કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

'વીવ્ઝ ઓફ ઈન્ડિયા' ફેસ્ટિવલ સેન્ટ્રલ કોટેજ ઈન્ડસ્ટ્રીઝ એમ્પોર્ટોરિયમ ખાતે ભારતનો ઉત્કૃષ્ટ હેન્ડલૂમ વારસો પ્રદર્શિત કરે છે


આ મહોત્સવ 24 જુલાઈથી 7 ઓગસ્ટ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

प्रविष्टि तिथि: 24 JUL 2026 7:24PM by PIB Ahmedabad

વસ્ત્ર મંત્રાલય, ભારત સરકારના ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડલૂમ) ની ઓફિસ દ્વારા સેન્ટ્રલ કોટેજ ઈન્ડસ્ટ્રીઝ એમ્પોર્ટોરિયમ (CCIE), જનપથ, નવી દિલ્હી ખાતે 'વીવ્ઝ ઓફ ઈન્ડિયા' ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 7મી ઓગસ્ટે ઉજવાનારા 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ ની ઉજવણીના ભાગરૂપે આ મહોત્સવ 24 જુલાઈથી 7 ઓગસ્ટ 2026 સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

આ મહોત્સવ ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથશાળ પરંપરાઓની એક વિશેષ ઉજવણી રજૂ કરે છે, જે દેશભરના 116 વારસા સ્વરૂપ વણાટ નું પ્રતિનિધિત્વ કરતી અસાધારણ હાથવણાટની કૃતિઓને એકસાથે લાવે છે. તે મુલાકાતીઓને ભારતીય વણકરોની પેઢીઓ દ્વારા સાચવી રાખવામાં આવેલી અસાધારણ કારીગરી, કલાત્મક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે.

આ પ્રદર્શનમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મણિપુર, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર તથા ત્રિપુરા સહિત અન્ય રાજ્યોની પ્રખ્યાત વણાટ પરંપરાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મુલાકાતીઓ બનારસી, જામદાની, કાંચીપુરમ સિલ્ક, સંબલપુરી ઇકત, પૈઠણી, કાની પશ્મીના, બાવનબુટી, કોટપાડ, ઇલકલ, કાસરગોડ, હિમરૂ અને રિશા સહિતની પ્રતિકાત્મક હાથશાળ પરંપરાઓને માણી શકે છે, જેમાંની દરેક પોતાના પ્રદેશની અનન્ય સાંસ્કૃતિક ઓળખ અને ટેક્સટાઇલ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.

ઉત્કૃષ્ટ કાપડ દર્શાવવા ઉપરાંત, આ મહોત્સવનો ઉદ્દેશ્ય ટકાઉ, નૈતિક અને કારીગર-સંચાલિત ઉત્પાદન પ્રણાલીઓ વિશે વધુ જાગૃતિ લાવવાની સાથે અધિકૃત હાથવણાટના ઉત્પાદનો પ્રત્યે જાહેર પ્રશંસાને મજબૂત કરવાનો છે. તે માસ્ટર વણકરો, ડિઝાઇનરો, કલેક્ટર્સ, ખરીદદારો, સંશોધકો અને જાહેર જનતા વચ્ચે સંવાદ માટેનું એક મૂલ્યવાન પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.

ભારત સરકાર કારીગરો માટે સતત સહકાર, ડિઝાઇન નવીનતા, માર્કેટ વિકાસ અને ગ્રાહક જાગૃતિ દ્વારા દેશના સમૃદ્ધ હાથશાળ વારસાને જાળવવા, પ્રોત્સાહિત કરવા અને પુનઃજીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 'વીવ્ઝ ઓફ ઈન્ડિયા' ફેસ્ટિવલ ભારતની જીવંત ટેક્સટાઇલ પરંપરાઓની ઉજવણી કરીને અને નાગરિકોને દેશના હાથશાળ કારીગરોને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરીને આ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ મહોત્સવ સેન્ટ્રલ કોટેજ ઈન્ડસ્ટ્રીઝ એમ્પોર્ટોરિયમ, જનપથ, નવી દિલ્હી ખાતે 24 જુલાઈથી 7 ઓગસ્ટ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો છે. જાહેર જનતાના સભ્યોને ભારતના હાથવણાટ વારસાની કાલાતીત સુંદરતા અને અજોડ કલાત્મકતાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2289209) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu