ખાતર વિભાગ
પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય તણાવ વચ્ચે સરકારે ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા વ્યાપક પગલાં લીધાં
વૈવિધ્યસભર વૈશ્વિક સોસિંગ, લાંબા ગાળાના પુરવઠાની વ્યવસ્થા અને સતત દેખરેખથી ખાતરની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ
મહત્વપૂર્ણ ઔદ્યોગિક રસાયણોનો પુરવઠો સુરક્ષિત કરવા માટે કન્ટિજન્સી પગલાં પણ અમલમાં મુકાયા
प्रविष्टि तिथि:
24 JUL 2026 4:01PM by PIB Ahmedabad
પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય સંઘર્ષમાંથી ઉદ્ભવતા વિક્ષેપો છતાં ભારત સરકારે દેશની ખાતર સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા અને ખાતરની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. 2025-26 દરમિયાન સંઘર્ષે ખાતર અને મુખ્ય કાચા માલ માટેની વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર કરી હતી, જેના પરિણામે ઉંચા નૂર (ભાડું) અને વીમા ખર્ચ, શિપમેન્ટમાં વિલંબ અને ભાવમાં અસ્થિરતા જોવા મળી હતી. એમોનિયા, ફોસ્ફોરિક એસિડ અને સલ્ફરની ભારતની આયાત ખાસ કરીને પ્રભાવિત થઈ હતી, જ્યારે વૈશ્વિક લોજિસ્ટિક્સ વિક્ષેપોને કારણે પોટાશની આયાતમાં લેન્ડેડ ખર્ચ વધુ જોવા મળ્યો હતો. આ પડકારો છતાં, વૈવિધ્યસભર સોસિંગ અને સમયસર સરકારી હસ્તક્ષેપ દ્વારા દેશમાં ખાતરની ઉપલબ્ધતા મોટે ભાગે પર્યાપ્ત રહી હતી.
વૈશ્વિક સપ્લાય ચેઇન વિક્ષેપોમાંથી ઉદ્ભવતા જોખમોને ઘટાડવા માટે સરકારે આયાત સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાના સતત પ્રયાસો કર્યા છે. લેવામાં આવેલા પગલાંમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ખાતર પુરવઠાની સુરક્ષા મજબૂત કરવા માટે ભારતીય ખાતર કંપનીઓ અને વિદેશી સપ્લાયર્સ વચ્ચે લાંબા ગાળાના વ્યાવસાયિક કરારોને સુવિધાજનક બનાવવું.
- વિવિધ દેશોમાંથી પુરવઠાના વિકલ્પ સ્ત્રોતોની ઓળખ કરવા અને શોધવા માટે વિદેશમાં ભારતીય મિશનો સાથે જોડાણ કરવું, જેનાથી મર્યાદિત સંખ્યાના સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટે અને ખાતર સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા મજબૂત થાય.
- પારદર્શક ભાવ શોધ સુનિશ્ચિત કરવા, વૈશ્વિક સપ્લાયર્સ સાથે વાટાઘાટો કરવાની શક્તિ સુધારવા અને કાચા માલની સમયસર ઉપલબ્ધતા સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગના સભ્યોના કન્સોર્ટિયમ દ્વારા ખાતર ઉદ્યોગ દ્વારા એમોનિયા અને સલ્ફર જેવા ખાતરો અને કાચા માલની ખરીદી.
સમયસર અને પર્યાપ્ત ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકાર દરેક વાવણીની સીઝનમાં એક મજબૂત પ્રણાલી અમલમાં મૂકવાનું ચાલુ રાખે છે. દરેક સીઝન શરૂ થાય તે પહેલાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW), રાજ્ય સરકારોની સલાહથી, રાજ્યવાર અને મહિનાવાર ખાતરની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરે છે. આ અંદાજોના આધારે, ખાતર વિભાગ માસિક સપ્લાય પ્લાન જારી કરે છે, ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ સિસ્ટમ (iFMS) દ્વારા ખાતરની અવરજવર પર સતત નજર રાખે છે, અને ઉપલબ્ધતાની સમીક્ષા કરવા અને જ્યાં પણ જરૂર હોય ત્યાં સુધારાત્મક પગલાં લેવા માટે રાજ્યના કૃષિ અધિકારીઓ સાથે નિયમિતપણે સાપ્તાહિક વિડીયો કોન્ફરન્સ યોજે છે. રાજ્યોની અંદર ખાતરનું વિતરણ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.
આ પગલાંના પરિણામે, નાણાકીય વર્ષ 2025-26 તેમજ ચાલુ ખરીફ 2026 સીઝન દરમિયાન સમગ્ર દેશમાં યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકેએસની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવામાં આવી છે. ખાતરની જરૂરિયાત, ઉપલબ્ધતા, વેચાણ અને આખરી સ્ટોક અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
સમગ્ર ભારત
ચાલુ ખરીફ 2026 દરમિયાન ખાતરોની સ્થિતિ (01.04.26 થી 19.07.26 સુધી)
(આંકડા LMT માં)
|
ક્રમ
|
ઉત્પાદન
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
DBT વેચાણ
|
19.07.26 ના રોજ આખરી સ્ટોક
|
|
1
|
યુરિયા
|
109.40
|
163.78
|
94.78
|
69.01
|
|
2
|
ડીએપી
|
31.57
|
39.54
|
22.82
|
16.72
|
|
3
|
એમઓપી
|
10.06
|
13.81
|
5.20
|
8.63
|
|
4
|
એનપીકેએસ
|
48.48
|
84.57
|
39.36
|
45.21
|
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ખાતરોની સ્થિતિ
|
ક્રમ
|
ઉત્પાદન
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
DBT વેચાણ
|
31.03.26 ના રોજ આખરી સ્ટોક
|
|
1
|
યુરિયા
|
381.45
|
450.79
|
396.60
|
54.22
|
|
2
|
ડીએપી
|
110.42
|
121.72
|
100.80
|
20.93
|
|
3
|
એમઓપી
|
26.82
|
30.58
|
22.56
|
8.01
|
|
4
|
એનપીકેએસ
|
158.49
|
198.97
|
150.37
|
48.59
|
- અનુકૂળ ઉપલબ્ધતાનો પ્રાથમિક સૂચક: ઉપલબ્ધતા > જરૂરિયાત
- અનુકૂળ ઉપલબ્ધતાનો દ્વિતીયક સૂચક: ઉપલબ્ધતા > વેચાણ
વધુમાં, ફોસ્ફેટિક અને પોટાશિક (P&K) ખાતરોના સંદર્ભમાં, સરકારે 01.04.2010 થી ન્યુટ્રિઅન્ટ બેઝ્ડ સબસીડી (NBS) યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ, P&K ખાતરો ઓપન જનરલ લાયસન્સ (OGL) હેઠળ આવરી લેવામાં આવ્યા છે, અને કંપનીઓ તેમની વ્યાપારી ગતિશીલતા અનુસાર આ ખાતરોની આયાત/ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે, જે પર્યાપ્ત પુરવઠો જાળવી રાખવા માટે સુગમતા પૂરી પાડે છે.
સરકારે પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષમાંથી ઉદ્ભવતા અમુક સપ્લાય ચેઇન જોખમોની ઓળખ કરી છે, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં વપરાતા ઔદ્યોગિક રસાયણો અને ફીડસ્ટોક્સ અંગે. આમાં આઇસોપ્રોપિલ આલ્કોહોલ (IPA), એમોનિયા અને મેથેનોલ વગેરે કાચા માલની અસ્થાયી અછત અને ભાવ વધારાનો સમાવેશ થાય છે. આ જોખમોને ઘટાડવા અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનની નિરંતરતા સુનિશ્ચિત કરવા માટે સરકારે અનેક આકસ્મિક પગલાં લીધાં છે. આમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંકલનમાં આઇસોપ્રોપિલ આલ્કોહોલ (IPA) અને પ્રોપીલીન ગ્લાયકોલની ઉપલબ્ધતા સુધારવા માટે પ્રોપીલીનની ફાળવણી સરળ બનાવવી, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વધારાના એમોનિયાના પુરવઠામાં સુવિધા પૂરી પાડવી અને હાલના વેપારીઓ દ્વારા સુધારેલ મેથેનોલ પુરવઠો સુરક્ષિત કરવો તથા સ્થાનિક ઉત્પાદકોના સંકલનમાં પુરવઠા વિકલ્પોમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
સરકાર ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, વોટર ટ્રીટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો સહિતના મહત્વપૂર્ણ ઉત્પાદન ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા ઔદ્યોગિક રસાયણોની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઇન પર સતત નજર રાખે છે. પશ્ચિમ એશિયાની કટોકટીમાંથી ઉદ્ભવતા વિકસતી ભૂ-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યાપક ઉપયોગ ધરાવતા 40 આવશ્યક કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી 15 જુલાઈ 2026 સુધી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રસાયણોની આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા લિનિયર આલ્કિલ બેન્ઝીન (LAB), બ્યુટાઇલ એક્રિલેટ અને મોર્ફોલાઇન પર ગુણવત્તા નિયંત્રણ આદેશો (QCOs) ના સ્થગિત કરવા માટે પણ સરકારે પગલાં લીધાં છે.
આ માહિતી કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2289156)
आगंतुक पटल : 12