વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશન (RDI) સ્કીમ હેઠળ પસંદગી પ્રક્રિયા અને હિતોના સંઘર્ષની નીતિ અંગે સ્પષ્ટતા
प्रविष्टि तिथि:
31 JUL 2026 11:13AM by PIB Ahmedabad
ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) દ્વારા રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશન (RDI) સ્કીમ હેઠળ કંપનીઓને ભંડોળની ફાળવણીમાં હિતોના કથિત સંઘર્ષ અંગે આજે પ્રકાશિત થયેલા કેટલાક મીડિયા અહેવાલો તરફ ધ્યાન દોરવામાં આવે છે.
સ્પષ્ટ કરવામાં આવે છે કે કહેવાતા અહેવાલો ગેરમાર્ગે દોરનારા, અસત્ય અને યોગ્ય સંદર્ભ વગરના છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય TDB દ્વારા અનુસરવામાં આવતી મજબૂત મૂલ્યાંકન પદ્ધતિઓ, હિતોના સંઘર્ષ અંગેની કડક માર્ગદર્શિકા અને ગુણવત્તા-આધારિત પસંદગી પ્રક્રિયાઓ અંગે નીચે મુજબના તથ્યો સ્પષ્ટ કરે છે:
· હિતોના સંઘર્ષ અંગે મજબૂત નીતિ: TDB ખાતે 'કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ' (હિતોના સંઘર્ષ) અંગેની એક વ્યાપક અને મજબૂત નીતિ મક્કમપણે અમલમાં છે. આ નીતિનું કોઈપણ ક્ષેત્રમાંથી કોઈપણ ફરિયાદ, અન્યાય કે અનિયમિતતાના અહેવાલ વિના લાંબા સમયથી પદ્ધતિસર પાલન કરવામાં આવી રહ્યું છે.
· પ્રી-ઇન્વેસ્ટમેન્ટ માર્ગદર્શિકા અને ફરજિયાત મુક્તિ (Recusal): પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કમિટી (IC) ની બેઠક શરૂ થાય તે પહેલાં, TDB એ વિગતવાર પ્રી-ઇન્વેસ્ટમેન્ટ માર્ગદર્શિકાઓ / સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ તૈયાર કરી હતી. આ માર્ગદર્શિકા સ્પષ્ટપણે એવી પરિસ્થિતિઓની વ્યાખ્યા કરે છે જે હેઠળ સંભવિત હિતોનો સંઘર્ષ ઉભો થાય છે. જ્યારે પણ કોઈ સભ્યનો સંભવિત સંઘર્ષ હોય, ત્યારે આ નીતિ સંપૂર્ણ માહિતી જાહેર કરવી અને તે એન્ટિટી સંબંધિત તમામ ચર્ચાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાંથી સંબંધિત સભ્યને સંપૂર્ણપણે દૂર રાખવા નું ફરજિયાત બનાવે છે.
· શબ્દક્ષ: અને ભાવનાત્મક પાલન: TDB એ આ માર્ગદર્શિકાઓનું સાચા અર્થમાં સખતપણે પાલન કર્યું છે. ભંડોળના તમામ નિર્ણયો RDI ફંડની અમલીકરણ માર્ગદર્શિકા અનુસાર માત્ર ગુણવત્તા (merit) ના આધારે લેવામાં આવ્યા હતા, જેમાં સંબંધિત પ્રસ્તાવના મૂલ્યાંકન કે મંજૂરીની પ્રક્રિયા દરમિયાન હિતોના સંઘર્ષ ધરાવતા કોઈપણ સભ્યોની શૂન્ય સંડોવણી હતી.
· સ્વતંત્ર બાહ્ય ચકાસણી (Independent External Validation): TDB ની કડક અને ગુણવત્તા-આધારિત પસંદગી પ્રક્રિયા વધુમાં સ્વતંત્ર બાહ્ય મૂલ્યાંકન દ્વારા પણ ચકાસાયેલ છે. TDB દ્વારા તેના પ્રથમ તબક્કામાં મંજૂર કરવામાં આવેલા 22 પ્રોજેક્ટ્સમાંથી 15 પ્રોજેક્ટ્સ શિક્ષણ મંત્રાલય દ્વારા ગઠિત અલગ નિષ્ણાત પેનલ દ્વારા સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓએ ફ્રાન્સના નીસ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'ભારત ઇનોવેટ ઇવેન્ટ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ સ્વતંત્ર ચકાસણી સ્પષ્ટપણે દર્શાવે છે કે પસંદ કરાયેલી કંપનીઓ ખરેખર અત્યાધુનિક ડીપ-ટેક ઇનોવેટર્સ છે, જે સંપૂર્ણપણે તકનીકી ગુણવત્તા, નવીનતા ક્ષમતા અને રાષ્ટ્રીય મહત્વના આધારે પસંદ કરવામાં આવી છે.
સરકાર ભારતના વિકસતા સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને સહાય પૂરી પાડવામાં પારદર્શિતા, પ્રામાણિકતા અને ગુણવત્તા-આધારિત વ્યવસ્થાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2292213)
आगंतुक पटल : 13