પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહિલાઓની 57 kg બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ જૈસ્મીન લેમ્બોરિયાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 57 kg બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ જૈસ્મીન લેમ્બોરિયાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જૈસ્મીન લેમ્બોરિયાની પ્રતિબદ્ધતા અને સાતત્ય તેમની સફળતામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

શ્રી મોદીએ તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 57 kg મહિલા બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીતવા બદલ જૈસ્મીન લેમ્બોરિયાને અભિનંદન. તેમની પ્રતિબદ્ધતા અને સાતત્ય તેમની સફળતામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. તેમને મારી અનંત શુભેચ્છાઓ.

#CWG2026”

 

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2293227) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Telugu , Kannada , Malayalam