રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મુસાફરોની સુરક્ષા અને સલામતી સુદ્રઢ કરવા 3,215 રેલવે સ્ટેશનો અને 13,409 પેસેન્જર કોચમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવી


ઉત્તર રેલવે 425 સ્ટેશનો પર CCTV કવરેજ સાથે સૌથી આગળ, ત્યારબાદ પશ્ચિમ રેલવે (391) અને પૂર્વ રેલવે (271)

CCTV-સજ્જ પેસેન્જર કોચમાં 1,735 કોચ સાથે પશ્ચિમ રેલવે ટોચ પર, ત્યારબાદ ઉત્તર રેલવે (1,483) અને દક્ષિણ રેલવે (1,481)

તમામ કાર્યાન્વિત વંદે ભારત અને અમૃત ભારત ટ્રેન રેક CCTV કેમેરાથી સજ્જ

प्रविष्टि तिथि: 24 JUL 2026 4:17PM by PIB Ahmedabad

મુસાફરોની સુરક્ષા વધારવા અને સુરક્ષા સર્વેલન્સને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર ભારતીય રેલવે નેટવર્કમાં રેલવે સ્ટેશનો, પેસેન્જર કોચ અને અન્ય રેલવે પરિસરોમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ્સ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. CCTV સર્વેલન્સ સિસ્ટમ્સ સ્થાપિત કરવાની કામગીરી તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવી રહી છે. તમામ કાર્યાન્વિત વંદે ભારત અને અમૃત ભારત ટ્રેન રેક પહેલેથી જ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં, 3,215 રેલવે સ્ટેશનો અને 13,409 પેસેન્જર કોચમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવી છે. ઝોન વાઇઝ વિગતો નીચે મુજબ છે:

ક્રમ

રેલવે ઝોન

CCTV સિસ્ટમ ધરાવતા સ્ટેશનોની સંખ્યા

કેમેરા સજ્જ કોચની સંખ્યા

1.

મધ્ય રેલવે

240

1384

2.

પૂર્વ રેલવે

271

1288

3.

પૂર્વ મધ્ય રેલવે

237

617

4.

પૂર્વ કોસ્ટ રેલવે

80

601

5.

ઉત્તર રેલવે

425

1483

6.

ઉત્તર મધ્ય રેલવે

141

339

7.

ઉત્તર પૂર્વ રેલવે

93

758

8.

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે

94

410

9.

ઉત્તર પશ્ચિમ રેલવે

35

261

10.

દક્ષિણ રેલવે

140

1481

11.

દક્ષિણ મધ્ય રેલવે

30

947

12.

સાઉથ કોસ્ટ રેલવે

202

415

13.

દક્ષિણ પૂર્વ રેલવે

197

665

14.

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે

145

303

15.

દક્ષિણ પશ્ચિમ રેલવે

195

452

16.

પશ્ચિમ રેલવે

391

1735

17.

પશ્ચિમ મધ્ય રેલવે

170

270

18.

મેટ્રો રેલવે, કોલકાતા

57

---

19.

કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ

72

---

કુલ

 

3215

13409

CCTV સર્વેલન્સ સિસ્ટમોની સ્થાપના એક સતત અને ચાલુ પ્રક્રિયા છે. સ્ટેશનો પર સ્થાપિત CCTV કેમેરાઓમાં AI આધારિત વિડિયો એનાલિટિક્સ સુવિધાઓ, જેમ કે ઘૂસણખોરીની ઓળખ (Intrusion Detection), શંકાસ્પદ રીતે લાંબા સમય સુધી રોકાણની ઓળખ (Loitering Detection) અને પડી ગયેલી વ્યક્તિની ઓળખ (Fallen Person Detection) ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2023થી 2025 દરમિયાન તથા જૂન, 2026 સુધીમાં આવી AI આધારિત વ્યવસ્થાઓ દ્વારા સુરક્ષા સંબંધિત 9,840 ઘટનાઓની ઓળખ કરવામાં આવી છે.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2288894) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada