કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે; મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે
કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ કૃષિ, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેડૂતોના કલ્યાણ અંગે ઉચ્ચ સ્તરીય મંત્રણા કરશે
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના, પીએમએફબીવાય, વિકસિત ભારત–જી રામ જી યોજના, ગ્રામીણ રસ્તાઓ અને આવાસ પહેલોની વ્યાપક સમીક્ષા કરશે
શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન શણના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને લખપતિ દીદીઓ સાથે સીધો સંવાદ કરશે
प्रविष्टि तिथि:
13 JUL 2026 2:22PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 13-14 જુલાઈ, 2026 ના રોજ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી સાથે કૃષિ અને ગ્રામીણ વિકાસ અંગે મહત્વની ચર્ચા કરશે, આ ઉપરાંત શણના ખેડૂતો અને સ્વયં સહાય જૂથો (સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ) ની મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે.
શ્રી ચૌહાણ 13 જુલાઈની સાંજે કોલકાતા પહોંચશે અને ત્યાંથી સીધા મુખ્યમંત્રીના નિવાસ્થાને જશે. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે યોજાનારી રાત્રિભોજન બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ યોજનાઓ, ગ્રામીણ રસ્તાઓ, આવાસ અને રોજગાર સહિતના મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સહયોગ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
14 જુલાઈના રોજ, કોલકાતાના ન્યૂ સેક્રેટરિએટ બિલ્ડિંગ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, સંબંધિત રાજ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય મંત્રીની સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
બેઠક દરમિયાન, કેન્દ્રીય ટીમ પીએમ-કિસાન, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના, લઘુત્તમ ટેકાના ભાવની કામગીરી, વિકસિત ભારત–જી રામ જી, ગ્રામીણ રસ્તાઓ અને આવાસ પહેલો તેમજ પંચાયતી રાજ સંસ્થાઓને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ સહિતના મુખ્ય ફ્લેગશિપ કાર્યક્રમોની સ્થિતિ રજૂ કરશે. રાજ્યમાં કૃષિ વૃદ્ધિ અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટેના ભવિષ્યના રોડમેપ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
ત્યારબાદ બપોર પછી, શ્રી ચૌહાણ બેરકપુર ખાતે આવેલી આઇસીએઆર–સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર જૂટ એન્ડ અલાઇડ ફાઇબર્સ (ICAR–CRIJAF) ની મુલાકાત લેશે, જ્યાં તેઓ શણના ખેડૂતો અને સ્વયં સહાય જૂથોની મહિલાઓ સાથે સંવાદ કરશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શણની ખેતીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે તેમની પાસેથી સીધા જ સાંભળશે, જેમાં શણને સડાવવાની પ્રક્રિયા, પાણીની ઉપલબ્ધતા, જંતુ અને રોગ વ્યવસ્થાપન, ઉત્પાદન ખર્ચ અને બજારના ભાવોનો સમાવેશ થાય છે. શણની મૂલ્ય શૃંખલામાં ખેડૂતોનો હિસ્સો વધારવાના ઉપાયો પર પણ ચર્ચા કેન્દ્રિત કરવામાં આવશે.
ICAR-CRIJAF ના વૈજ્ઞાનિકો શણની સુધારેલી જાતોનું પ્રદર્શન કરશે અને આધુનિક રેટિંગ તકનીકો, જળ સંરક્ષણ પદ્ધતિઓ તેમજ સરળ પ્રોસેસિંગ અને માર્કેટિંગ તકનીકો દર્શાવશે. ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, ઘરગથ્થુ આવક વધારવા અને ગામડાઓમાં ટકાઉ રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા સ્વયં સહાય જૂથોને શણ આધારિત ઉત્પાદનો અને મૂલ્યવર્ધનની તકો વિશે પણ માહિતગાર કરવામાં આવશે.
રાજ્યના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય પરામર્શ તેમજ શણના પટ્ટામાં ખેડૂતો સાથે સીધા જોડાણ ધરાવતી આ બે દિવસીય મુલાકાત દ્વારા, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ બંગાળમાં કૃષિ અને ગ્રામીણ વિકાસને તેની નીતિગત પ્રાથમિકતાઓમાં મોખરે રાખવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી રહી છે.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2284074)
आगंतुक पटल : 10