પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 2 ઓગસ્ટે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે


આ લોન્ચિંગ નશીલા પદાર્થોના સેવન વિરૂદ્ધ 100 સપ્તાહના રાષ્ટ્રવ્યાપી જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરશે

प्रविष्टि तिथि: 01 AUG 2026 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને નશાના સેવનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો અને તેમને તેમના સમુદાયોમાં સકારાત્મક સામાજિક પરિવર્તનના દૂત બનવા પ્રોત્સાહિત કરવાનો છે.

આ લોન્ચિંગ નશીલા પદાર્થોના સેવન વિરૂદ્ધ 100 સપ્તાહના રાષ્ટ્રવ્યાપી જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન હેઠળ, નશા મુક્ત સમાજના નિર્માણમાં જાગૃતિ લાવવા અને જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં દર રવિવારે સાપ્તાહિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓમાં રમતગમતની સ્પર્ધાઓ, વોકાથોન, ધ્યાન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ અભિયાનો, નુકનાટક, ચર્ચા મંચ, કલા સ્પર્ધાઓ અને સામુદાયિક જોડાણ કાર્યક્રમોનો સમાવેશ થશે.

આ પહેલ નશાના સેવન વિરૂદ્ધ સામૂહિક ચળવળ ઊભી કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, નાગરિક સમાજ જૂથો, ઔદ્યોગિક સંસ્થાઓ અને અધ્યાત્મિક સંગઠનોને એક સામાન્ય મંચ પર લાવીને સામુદાયિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

આ કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી યુવાનો ભાગ લેશે. માય ભારત  સ્વયંસેવકો, માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકો, યુવા ક્લબો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ (NGOs), ઔદ્યોગિક સંગઠનોની યુવા પાંખો અને 125થી વધુ ભાગીદાર અધ્યાત્મિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2292992) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Malayalam , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Tamil , Kannada