શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કોઈપણ કાર્યકર પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ: હૈદરાબાદમાં 12મી BRICS લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર્સ મીટિંગમાં ડૉ. મનસુખ માંડવિયા


ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલી હવે 100 કરોડ લોકોને આવરી લે છે, તેમ આઈઆરઓ (ILO) ના ડાયરેક્ટર જનરલે સ્વીકાર્યું

બ્રિક્સ (BRICS) દેશોએ શ્રમ અને રોજગાર અંગેના ઐતિહાસિક જાહેરનામાનો સ્વીકાર કર્યો

બ્રિક્સ દેશો વચ્ચે તકનીકી સહયોગ, જ્ઞાનના આદાન-પ્રદાન અને ક્ષમતા નિર્માણને મજબૂત કરવા ભારતે 'BRICS CONNECT' નું અનાવરણ કર્યું

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન, 'પીપલ-સેન્ટ્રિક' (લોક-કેન્દ્રી) અભિગમ અને ' હ્યુમેનિટી ફર્સ્ટ' (માનવતા પ્રથમ) ની ભાવનાથી પ્રેરિત છે: ડૉ. માંડવિયા

બ્રિક્સ ફોરમ ગ્લોબલ સાઉથ માટે વ્યવહારુ, સર્વસમાવેશી અને લોક-કેન્દ્રી ઉકેલો ઘડવાની એક અનોખી તક પૂરી પાડે છે, તેમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું

प्रविष्टि तिथि: 15 JUL 2026 5:29PM by PIB Ahmedabad

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ હૈદરાબાદમાં બ્રિક્સ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર્સ મીટિંગ (શ્રમ અને રોજગાર પ્રધાનોની બેઠક) સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં કામના ભવિષ્યને આકાર આપતા મુખ્ય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે પ્રધાનો, પ્રતિનિધિમંડળના વડાઓ, બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, કામદારો અને એમ્પ્લોયર્સ (નિયોક્તા) ના સંગઠનો અને નોલેજ પાર્ટનર્સ એકઠા થયા હતા.

આ બેઠક ભારતના અધ્યક્ષપદની થીમ, "બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" હેઠળ બોલાવવામાં આવી હતી અને સામાજિક સુરક્ષા, શ્રમ બજારનું ઔપચારિકરણ (ફોર્મલાઇઝેશન), મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી, કૌશલ્ય વિકાસ અને સર્વસમાવેશી તેમજ સ્થિતિસ્થાપક શ્રમ બજારો માટે ડિજિટલ તકનીકોના ઉપયોગના ક્ષેત્રોમાં સામૂહિક કાર્યવાહીને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

I. મુખ્ય પ્રવચન

એક લોક-કેન્દ્રી અધ્યક્ષતા

હૈદરાબાદમાં પ્રતિનિધિમંડળોનું સ્વાગત કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતની અધ્યક્ષતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત છે, જેને 'પીપલ-સેન્ટ્રિક' અભિગમ અને 'હ્યુમેનિટી ફર્સ્ટ' ની ભાવના સાથે આગળ વધારવામાં આવી છે. ભારતની પોતાની સુધારા યાત્રા પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે નવેમ્બર 2025 માં 29 જૂના શ્રમ કાયદાઓને ચાર આધુનિક લેબર કોડ્સ (શ્રમ સંહિતાઓ) માં એકીકૃત કર્યા છે, જે એક સીમાચિહ્નરૂપ સુધારો છે જે ભારતના 1.4 બિલિયન નાગરિકો માટે કાર્યકર-કેન્દ્રી ઇકોસિસ્ટમ બનાવે છે.

મંત્રીએ નોંધ્યું હતું કે ઇ-શ્રમ (e-Shram) પોર્ટલે 317 મિલિયન થી વધુ નોંધાયેલા અસંગઠિત કામદારો માટે અનન્ય ઓળખ, ડી-ડુપ્લિકેશન અને કલ્યાણકારી લાભોની સીમલેસ પહોંચ સક્ષમ બનાવી છે. નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ, તેમણે જણાવ્યું કે, જોબ-મેચિંગ, સ્કિલ્સ મેપિંગ અને કાઉન્સેલિંગને જોડે છે, જેમાં ભારતના ડિજિટલ પ્લેટફોર્મની લવચીક ડિઝાઇન પ્લેટફોર્મ વર્કર્સ જેવા નવા કાર્યકર વર્ગોમાં સેવાઓનો ઝડપી વિસ્તાર કરવાની મંજૂરી આપે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતે મોરેશિયસ સહિતના ભાગીદાર દેશો સાથે પણ આ ટેકનોલોજી વહેંચી છે. ડૉ. માંડવિયાએ પોતાના કુશળ, ભવિષ્ય માટે તૈયાર માનવબળને ઉભરતી વૈશ્વિક તકો સાથે જોડીને આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા (લેબર મોબિલિટી) ને મજબૂત કરવા માટેની ભારતની સતત પહેલો પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભારત આજે 2,100 થી વધુ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ધરાવે છે જે 2.35 મિલિયન વ્યાવસાયિકોને રોજગારી આપે છે અને વાર્ષિક આશરે 98 બિલિયન ડોલરની આવક પેદા કરે છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિક્સ ઉત્પાદક અને સમાનતાવાળા કામના ભવિષ્યને આકાર આપવાની જવાબદારી ધરાવે છે. "આ ફોરમ ગ્લોબલ સાઉથ માટે વ્યવહારુ, સર્વસમાવેશી અને લોક-કેન્દ્રી હોય તેવા ઉકેલો ઘડવાની એક અનોખી તક પૂરી પાડે છે," તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

II. દિવસની કાર્યવાહી

આઈએલઓ (ILO) ના ડાયરેક્ટર જનરલનો સંદેશ

આ સંમેલનને આપેલા તેમના વિડિયો સંદેશમાં, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના ડાયરેક્ટર જનરલે બ્રિક્સ એજન્ડાના કેન્દ્રમાં શ્રમ અને રોજગારને રાખવા માટે ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ડાયરેક્ટર જનરલે ભારતની મજબૂત સામાજિક સુરક્ષા ઇકોસિસ્ટમ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી, જેણે છેલ્લા દાયકામાં ઝડપી વિસ્તરણ જોયું છે. "ILO ના ચાલુ અંદાજો અનુસાર, ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલી હવે 1 બિલિયન લોકો સુધી પહોંચી ગઈ છે. આ સીમાચિહ્ન એવા પાઠ આપે છે જે દક્ષિણ-દક્ષિણ (South-South) સહયોગ દ્વારા શેર કરી શકાય છે," તેમ તેમણે તેમના સંદેશમાં જણાવ્યું હતું.

જાહેરનામાનો સ્વીકાર; BRICS CONNECT નો પ્રારંભ

આ બેઠકનું એક મોટું પરિણામ બ્રિક્સ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર્સ ડિક્લેરેશન (જાહેરનામું) નો સ્વીકાર હતો, જે યોગ્ય કામને પ્રોત્સાહન આપવા, સામાજિક સુરક્ષા પ્રણાલીઓને મજબૂત કરવા, રોજગારી ક્ષમતા વધારવા, સર્વસમાવેશી વૃદ્ધિને ટેકો આપવા અને શ્રમ તથા રોજગાર ક્ષેત્રે સહકારને વધુ ઊંડો કરવા માટે બ્રિક્સ દેશોની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ જાહેરનામાએ સામાન્ય શ્રમ બજારના પડકારોનો સામનો કરવા માટે બ્રિક્સ સભ્યો વચ્ચે દક્ષિણ-દક્ષિણ સહયોગ, પરસ્પર શિક્ષણ અને વ્યવહારિક સહયોગના મહત્વને પુનઃપુષ્ટ કર્યું છે.

  • પ્રાધાન્યતા 1 (સામાજિક સુરક્ષાને આગળ વધારવી અને શ્રમ બજારોનું ઔપચારિકરણ) હેઠળ: સભ્ય દેશો સામાજિક સુરક્ષા કવચના વિસ્તરણમાં સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરવા સંમત થયા છે અને સભ્યો પોતપોતાની પરિસ્થિતિઓ, પ્રાધાન્યતાઓ અને ક્ષમતાઓના આધારે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત સ્તરો અનુસાર વર્તમાન સ્તરોથી સામાજિક સુરક્ષા કવચનો ઉત્તરોત્તર વિસ્તાર કરવાનો પ્રયાસ કરશે.
  • પ્રાધાન્યતા 2 (વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી અને સમાવેશને વધારવો) હેઠળ: સભ્ય દેશો એવી નીતિગત રૂપરેખાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ થયા છે જે કૌશલ્ય વિકાસ, પેરેન્ટલ લીવ (પિતૃત્વ/માતૃત્વ રજા) નીતિઓ અને કાર્યસ્થળ પર ઉત્પીડન તેમજ ભેદભાવ સામે રક્ષણની વિસ્તૃત પહોંચ દ્વારા મહિલાઓને સશક્ત બનાવે છે, જ્યારે જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને ભાગીદારીને વધારવા તરફ પણ કામ કરશે.
  • પ્રાધાન્યતા 3 (રોજગાર ક્ષમતા, કૌશલ્ય મેપિંગ અને વિકાસ પર સહયોગ) હેઠળ: સભ્ય દેશોએ બ્રાઝિલ સાથે મળીને ભારત કન્ટ્રીબ્યુશન સાથે ILO દ્વારા હાથ ધરાઈ રહેલા 'ઇન્ટરનેશનલ રેફરન્સ ક્લાસિફિકેશન ઓફ ઓક્યુપેશન્સ' પરના ચાલી રહેલ ફિઝિબિલિટી સ્ટડીની નોંધ લીધી હતી અને મુખ્ય ક્ષેત્રો—ડિજિટલ, કેર અને ગ્રીનમાં પાઇલટ પ્રોજેક્ટમાં ભાગીદારી માટે સભ્ય દેશોને પ્રોત્સાહિત કર્યા હતા.
  • પ્રાધાન્યતા 4 (ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત તમામ કાર્યકરો માટે ડિજિટલ તકનીકોનો લાભ લેવો) હેઠળ: સભ્ય દેશો જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાન માટે તકો ઊભી કરવા, આપણી ડિજિટલ નવીનતાઓ પ્રદર્શિત કરવા અને વ્યાપક પરામર્શ, સંયુક્ત યોગદાન અને વહેંચાયેલા લાભો સાથે પીઅર લર્નિંગ તેમજ દક્ષિણ-દક્ષિણ અને ત્રિકોણીય સહયોગ દ્વારા સંક્રમણના પડકારોને હળવા કરવામાં મદદ કરવા માટે સાથે મળીને કામ કરશે.

આ બેઠકમાં ભારત દ્વારા પ્રસ્તાવિત પહેલ 'BRICS CONNECT' નો પ્રારંભ પણ જોવા મળ્યો હતો, જે બ્રિક્સ દેશો વચ્ચે તકનીકી સહયોગ, જ્ઞાનનું આદાન-પ્રદાન અને ક્ષમતા નિર્માણને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ સંસ્થાકીય પહેલ છે. તે શ્રમ બજારની માહિતીમાં સુધારો કરવા, કૌશલ્યોની આગાહીને ટેકો આપવા અને ભવિષ્યના કૌશલ્યો, ડિજિટલ રોજગાર સેવાઓ, સામાજિક સુરક્ષા અને શ્રમ બજારના સુધારાઓ પર સહયોગની સુવિધા આપવાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવા અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે સહયોગી પ્લેટફોર્મ તરીકે કામ કરે તેવી અપેક્ષા છે. સભ્ય દેશોએ આ પહેલને બ્રિક્સ સહયોગને નીતિગત સંવાદથી આગળ વધારીને પગલાં લક્ષી, દેશ-સંચાલિત સહયોગ તરફ લઈ જવાના પગલા તરીકે આવકારી હતી.

રાષ્ટ્રીય નિવેદનો અને શ્રેષ્ઠ પ્રથાઓની વહેંચણી

બેઠક દરમિયાન, બ્રિક્સ દેશોના પ્રતિનિધિમંડળોએ પોતપોતાની પ્રાધાન્યતાઓ, સિદ્ધિઓ અને નીતિગત અભિગમો પર પ્રકાશ પાડતા રાષ્ટ્રીય નિવેદનો રજૂ કર્યા હતા. ઇન્ડોનેશિયાએ કૌશલ્ય વિકાસ, અનૌપચારિક કામદારો માટે સામાજિક સુરક્ષા, નોકરી ગુમાવવાની સુરક્ષા અને મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ તેમજ અંતરિયાળ વિસ્તારોના સમુદાયો માટે સર્વસમાવેશી રોજગારીની તકોના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઈરાને બ્રિક્સ માળખામાં સંવાદ અને સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. યુએઈ (UAE) એ ખાનગી ક્ષેત્રની ભાગીદારી, ચપળ નિયમન, વૈશ્વિક પ્રતિભા માટે નિખાલસતા અને શ્રમ વહીવટ માટે ડિજિટલ તકનીકો તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ પર આધારિત તેના શ્રમ બજારના સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પણ BRICS CONNECT ને એક સંસ્થાકીય નવીનતા તરીકે ગણાવી હતી જે સહયોગને નીતિગત સંવાદથી આગળ વધારીને વધુ ઉત્પાદક, સર્વસમાવેશી અને સમાન એવા સામાન્ય શ્રમ બજાર તરફ લઈ જાય છે.

ઇથોપિયાએ માંગ આધારિત વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂક્યો હતો, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં 1 મિલિયન નોકરીઓનું સર્જન કરવાનો છે, અને બ્રિક્સ ભાગીદારો પાસેથી શીખીને દક્ષિણ-દક્ષિણ સહયોગની ભાવનામાં વહેંચાયેલા ઉદ્દેશ્યો પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી. રશિયાએ બેરોજગારીના દરમાં ઘટાડો, ક્ષેત્રના ડિજિટલાઇઝેશન અને ચૂકવણી માટે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન દાખલ કરવા અંગેની તેની પ્રગતિ શેર કરી હતી. બ્રાઝિલે તેના માઇક્રો-ઇન્ટર્નશિપ પ્રોગ્રામ પર પ્રકાશ પાડ્યો હતો જે લાખો કામદારોને લાભ પહોંચાડે છે અને AI પર વિસ્તૃત સહયોગ માટે હાકલ કરી હતી. ચીને પ્લેટફોર્મ ઇકોનોમી અને કામના નવા સ્વરૂપોના ઉદય પર ભાર મૂક્યો હતો અને સર્વસંમતિ તેમજ જાહેરનામાના સ્વીકારને આવકાર્યો હતો.

આ બેઠકમાં શ્રેષ્ઠ પ્રથાઓ પર એક સમર્પિત ટેકનિકલ સત્ર પણ સામેલ હતું, જ્યાં સભ્ય દેશોએ વ્યવહારિક અનુભવો અને રાષ્ટ્રીય નવીનતાઓ શેર કરી હતી. કામદારો અને એમ્પ્લોયર્સના પ્રતિનિધિઓએ પણ ચર્ચામાં યોગદાન આપ્યું હતું, જેમાં સામાજિક ન્યાય, યોગ્ય કામ, માનવીય ગૌરવ, માનવ-કેન્દ્રી તકનીક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમામ માટે સામાજિક સુરક્ષા, લાભોની પોર્ટેબિલિટી, સતત અપસ્કિલિંગ (કૌશલ્ય વર્ધન), અગાઉના શિક્ષણની માન્યતા અને કામના ભવિષ્યમાં મહિલાઓની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

III. સમાપન નોંધ

તેમના સમાપન પ્રવચનમાં, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બેઠકમાં અપનાવવામાં આવેલા જાહેરનામાને સામૂહિક પ્રયાસોની સફળ પૂર્ણાહુતિ ગણાવી હતી અને આ કાર્યવાહીને માર્ગદર્શન આપતી સર્વસંમતિની ભાવનાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, “અમે એવા મજબૂત શ્રમ બજારોના નિર્માણ માટે આત્મવિશ્વાસુ અને પ્રતિબદ્ધ છીએ જે ઔપચારિક, સર્વસમાવેશી, જેન્ડર-રિસ્પોન્સિવ (લિંગ-સંવેદનશીલ), ડિજિટલ રીતે સશક્ત અને ભવિષ્ય માટે તૈયાર હોય, જે સુનિશ્ચિત કરે કે કોઈ પણ કાર્યકર પાછળ ન રહી જાય.”

તકનીકી વિચાર-વિમર્શને ટેકો આપવા અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવવામાં ILO, ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન (ISSA), અને યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર્સ Office (UNRCO) સહિતના આંતરરાષ્ટ્રીય નોલેજ પાર્ટનર્સના મૂલ્યવાન યોગદાનને પણ પ્રેસિડેન્સી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

જાહેરનામાનો સફળ સ્વીકાર અને BRICS CONNECT નો પ્રારંભ શ્રમ અને રોજગારના ક્ષેત્રમાં બ્રિક્સ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. બેઠક એક એવા કાર્ય વિશ્વ તરફ સામૂહિક રીતે કામ કરવાનું ચાલુ રાખવાના વહેંચાયેલા સંકલ્પ સાથે સમાપ્ત થઈ જે સામાજિક ન્યાય, યોગ્ય રોજગાર, નવીનતા, સ્થિતિસ્થાપકતા અને તમામ માટે સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2285057) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil