પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુરુષોની 90+ કિગ્રા બોક્સિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ નરેન્દર બરવાલને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 90+ કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ નરેન્દર બરવાલને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ સમગ્ર સ્પર્ધા દરમિયાન અપાર સાહસ અને દ્રઢ નિશ્ચય દર્શાવવા બદલ નરેન્દર બરવાલની પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ તેમને આગામી વર્ષોમાં વધુ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 90+ કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં નરેન્દર બરવાલે સિલ્વર જીત્યો છે તે જાણીને ખૂબ આનંદ થયો. સમગ્ર સ્પર્ધા દરમિયાન અપાર સાહસ અને દ્રઢ નિશ્ચય દર્શાવવા બદલ તેમને અભિનંદન. ભવિષ્ય તેમના માટે વધુ અનેક સિદ્ધિઓ લઈને આવે.
#CWG2026”
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2293280)
आगंतुक पटल : 14