સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય 14 જુલાઈએ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ત્રીજા NAMASTE દિવસની ઉજવણી કરશે
સફાઈ કર્મચારીઓનું સન્માન કરવા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
પોસ્ટેડ ઓન:
11 JUL 2026 4:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય 14 જુલાઈએ ત્રીજા નમસ્તે (NAMASTE) દિવસની ઉજવણી કરશે, જે વર્ષ 2023 માં નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE) યોજનાની શરૂઆતના ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે.
મુખ્ય કાર્યક્રમ, દિવ્ય કલા મેળાની સાથે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રવીન્દ્ર સદન ખાતે યોજાશે, જ્યારે આ જ સમયે દેશભરની શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માં સમાંતર કાર્યક્રમો યોજવામાં આવશે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિઓ, નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFDC) અને અન્ય મહાનુભાવો પણ ભાગ લે તેવી અપેક્ષા છે.
નમસ્તે દિવસ પર, શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) સફાઈ કર્મચારીઓના કલ્યાણ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરશે, જેમાં વ્યવસાયિક સુરક્ષા તાલીમ, આરોગ્ય તપાસ કેમ્પ, સરકારી યોજનાઓના લાભો આપવાની સુવિધા, મિકેનાઇઝ્ડ (યાંત્રિક) સફાઈ સાધનો અને સુરક્ષા ગિયરનું પ્રદર્શન, તેમજ સફાઈ કર્મચારીઓના યોગદાન બદલ તેમનું સન્માન કરવાનો સમાવેશ થાય છે.
નમસ્તે દિવસ સફાઈ કર્મચારીઓ—જેમાં સીવર અને સેપ્ટિક ટેન્ક કર્મચારીઓ, કચરો વીણનારાઓ અને ભૂતપૂર્વ હાથથી સફાઈ કરનારાઓ (મેન્યુઅલ સ્કેવેન્જર્સ) સામેલ છે—તેમના જાહેર આરોગ્ય અને પર્યાવરણીય સ્વચ્છતાના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે તેમનું સન્માન કરવા સમર્પિત છે. આ ઉજવણી મિકેનાઇઝ્ડ સફાઈ, કૌશલ્ય વિકાસ, રક્ષણાત્મક સાધનો અને ટકાઉ રોજગારીની તકો દ્વારા તેમની સુરક્ષા, ગૌરવ અને આજીવિકા સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉજવણી દેશભરમાં સુરક્ષિત, સમાવેશી અને ગૌરવપૂર્ણ સફાઈ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની સાથે ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોના કલ્યાણને પ્રાથમિકતા આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ દિવસ મિકેનાઇઝ્ડ સફાઈને પ્રોત્સાહન આપીને, જોખમી સફાઈ પદ્ધતિઓ નાબૂદ કરીને, રક્ષણાત્મક સાધનો ઉપલબ્ધ કરાવીને, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકાની તકો પૂરી પાડીને તેમની સુરક્ષા, ગૌરવ અને સુખાકારી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને બળ આપે છે.
નમસ્તે દિવસ સફાઈ કર્મચારીઓના અધિકારો અને કલ્યાણ વિશે જનજાગૃતિ લાવવા, તેમના પ્રદાન પ્રત્યે સન્માન વધારવા અને તમામ માટે સુરક્ષિત, સમાવેશી તેમજ ગૌરવપૂર્ણ સફાઈ ઇકોસિસ્ટમ બનાવવાનો દેશનો સંકલ્પ પુનઃવ્યક્ત કરવાનો એક અવસર પણ પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સફાઈ કર્મચારીઓને સામાજિક અને આર્થિક રીતે મજબૂત કરવાની સાથે તેમનું ગૌરવ, સુરક્ષા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2023-24 માં નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE) યોજના શરૂ કરી હતી.
નમસ્તે યોજનાનું અપેક્ષિત પરિણામ સફાઈ કાર્યમાં શૂન્ય મૃત્યુદર (ઝીરો ફેટાલિટી) હાંસલ કરવાનું છે; સફાઈ કર્મચારીઓનો માનવ મળ સાથેનો સીધો સંપર્ક નાબૂદ કરવો; સફાઈની તમામ કામગીરી સુરક્ષા ઉપકરણો દ્વારા કરવી; તમામ સફાઈ કાર્ય કુશળ કર્મચારીઓ દ્વારા કરાવવું; મિકેનાઇઝ્ડ સફાઈ સેવાઓની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ (ERSUs) ને મજબૂત અને સક્ષમ બનાવવા અને સ્વ-સહાય જૂથો (SHGs) ની રચના તેમજ ઉદ્યોગસાહસિકતા વગેરે દ્વારા સફાઈ કર્મચારીઓનું સશક્તિકરણ કરવાનું છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2283666)
મુલાકાતી સંખ્યા : 61