ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
MeitY અને ડ્રોન ફેડરેશન ઇન્ડિયાએ 'NIDAR 2.0' શરૂ કર્યું
NIDAR 2.0 વિદ્યાર્થીઓને ભારતમાં બનેલી ચિપ દ્વારા સંચાલિત વધુ સ્માર્ટ ડ્રોન બનાવવા માટે પડકાર આપે છે
વિદ્યાર્થીઓની ટીમો માટે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન, ક્લાઉડ ક્રેડિટ્સ, સોફ્ટવેર સપોર્ટ અને ઇન્ટર્નશિપની સાથે ₹65 લાખથી વધુનું પ્રાઇઝ પૂલ ઓફર કરે છે
प्रविष्टि तिथि:
13 JUL 2026 6:31PM by PIB Ahmedabad
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ડ્રોન ફેડરેશન ઇન્ડિયા (DFI) ના સહયોગથી આજે 'સ્વયાન' (SwaYaan) પહેલ હેઠળ 'નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ' ની બીજી આવૃત્તિ (NIDAR 2.0, 2026-27) શરૂ કરી છે. આ કાર્યક્રમ ઇલેક્ટ્રોનિક્સ નિકેતન, નવી દિલ્હી ખાતે હાઇબ્રિડ મોડમાં યોજાયો હતો, જેમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સરકારી પ્રતિનિધિઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ પ્રત્યક્ષ અને ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
MeitY ના સચિવ શ્રી એસ. ક્રિષ્નને NIDAR 2.0 માટેના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ, પોસ્ટર અને રૂલબુક (નિયમપુસ્તિકા) લોન્ચ કર્યા હતા. ત્યારબાદ MeitY ના અધિક સચિવ અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના સીઈઓ શ્રી અમિતેશ કુમાર સિન્હાએ વિશેષ સંબોધન કર્યું હતું. MeitY ના સાયન્ટિસ્ટ જી અને ગ્રુપ કોઓર્ડિનેટર શ્રીમતી તુલિકા પાંડે અને DFI ના પ્રમુખ શ્રી સ્મિત શાહે પણ સભાને સંબોધિત કરી 'સ્વયાન કેપેસિટી બિલ્ડિંગ' પહેલ અને 'NIDAR 2.0' ચેલેન્જના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં MeitY, નાગરિક ઉડ્ડયન, સંરક્ષણ અને ગૃહ મંત્રાલય, DGCA, સશસ્ત્ર દળો અને અગ્રણી શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે બોલતા શ્રી એસ. ક્રિષ્નને જણાવ્યું હતું કે, “NIDAR 2.0 આપણા વિદ્યાર્થીઓને માત્ર ડ્રોન ઉડાડવાને બદલે ડ્રોનનું મગજ (બ્રેઇન) બનાવવા તરફ લઈ જાય છે. જ્યારે ડ્રોનનું મગજ ભારતના પોતાના 'વેગા' (VEGA) પ્રોસેસર પર ચાલશે, ત્યારે આપણે માત્ર એન્જિનિયરોને જ તાલીમ નથી આપી રહ્યા, પરંતુ આપણે એક આત્મનિર્ભર ડ્રોન ઉદ્યોગનો પાયો નાખી રહ્યા છીએ. વેગા પ્રોસેસર ડિજિટલ ઇન્ડિયા RISC-V (DIR-V) પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે વિદેશી ચિપ ડિઝાઇન્સ અને તેમની લાયસન્સિંગ ફી પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે MeitY દ્વારા ચલાવવામાં આવતી એક પહેલ છે.”
નિડાર 2025-26 ની પ્રથમ આવૃત્તિ માર્ચ 2025 માં શરૂ કરવામાં આવી હતી. તેમાં 22 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને 109 શહેરોના 3,448 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમણે આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) અને ચોક્કસ ખેતી (પ્રિસિઝન એગ્રિકલ્ચર) માટે ઓટોનોમસ ડ્રોન સોલ્યુશન્સ બનાવ્યા હતા. નેવું ટીમો ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી જેમાંથી ચોવીસ ટીમોએ કુલ ₹40 લાખના ઈનામો જીત્યા હતા.
NIDAR 2.0 પડકારના સ્તરને વધુ ઊંચું લઈ જાય છે. તે પરંપરાગત એરફ્રેમ્સથી હટીને ઓટોનોમસ સિસ્ટમ્સ, સ્વદેશી એવિઓનિક્સ અને કોર ડ્રોન ઘટકો (કમ્પોનન્ટ્સ)પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ચેલેન્જ બે ટ્રેક હેઠળ ચલાવવામાં આવે છે.
ટ્રેક 1, ડ્રોન ઇનોવેશન, વિદ્યાર્થીઓની ટીમોને સંપૂર્ણ સ્વાયત્ત સ્વાર્મ ડ્રોન બનાવવા માટેનું કામ સોંપે છે જે કોઈપણ બાહ્ય સંચાર નેટવર્ક વિના આપત્તિગ્રસ્ત વિસ્તારમાં બચેલા લોકોને શોધી શકે અને તબીબી પાર્સલ પહોંચાડી શકે. તે ટીમોને GPS-રહિત (GPS-denied) ડ્રોન વિકસાવવા માટે પણ પડકાર આપે છે જે ઔદ્યોગિક નિરીક્ષણ માટે મર્યાદિત ઇન્ડોર જગ્યાઓમાં નેવિગેટ કરી શકે.
ટ્રેક 2, કમ્પોનન્ટ ઇનોવેશન, ટીમોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ કરીને વેગા (VEGA) પ્રોસેસરની આસપાસ બનેલ સ્વદેશી ફ્લાઇટ કંટ્રોલર અને ઓટોપાયલટ ડિઝાઇન કરવાનો પડકાર આપે છે. તકનીકી મૂલ્યાંકન પછી, ટોચની 100 ટીમોમાંથી દરેકને વિકાસ, પરીક્ષણ અને સંકલન માટે બે વેગા પ્રોસેસર કિટ્સ પ્રાપ્ત થશે.
વેગા પ્રોસેસર એ ઓપન-સ્ટાન્ડર્ડ RISC-V આર્કિટેક્ચર પર આધારિત, MeitY ના માઇક્રોપ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી માઇક્રોપ્રોસેસર્સનો સમૂહ છે. આ પ્રોસેસરને કમ્પોનન્ટ ઇનોવેશન ટ્રેકના કેન્દ્રમાં રાખીને, NIDAR 2.0 વિદ્યાર્થીઓને ભારતીય ડ્રોનની કંટ્રોલ સિસ્ટમ્સ ભારતમાં બનેલી ચિપ્સ પર બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
વ્યાપક વ્યાપને અનુરૂપ, NIDAR 2.0 માટે પ્રાઇઝ પૂલ વધીને ₹65 લાખથી વધુ થઈ ગયો છે. વિજેતા ટીમોને કોર્પોરેટ ઇન્ટર્નશિપ, ઇન્ક્યુબેશન સપોર્ટ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્રેડિટ્સ પણ પ્રાપ્ત થશે જેથી તેઓ તેમના પ્રોટોટાઇપને વ્યાપારી ઉત્પાદનોમાં ફેરવી શકે. સિવિલિયન અને ડિફેન્સ (સંરક્ષણ) ડ્રોન્સ મોટાભાગની સમાન કોર ટેક્નોલોજી શેર કરે છે. તેથી, નિડારમાંથી ઉભરી આવતા વિચારો આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047 ના લક્ષ્યોને અનુરૂપ, નાગરિક અને સંરક્ષણ બંને એપ્લિકેશનોને મજબૂત બનાવી શકે છે.
સ્વયાન (SwaYaan) વિશે અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (ડ્રોન અને સંલગ્ન તકનીકો) માં માનવ સંસાધન વિકાસ માટે ક્ષમતા નિર્માણ
જુલાઈ 2022 માં MeitY દ્વારા પાંચ વર્ષમાં આશરે ₹89.87 કરોડના ખર્ચ સાથે મંજૂર કરાયેલી 'સ્વયાન' પહેલ, ભારતના ડ્રોન ક્ષેત્ર માટે જરૂરી કુશળ કાર્યબળનું નિર્માણ કરે છે. તે પાંચ કાર્ય વિષયો: એરોમિકેનિક્સ, ડ્રોન ઇલેક્ટ્રોનિક્સ, GNC એલ્ગોરિધમ્સ અને સિમ્યુલેશન, ડ્રોન એપ્લિકેશન્સ અને સંલગ્ન UAS ટેક્નોલોજીસ હેઠળ IISc, IITs, IIITs, NITs, C-DAC અને NIELIT સહિત 30 અગ્રણી સંસ્થાઓના હબ-એન્ડ-સ્પોક (Hub-and-Spoke) મોડેલ દ્વારા ચાલે છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 51,000 થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. તેણે ડ્રોન ટેક્નોલોજીમાં એમ.ટેક (M.Tech) અને માઇનર ડિગ્રી પ્રોગ્રામ્સ, રેટ્રોફિટિંગ ઇલેક્ટિવ્સ, ઓનલાઇન અભ્યાસક્રમો, સંશોધન પત્રો અને પેટન્ટ્સને પણ સમર્થન આપ્યું છે. નિડાર તેનું ફ્લેગશિપ ઇનોવેશન પ્લેટફોર્મ છે. વધુ વિગતો માટે, https://swayaan.meity.gov.in ની મુલાકાત લો.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2284306)
आगंतुक पटल : 7