સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સરકારે એસસી-પ્રાધાન્ય ધરાવતા અને PM-AJAY વિસ્તારોમાં એનસીસીના વ્યાપના વિસ્તરણને સુગમ બનાવ્યું
प्रविष्टि तिथि:
28 JUL 2026 7:15PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (SC)-પ્રાધાન્ય ધરાવતા વિસ્તારો અને પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY) હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ની તકોના વિસ્તરણને સુગમ બનાવી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, શિસ્ત, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રસેવાને પ્રોત્સાહન આપવાનો છે.
આ માહિતી સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે દ્વારા રાજ્યસભામાં શ્રી ચંદ્રકાંત દામોદર હાંડોરેને આપેલા એક લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
મંત્રીએ માહિતી આપી હતી કે આ પહેલ હેઠળ 263 સરકારી શાળાઓની ઓળખ/શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેમાંથી, 25 શાળાઓમાં પહેલાથી જ NCC યુનિટ્સ છે, 8 શાળાઓ વેટિંગ લિસ્ટમાં છે, જ્યારે 230 શાળાઓએ હજુ સુધી NCC યુનિટ્સની સ્થાપના માટે અરજી કરી નથી.

જવાબમાં વધુમાં જણાવાયું છે કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે NCC યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયાને સુગમ બનાવવા માટે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધિત અધિકારીઓ સાથે 230 પાત્ર સરકારી શાળાઓની યાદી શેર કરી છે.
જવાબમાં એ પણ માહિતી આપવામાં આવી હતી કે આ પહેલ હેઠળ તૈયાર કરાયેલી ઓળખાયેલી/શોર્ટલિસ્ટ કરાયેલી યાદીમાં મહારાષ્ટ્રની કોઈ સરકારી શાળા સામેલ નથી.
સરકાર અનુસૂચિત જાતિ અને વંચિત પ્રદેશોના વિદ્યાર્થીઓની નેશનલ કેડેટ કોર્પ્સમાં વધુ ભાગીદારી સુગમ બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રો સાથે નજીકના સંકલનમાં કામ કરવાનું ચાલુ રાખે છે. આ પહેલ નેતૃત્વ, શિસ્ત, દેશભક્તિ અને સર્વગ્રાહી યુવા વિકાસને પ્રોત્સાહન આપતી તકો સુધી ન્યાયી પહોંચ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2290723)
आगंतुक पटल : 7