માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પાત્ર વિદ્યાર્થીઓ નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ સ્કીમ માટે 31 ઓગસ્ટ, 2026 સુધીમાં અરજી કરી શકે છે
प्रविष्टि तिथि:
06 AUG 2026 8:44PM by PIB Ahmedabad
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ સ્કીમ (NMMSS) હેઠળ પાત્ર વિદ્યાર્થીઓ માટે નવી અને રિન્યુઅલ અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 છે. અરજીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર સબમિટ કરવાની રહેશે.
NMMSS હેઠળ અરજીઓની ચકાસણી બે તબક્કામાં હાથ ધરવામાં આવે છે:
લેવલ-1 (L1) ચકાસણી: ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર દ્વારા – અંતિમ તારીખ: 15 સપ્ટેમ્બર 2026.
લેવલ-2 (L2) ચકાસણી: ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર દ્વારા – અંતિમ તારીખ: 30 સપ્ટેમ્બર 2026.
વધુમાં, શૈક્ષણિક વર્ષ 2026-27 થી, વિદ્યાર્થીઓ સંબંધિત યોજનાઓ હેઠળ નિર્ધારિત પાત્રતાના માપદંડો પૂર્ણ કરવાને આધીન, એક મેરિટ-આધારિત સ્કોલરશિપ સ્કીમ અને એક અથવા વધુ કલ્યાણકારી સ્કોલરશિપ સ્કીમ્સ માટે એક સાથે અરજી કરી શકે છે.
આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ VIII પછી તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરીને માધ્યમિક તબક્કે ડ્રોપઆઉટ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ, સ્ટેટ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ-એિડડ અને લોકલ બોડી શાળાઓમાં અભ્યાસ માટે, નિર્ધારિત શરતોને આધીન ધોરણ X થી XII માં સ્કોલરશિપના રિન્યુઅલ સાથે, ધોરણ IX માં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓને દર વર્ષે એક લાખ નવી સ્કોલરશિપ આપવામાં આવે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા તમામ પાત્ર વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચવા માટે અંતિમ તારીખ પહેલા પોતાની અરજીઓ સબમિટ કરવાની સલાહ આપવામાં આવે છે. તેવી જ રીતે, સ્કોલરશિપના સમયસર પ્રોસેસિંગ અને વિતરણને સરળ બનાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ અને ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર્સને નિર્ધારિત સમયમર્યાદામાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2295789)
आगंतुक पटल : 6