યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

MY Bharatએ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમની પહોંચ વધારવા માટે લગભગ એક લાખ યુવાનોને સુવિધા પૂરી પાડી

प्रविष्टि तिथि: 23 JUL 2026 3:24PM by PIB Ahmedabad

યુવાનોની રોજગારી ક્ષમતા વધારવા અને ઉદ્યોગોની ભાગીદારીને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સહયોગથી યુવા બાબતોના વિભાગે મેરા યુવા ભારત (MY Bharat) ના માધ્યમથી, માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ અને દેશવ્યાપી સ્વયંસેવક નેટવર્ક દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) માટે જાગૃતિ અને એકત્રિકરણની સુવિધા પૂરી પાડી છે.

આ સહયોગના ભાગરૂપે, માય ભારત પોર્ટલ પર એક સમર્પિત પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ વોલન્ટિયર ઓપર્ચ્યુનિટી પ્રકાશિત કરવામાં આવી છે, જે દેશભરના પાત્ર યુવાનોને યોજના વિશે જાણવા અને નોંધણી તથા અરજી કરવા માટે PMIS પોર્ટલ પર સીધા પહોંચવાની સુવિધા આપે છે.

આ પહેલમાં દેશભરના યુવાનોની ઉત્સાહજનક ભાગીદારી જોવા મળી છે. 16.07.2026 સુધીમાં, અરજીની નોંધણી માટે માય ભારત પોર્ટલ પર પ્રકાશિત PMIS વોલન્ટિયર ઓપર્ચ્યુનિટી દ્વારા કુલ 98,632 યુવાનોને PMIS પોર્ટલ પર પુનઃનિર્દેશિત (Redirected) કરવામાં આવ્યા છે. પુનઃનિર્દેશિત યુવાનોની રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રમાણે વિગતો પરિશિષ્ટમાં આપવામાં આવી છે.

પહોંચને વધુ મજબૂત કરવા અને યુવાનો તથા ઉદ્યોગો વચ્ચે સીધા વાર્તાલાપને સરળ બનાવવા માટે, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) એ માય ભારત સાથે ભાગીદારીમાં ભાગીદાર કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી ઇન્ટર્નશિપની તકો સાથે યુવાનોને જોડવા માટે ત્રણ આઉટરીચ અને ઇન્ટર્નશિપ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પે ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે સીધા જોડાણને સક્ષમ બનાવ્યું, જેનાથી યુવાનોને ઉપલબ્ધ ભૂમિકાઓ વિશે જાણવામાં, ઉદ્યોગની અપેક્ષાઓ સમજવામાં અને અરજીની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ મળી. ઉપરોક્ત કેમ્પમાં ભાગીદારીની વિગતો નીચે મુજબ છે:-

ક્રમ

સ્થળ

ભાગ લેનાર યુવાનોની સંખ્યા

1

ચેન્નાઈ (તમિલનાડુ)

600+

2

પુણે (મહારાષ્ટ્ર)

90

3

દંતેવાડા (છત્તીસગઢ)

800+

આઉટરીચ અને એકત્રિકરણના પ્રયાસો દ્વારા સમર્થિત દેશવ્યાપી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગ ઇન્ટર્નશિપની તકો મેળવવા માટે યુવાનોને એક સંરચિત માર્ગ પૂરો પાડીને માય ભારત અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય વચ્ચેનો સહયોગ કૌશલ્યપૂર્ણ અને રોજગારયોગ્ય ભારત (Skilled and Employable Bharat) ના વિઝનને આગળ ધપાવે છે. તે વધુ જાગૃતિ લાવવામાં સરળતા ઊભી કરે છે, ઇન્ટર્નશિપની તકો સુધી પહોંચનો વિસ્તાર કરે છે અને યુવાનો, ઉદ્યોગ અને સરકારની પહેલો વચ્ચેના જોડાણને મજબૂત કરે છે. આ પ્રયાસો યુવાનોની રોજગારી ક્ષમતા વધારવામાં યોગદાન આપે છે અને ભારતના યુવાનોને કૌશલ્યપૂર્ણ, ભવિષ્ય માટે તૈયાર અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે સક્ષમ બનાવીને વિકસિત ભારત@2047 ના વિશાળ વિઝનને ટેકો આપે છે.

પરિશિષ્ટ (ANNEXURE)

16.07.2026 ના રોજ માય ભારત પ્લેટફોર્મ પરથી PMIS પોર્ટલ પર પુનઃનિર્દેશિત થયેલા યુવાનોની રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વાઇઝ વિગતો:

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

PMIS VO દ્વારા યુવાનોની સંખ્યા

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

58

આંધ્રપ્રદેશ

8,475

અરૂણાચલ પ્રદેશ

137

અસમ

3,075

બિહાર

4,418

ચંડીગઢ

349

છત્તીસગઢ

2,664

દિલ્હી

4,911

ગોવા

258

ગુજરાત

3,351

હરિયાણા

3,813

હિમાચલ પ્રદેશ

915

જમ્મુ અને કાશ્મીર

2,139

ઝારખંડ

1,527

કર્ણાટક

3,306

કેરળ

2,680

લડાખ

66

લક્ષદ્વીપ

5

મધ્યપ્રદેશ

5,034

મહારાષ્ટ્ર

10,213

મણિપુર

113

મેઘાલય

240

મિઝોરમ

55

નાગાલેન્ડ

179

ઓડિશા

1,975

પુડુચેરી

224

પંજાબ

1,792

રાજસ્થાન

4,988

સિક્કિમ

125

તમિલનાડુ

7,125

તેલંગાણા

4,729

દાદરા અને નાગર હવેલી અને દમણ અને દીવ

131

ત્રિપુરા

623

ઉત્તર પ્રદેશ

10,838

ઉત્તરાખંડ

1,584

પશ્ચિમ બંગાળ

5,093

યુવાનો દ્વારા રાજ્ય દર્શાવવામાં આવ્યું નથી

1,424

કુલ

98,632

ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2288361) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam