સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની ડુંગળી મૂલ્ય શૃંખલા (ઓનિયન વેલ્યુ ચેઇન) ને મજબૂત બનાવવી: VCF-SC એ ખેમાનંદ દૂધ એન્ડ કૃષિ પ્રોડ્યુસર કંપની લિમિટેડને હજારો ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેવી રીતે સક્ષમ બનાવી

प्रविष्टि तिथि: 31 JUL 2026 5:44PM by PIB Ahmedabad

શ્રી પ્રશાંત સદાશિવ લોખંડે, પ્રમોટર

આધુનિક લણણી પછીના માળખાકીય સુવિધાઓ (પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને કાર્યક્ષમ બજાર જોડાણો ખેડૂતોની આવક વધારવા અને લણણી પછીના નુકસાનને ઘટાડવા માટે અત્યંત આવશ્યક બની ગયા છે. આવું જ એક પ્રેરણાયાદી ઉદાહરણ અહલિયાનગર સ્થિત ખેમાનંદ દૂધ એન્ડ કૃષિ પ્રોડ્યુસર કંપની લિમિટેડ છે, જેણે સંકલિત પોસ્ટ-હાર્વેસ્ટ પ્રોસેસિંગ અને પ્રાપ્તિ (પ્રોક્યોરમેન્ટ) નેટવર્ક દ્વારા ડુંગળીની મૂલ્ય શૃંખલામાં પરિવર્તન આવ્યું છે. આ કંપનીની સફર સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય હેઠળના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) ની પરિવર્તનકારી અસર દર્શાવે છે.

કંપનીએ મહારાષ્ટ્રમાં પાંચ સ્થળોએ PMKSY–ઓપરેશન ગ્રીન્સ સ્કીમ હેઠળ ડુંગળી માટે એક સંકલિત મૂલ્ય શૃંખલા વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે. આ પ્રોજેક્ટમાં ભારત સરકારના ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય તરફથી સહાય મેળવવાની સાથે સાથે ખરીદી, ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગ, કોલ્ડ સ્ટોરેજ અને ડીહાઇડ્રેશન પ્લાન્ટનો સમાવેશ થાય છે. કૃષિ માળખાને મજબૂત કરવા અને ખેડૂતોની આજીવિકા સુધારવાની આ પ્રોજેક્ટની ક્ષમતાને ઓળખીને, વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સે ઇક્વિટી અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધરાવતી વેન્ચર કેપિટલ સહાય દ્વારા 2023માં ₹12 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી હતી. આ સહાયથી કંપનીને તેની લણણી પછીની પ્રોસેસિંગ સુવિધાઓને મજબૂત કરવા, ખરીદી ક્ષમતા વધારવા અને ખેડૂતોને સંગઠિત બજારો સાથે જોડતી કાર્યક્ષમ સપ્લાય ચેઇન બનાવવામાં સક્ષમ બનાવી.

પોસ્ટ-હાર્વેસ્ટ પ્રોસેસિંગ અને કૃષિ સુવિધા

આ હસ્તક્ષેપની અસર નોંધપાત્ર રહી છે. આજે, આ સાહસે તેના ખેડૂત નેટવર્કને લગભગ 8,000 ખેડૂતો સુધી વિસ્તાર્યું છે, પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઊભી કરી છે, ઉત્પાદક ગ્રામીણ સંપત્તિનું નિર્માણ કર્યું છે, ₹25.51 કરોડની વાર્ષિક આવક મેળવી છે અને તેની નેટવર્થ મજબૂત કરીને ₹30 કરોડ કરી છે. આ પ્રોજેક્ટથી ગ્રેડિંગ, હેન્ડલિંગ અને સ્ટોરેજ સુવિધાઓમાં સુધારો થયો છે, લણણી પછીનું નુકસાન ઘટ્યું છે, ખેડૂતો માટે ભાવ ઉપજમાં સુધારો થયો છે અને સંસ્થાકીય ખરીદદારો તથા સંગઠિત રિટેલ કંપનીઓ સાથે મજબૂત બજાર જોડાણો સ્થાપિત થયા છે, જેનાથી ટકાઉ ગ્રામીણ આજીવિકા ઊભી થઈ છે.

પોતાની આ સફર પર પ્રકાશ પાડતા શ્રી પ્રશાંત સદાશિવ લોખંડેએ જણાવ્યું હતું કે:

"સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલયના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાયથી વધુ સારી બજાર પહોંચ અને મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) મારફતે ખેડૂતોને સશક્ત બનાવવાના અમારા મિશનને બળ મળ્યું છે. આજે, ખેમાનંદ દૂધ એન્ડ કૃષિ પ્રોડ્યુસર કંપની ખેડૂતોને સુધારેલી ભાવ ઉપજ મેળવવામાં, વેસ્ટેજ ઘટાડવામાં અને સમાવેશી કૃષિ વિકાસમાં યોગદાન આપવાની સાથે સાથે ટકાઉ ગ્રામીણ આજીવિકા ઊભી કરવામાં મદદ કરી રહી છે."

પોસ્ટ-હાર્વેસ્ટ પ્રોસેસિંગ અને કૃષિ ખરીદી સુવિધા

ખેમાનંદ દૂધ એન્ડ કૃષિ પ્રોડ્યુસર કંપની લિમિટેડની સફળતા દર્શાવે છે કે વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) હેઠળ લક્ષિત નાણાકીય સહાય કેવી રીતે સાહસોને આધુનિક કૃષિ માળખું બનાવવા, રોજગારી સર્જવા, ખેડૂતોની આવક સુધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે સક્ષમ બનાવી રહી છે. ઉદ્યોગસાહસિકતા અને સમાવેશી મૂલ્ય-શૃંખલા વિકાસને પ્રોત્સાહન આપીને, સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય દેશભરમાં ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનું અને સમાન આર્થિક વિકાસને વેગ આપવાનું ચાલુ રાખે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2292616) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi