સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
એમએસ એક્ટ, 2013 હેઠળ હાથ ધરાયેલા નવા સર્વેક્ષણમાં કોઈ મેન્યુઅલ સ્કેવેન્જર્સની ઓળખ થઈ નથી: સરકાર
સમગ્ર દેશમાં NAMASTE યોજના હેઠળ 89,915 સીવર અને સેપ્ટિક ટેન્ક કામદારોને ચકાસવામાં આવ્યા
प्रविष्टि तिथि:
02 AUG 2026 4:42PM by PIB Ahmedabad
ભારત સરકારે કાયદાકીય પગલાં અને લક્ષિત કલ્યાણકારી પહેલો દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા અને સીવર અને સેપ્ટિક ટેન્ક કામદારો (SSWs)ની સુરક્ષા, ગૌરવ અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. સરકારે રાજ્યસભાને માહિતી આપી હતી કે, ‘મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પ્રતિબંધ અને તેમનું પુનર્વસન અધિનિયમ, 2013’ (MS Act, 2013) ની જોગવાઈઓ હેઠળ દેશના તમામ જિલ્લાઓમાં હાથ ધરાયેલા નવા સર્વેક્ષણમાં કોઈ પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ મળી આવ્યા નથી.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ રાજ્યસભામાં શ્રી ડેરેક ઓ'બ્રાયનને આપેલા એક લેખિત જવાબમાં આ વિગતો શેર કરી હતી. ગૃહને માહિતગાર કરવામાં આવ્યું હતું કે વર્ષ 2023-24 દરમિયાન શરૂ કરવામાં આવેલી 'નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ' (NAMASTE) યોજનાનો ઉદ્દેશ્ય મશીનીકરણ અને વ્યાપક કલ્યાણકારી પગલાં દ્વારા સીવર અને સેપ્ટિક ટેન્ક કામદારોની સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના હેઠળ, સમગ્ર દેશમાં 89,915 સીવર અને સેપ્ટિક ટેન્ક કામદારોની ચકાસણી કરવામાં આવી છે. ચકાસણી કરાયેલા કામદારોની રાજ્યવાર વિગતો ગૃહના ટેબલ પર મૂકવામાં આવી છે.
લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર વ્યવસાયિક સુરક્ષા સુધારવા અને યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવા માટે નમસ્તે (NAMASTE) યોજના હેઠળ કેટલીક પહેલો અમલમાં મૂકી રહી છે. જેમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સનું વિતરણ, વ્યવસાયિક સુરક્ષા તાલીમ, ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ (ERSUs) ને સિક્યોરિટી સાધનો પુરા પાડવા, સફાઈ કામદારો, તેમના જૂથો અને પ્રાઇવેટ સેનિટેશન સર્વિસ ઓપરેટર્સ (PSSOs)ને સફાઈ સંબંધિત મશીનરી માટે અગાઉથી કેપિટલ સબસિડી, હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ, અને સીવર તથા સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈ અટકાવવા અંગેની વર્કશોપનો સમાવેશ થાય છે.

ગૃહને એ પણ માહિતગાર કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબર 2021ના રોજ શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન-અર્બન (SBM-U) 2.0 માં 'યુઝ્ડ વોટર મેનેજમેન્ટ' (UWM) નો તેના મુખ્ય ઘટકોમાંના એક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય મશીનીકૃત સીવર અને સેપ્ટિક ટેન્ક સફાઈ કામગીરીને પ્રોત્સાહન આપીને સીવર અને સેપ્ટિક ટેન્કમાં જોખમી પ્રવેશને નાબૂદ કરવાનો છે.
મૈલા ઉપાડવાની પ્રથાના સતત અસ્તિત્વ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં, સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે એમએસ એક્ટ, 2013 અસ્વચ્છ શૌચાલયોના નિર્માણ અને જાળવણી પર પ્રતિબંધ મૂકે છે અને સીવર અને સેપ્ટિક ટેન્કની જોખમી મેન્યુઅલ સફાઈ માટે કોઈપણ વ્યક્તિને કામે રાખવા કે રોકવા પર પ્રતિબંધ મૂકે છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાયદાની જોગવાઈઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2293458)
आगंतुक पटल : 15