કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ (DARPG) એ જૂન, 2026ના મહિના માટે કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોની કામગીરી માટે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) પર 50મો માસિક અહેવાલ બહાર પાડ્યો


જૂન, 2026માં કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો દ્વારા કુલ 1,99,968 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો

સતત 48મા મહિના માટે કેન્દ્રીય સચિવાલયમાં દર મહિને 1 લાખથી વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો

જૂન, 2026ના મહિના માટે બહાર પાડવામાં આવેલા GRAI રેન્કિંગમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ (ઈન્સ્યોરન્સ ડિવિઝન) ગૃપ A શ્રેણીમાં ટોચ પર રહ્યા

જૂન, 2026ના મહિના માટે બહાર પાડવામાં આવેલા GRAI રેન્કિંગમાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ, મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગૃપ B શ્રેણીમાં ટોચ પર રહ્યા

प्रविष्टि तिथि: 29 JUL 2026 12:00PM by PIB Ahmedabad

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ (DARPG) એ આજે જૂન, 2026 માટેનો સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) માસિક અહેવાલ બહાર પાડ્યો છે, જે જાહેર ફરિયાદોના પ્રકારો અને શ્રેણીઓ તથા નિકાલના સ્વરૂપનું વિગતવાર વિશ્લેષણ પ્રદાન કરે છે. DARPG દ્વારા પ્રકાશિત સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ/ડિપાર્ટમેન્ટ્સ પરનો આ 50મો અહેવાલ છે.

જૂન, 2026ની પ્રગતિ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો દ્વારા 1,99,968 ફરિયાદોનો નિકાલ થયો હોવાનું સૂચવે છે. 2026 માટે કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોમાં સરેરાશ ફરિયાદ નિકાલનો સમય 14 દિવસ છે. આ અહેવાલો 10-પગલાની CPGRAMS સુધારણા પ્રક્રિયાનો એક ભાગ છે જેને DARPG દ્વારા નિકાલની ગુણવત્તા સુધારવા અને સમયમર્યાદા ઘટાડવા માટે અપનાવવામાં આવી હતી.

આ અહેવાલ જૂન, 2026ના મહિનામાં CPGRAMS પોર્ટલ દ્વારા નોંધાયેલા નવા યુઝર્સ માટેનો ડેટા પ્રદાન કરે છે. જૂન, 2026માં વિવિધ માધ્યમો દ્વારા CPGRAMS પર કુલ 83,544 નવા યુઝર્સે નોંધણી કરાવી છે, જેમાંથી 15,287 નોંધણીઓ ઉત્તર પ્રદેશમાંથી છે. ફીડબેક કૉલ સેન્ટરે જૂન, 2026ના મહિનામાં 75,318 ફીડબેક એકત્રિત કર્યા હતા, જ્યાં સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ/ડિપાર્ટમેન્ટ્સ માટે 42,226 ફીડબેક એકત્રિત કરવામાં આવ્યા હતા.

આ અહેવાલ જૂન, 2026માં કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા નોંધાયેલી ફરિયાદો પર મહિનાવાર વિશ્લેષણ પણ પ્રદાન કરે છે. CPGRAMSને કોમન સર્વિસ સેન્ટર (CSC) પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યું છે અને તે 2.5 લાખ વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ (VLEs) સાથે જોડાઈને 5 લાખથી વધુ CSCs પર ઉપલબ્ધ છે. જૂન, 2026ના મહિનામાં કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા કુલ 6,262 ફરિયાદો નોંધાઈ છે.

આ અહેવાલ રિવ્યૂ મીટિંગ મોડ્યુલની રૂપરેખા પણ રજૂ કરે છે, જે સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટ્સમાં 14 જૂન 2025ના રોજ કાર્યરત કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલ જાહેર ફરિયાદોની સચિવ-સ્તરની સમીક્ષાઓને સરળ બનાવે છે, જેથી નિવારણ તંત્રની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને નાગરિક સંતોષમાં સુધારો થાય છે. 30 જૂન, 2026 સુધીમાં, કુલ 377 સમીક્ષા બેઠકો યોજવામાં આવી છે, જેમાંથી 24 બેઠકો જૂન, 2026માં યોજાઈ હતી.

સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ/ડિપાર્ટમેન્ટ્સ માટે જૂન, 2026ના DARPGના માસિક CPGRAMS અહેવાલના મુખ્ય અંશ) નીચે મુજબ છે:

સામાન્ય અંશ: 

  • આ અહેવાલ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો માટે CPGRAMS માસિક અહેવાલની 50મી આવૃત્તિ છે, જે જાહેર ફરિયાદ નિવારણ પર માસિક કામગીરીના નિરીક્ષણ અને વિશ્લેષણાત્મક અહેવાલોના સતત સંસ્થાકીયકરણ પર પ્રકાશ પાડે છે.

જાહેર ફરિયાદ (PG) કેસો:     

  • જૂન, 2026માં, CPGRAMS પોર્ટલ પર 1,96,133 PG કિસ્સાઓ મળ્યા હતા, 1,99,968 PG કિસ્સાઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ 78,793 ફરિયાદો બાકી રહી છે.

PG અપીલ:

  • જૂન 2026માં, 32,269 અપીલો મળી હતી અને 32,256 અપીલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2026 માટે જૂનમાં 21,753 અપીલ પેન્ડન્સી નોંધાઈ છે.

ગ્રીવન્સ રિડ્રેસલ એસેસમેન્ટ એન્ડ ઇન્ડેક્સ (GRAI) – જૂન, 2026

  • જૂન, 2026 માટે ગૃપ A (500 કે તેથી વધુ ફરિયાદો)માં ગ્રીવન્સ રિડ્રેસલ એસેસમેન્ટ એન્ડ ઇન્ડેક્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ (ઈન્સ્યોરન્સ ડિવિઝન) શ્રેષ્ઠ દેખાવ કરનારાઓમાં સામેલ છે.
  • જૂન, 2026 માટે ગૃપ B (500 થી ઓછી ફરિયાદો)માં ગ્રીવન્સ રિડ્રેસલ એસેસમેન્ટ એન્ડ ઇન્ડેક્સમાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ, મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ શ્રેષ્ઠ દેખાવ કરનારાઓમાં સામેલ છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290946) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil