ મેસર્સ NIAD ગ્રીન દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું, જેમાં મેસર્સ જીતબન સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ તરફથી લોજિસ્ટિક્સ સપોર્ટ મળ્યો હતો, જે એપીઇડીએ ના ભારતી (BHARATI - ભારત'સ હબ ફોર એગ્રીટેક, રેઝિલિયન્સ, એડવાન્સમેન્ટ, એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ ઇનોવેશન) હેઠળ સમર્થિત એક સ્ટાર્ટઅપ છે. પ્રીમિયમ-ગુણવત્તાવાળા કાચા જીઆઈ-ટેગવાળા મિથિલા મખાના ધરાવતું આ કન્સાઇનમેન્ટ દરભંગા જિલ્લાના ખેડૂતો પાસેથી સીધું મેળવવામાં આવ્યું હતું અને બિહારના બિયાડા ઔદ્યોગિક વિસ્તાર, બિહટા ખાતે પેક કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા બિહાર સરકારના કૃષિ મંત્રી શ્રી વિજય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે મખાના એ બિહારની ઓળખ છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં બિહાર સ્થિત નિકાસકારોની વધુ ભાગીદારી ખેડૂતોને વધુ સારા ભાવો મેળવવામાં સક્ષમ બનાવશે. તેમણે વૈશ્વિક બજારની જરૂરિયાતોને પહોંચી વળવા ગુણવત્તાના ધોરણો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બિહાર સરકાર ઉત્પાદકો, પ્રોસેસર્સ અને નિકાસકારોને ટેકો આપીને મખાના મૂલ્ય શ્રૃંખલાને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોરી (Phori) સમુદાયને તમામ જરૂરી સહાય આપવાનું ચાલુ રાખવામાં આવશે, જેમના પરંપરાગત કૌશલ્યો મખાના પ્રોસેસિંગ માટે અભિન્ન છે. તેમણે ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં જીઆઈ-ટેગવાળા મિથિલા મખાનાનું પ્રથમ દરિયાઈ શિપમેન્ટ બિહારના કૃષિ ઉત્પાદનોની વધતી જતી વૈશ્વિક માંગને પ્રતિબિંબિત કરે છે અને ખેડૂતો તેમજ નિકાસકારો માટે નવી તકો ખોલે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના એપીઇડીએ (APEDA) એ બિહાર સરકારના કૃષિ વિભાગના સહયોગથી આ નિકાસને સુગમ બનાવી છે. એપીઇડીએ ક્ષમતા નિર્માણ, બજાર વિકાસ પહેલો, નિકાસ સુવિધા અને હિતધારકોના જોડાણ દ્વારા મખાનાની નિકાસને સતત પ્રોત્સાહિત કરી રહ્યું છે. ઓથોરિટીએ નિકાસકારને બજાર પહોંચ સુવિધા અને સંકલનમાં પણ ટેકો આપ્યો હતો, જેથી ઓસ્ટ્રેલિયા સુધી કન્સાઇનમેન્ટની સીમલેસ હલચલમાં યોગદાન મળ્યું હતું.
ભારતના મખાના ઉત્પાદનમાં બિહારનો હિસ્સો લગભગ 85% છે. આ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે, નાણાકીય બિલ, 2025 હેઠળ જુલાઈ 2025 થી મખાના માટે એક અલગ એચએસ કોડ (HS Code) અમલમાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, ભારતે યુએસએ, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિત 20 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ 7,000 મેટ્રિક ટનથી વધુ મખાના અને મૂલ્યવર્ધિત મખાના ઉત્પાદનોની નિકાસ કરી હતી.
એપીઇડીએ ભારતના કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની સાથે સાથે દેશભરના ખેડૂતો માટે ટકાઉ નિકાસ-આધારિત વૃદ્ધિની તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારો, નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ (FPCs) અને અન્ય હિતધારકો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખે છે.
SM/JD
(रिलीज़ आईडी: 2296626)
आगंतुक पटल : 9