રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દ્વારા છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘન બદલ રૂ.5.13 કરોડનો દંડ ફટકારાયો, 54 શો-કોઝ નોટિસ આપવામાં આવી, 6 કોન્ટ્રાક્ટ રદ કરાયા અને ડિફોલ્ટ થયેલા લાયસન્સધારકોને પ્રતિબંધિત કરવામાં આવ્યા


રેલવેએ આધુનિક બેઝ કિચન, પેકેજિંગ પર QR કોડ, બેઝ કિચનમાં CCTV કેમેરા, FSSAI પાલન અને બહુ-સ્તરીય નિરીક્ષણ પદ્ધતિ દ્વારા ખાદ્ય સુરક્ષા મજબૂત કરી

प्रविष्टि तिथि: 07 AUG 2026 3:06PM by PIB Ahmedabad

ભારતીય રેલવે દર વર્ષે સરેરાશ લગભગ 58 કરોડ ભોજન પીરસે છે. સરેરાશ માત્ર 0.0008% જેટલી જ ખોરાકની ગુણવત્તા સંબંધિત ફરિયાદો મળે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મળેલી ફરિયાદોના આધારે, IRCTC દ્વારા યોગ્ય દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આવા પગલાંમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘન માટે રૂ.5.13 કરોડનો દંડ ફટકારવો, 54 શો-કોઝ નોટિસ આપવી, 06 કોન્ટ્રાક્ટ રદ કરવા અને લાયસન્સધારકોને પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત કરાયેલા લાયસન્સધારકોની યાદી IRCTCની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

ગુણવત્તા, સ્વચ્છતા, સુરક્ષા અને નિયામક પાલન સુનિશ્ચિત કરવા માટે ફુડ સેફ્ટી ઓફિસર સહિત રેલવે/IRCTCના અધિકારીઓ દ્વારા નિયમિત અને સરપ્રાઇઝ નિરીક્ષણો હાથ ધરવામાં આવે છે. આ નિરીક્ષણોમાં ખોરાકની સુરક્ષા, કર્મચારીઓની તૈનાતી, સાધનોની જાળવણી, સ્વચ્છતા અને નિર્ધારિત ધોરણોનું પાલન જેવા મુખ્ય પાસાઓને આવરી લેવામાં આવે છે, જ્યારે ખોરાકની હેરફેર, સંગ્રહ અને બનાવટમાં શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ભારતીય રેલવે મુસાફરી કરતા મુસાફરોને નિર્ધારિત ધોરણો મુજબ સારી ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવાનો સતત પ્રયાસ કરે છે. તેને સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દ્વારા સમયાંતરે જરૂરી પગલાં લેવામાં આવે છે. ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા માટે નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે:

નિયુક્ત બેઝ કિચનમાંથી ભોજનનો પુરવઠો. ઓળખાયેલા સ્થળોએ આધુનિક બેઝ કિચન કાર્યરત કરવા. ખોરાક બનાવવાની રીતનું રિયલ ટાઇમ અને વધુ સારું નિરીક્ષણ કરવા માટે બેઝ કિચનમાં CCTV કેમેરા લગાવવા. ખોરાકના ઉત્પાદન માટે લોકપ્રિય અને બ્રાન્ડેડ કાચા માલની પસંદગી અને ઉપયોગ. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની પદ્ધતિઓ પર નજર રાખવા માટે બેઝ કિચન ખાતે ફુડ સેફ્ટી સુપરવાઇઝરની તૈનાતી. ટ્રેનોમાં ઓન-બોર્ડ IRCTC સુપરવાઇઝરની તૈનાતી. ખાદ્ય સુરક્ષા, પારદર્શિતા અને મુસાફરોની જાગૃતિ વધારવા માટે ટ્રેનોમાં સપ્લાય કરવામાં આવતા ભોજનના પેકેટો પર QR કોડની શરૂઆત. QR કોડ મુસાફરોની જાણકારી માટે પેકિંગની તારીખ, લાયસન્સધારકનું નામ અને FSSAI લાયસન્સ નંબર અંગેની વિગતો આપે છે. બેઝ કિચન અને પેન્ટ્રી કારમાં નિયમિત ડીપ ક્લિનીંગ અને સમયાંતરે જંતુ નિયંત્રણ ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) નું ફરજિયાત પ્રમાણપત્ર. ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ મિકેનિઝમના ભાગરૂપે નિયમિત ફૂડ સેમ્પલિંગ. કેટરિંગ સ્ટાફની ક્ષમતા વધારવા માટે IRCTC દ્વારા નિયમિત તાલીમ આપવામાં આવે છે, જે ગ્રાહક સેવા ક્ષેત્રો, એટલે કે સંચાર, નમ્ર વર્તન, સેવા ધોરણો, વ્યક્તિગત માવજત અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પેન્ટ્રી કાર અને બેઝ કિચનમાં સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા તપાસવા માટે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે છે. ગ્રાહક સંતોષ સર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવે છે. ફુડ સેફ્ટી ઓફિસર સહિત રેલવે/IRCTC અધિકારીઓ દ્વારા નિયમિત અને સરપ્રાઇઝ નિરીક્ષણ.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2296073) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Telugu , Kannada