પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પમેન્સ શૉટ પુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેન્સ શૉટ પુટ F57 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અસાધારણ વિજય સાથે, સોમન રાણાએ આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

શ્રી મોદીએ સમગ્ર સ્પર્ધા દરમિયાન તેમના ધ્યાન અને અડગ નિશ્ચયની પ્રશંસા કરી હતી અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“સોમન રાણા દ્વારા ઇતિહાસ રચાયો!

મેન્સ શૉટ પુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ તેમને અભિનંદન. આ અસાધારણ વિજય સાથે, તેમણે આ સ્પર્ધામાં ભારતનો સર્વપ્રથમ કોમનવેલ્થ ગોલ્ડ મેળવ્યો છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન તેમનું ધ્યાન અને અડગ નિશ્ચય સ્પષ્ટ દેખાતા હતા. આગામી પ્રયાસો માટે તમામ શુભેચ્છાઓ.

#CWG2026”

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2293254) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam