કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
azadi ka amrit mahotsav

"આજના ક્લાસરૂમ્સ આવતીકાલની નોકરીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવા જોઈએ": શ્રી જયંત ચૌધરી


પીએમ-સેતુ (PM-SETU) હેઠળ સુરત આઈટીઆઈ (ITI) ક્લસ્ટરની જાહેરાત; આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ₹240 કરોડની ઉદ્યોગ-આગળવાનીવાળી કૌશલ્ય પહેલનું નેતૃત્વ કરશે

प्रविष्टि तिथि: 10 JUL 2026 7:35PM by PIB Ahmedabad

કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક કાર્યબળના પરિવર્તન માટેના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલામાં, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ 'પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઈટીઆઈ' PM-SETU યોજના હેઠળ યોજાયેલી ચોથી નેશનલ સ્ટીયરીંગ કમિટી (NSC)ની બેઠક દરમિયાન ગુજરાતના સુરત આઈટીઆઈ (ITI) ક્લસ્ટરની મંજૂરીની જાહેરાત કરી હતી. ક્લસ્ટર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)ના એન્કર ઈન્ડસ્ટ્રી પાર્ટનર (AIP) તરીકે અને તેમના શૈક્ષણિક ભાગીદાર નામટેક (NAMTECH)ના નેતૃત્વ હેઠળ, ગુજરાતમાં અમલીકરણ માટે મંજૂર કરાયેલા સૌપ્રથમ મોટા PM-SETU પ્રોજેક્ટ્સમાંનો એક બન્યો છે.

પ્રસંગે બોલતા મંત્રી શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં કૌશલ્ય વિકાસના એક નવા મોડલના ઉદયના સાક્ષી બની રહ્યા છીએ, જ્યાં ઉદ્યોગ માત્ર એક રિક્રુટર (નોકરી આપનાર) નથી, પરંતુ પ્રતિભાનો સહ-નિર્માતા (કો-ક્રિએટર) પણ છે. PM-SETU હેઠળ સુરત ક્લસ્ટરની મંજૂરી આપણી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે આજના ક્લાસરૂમ્સ આવતીકાલની નોકરીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવા જોઈએ. પ્રકારની ભાગીદારી દ્વારા, અમે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ધરાવતી સંસ્થાઓનો પાયો નાખી રહ્યા છીએ જે આગામી દાયકાઓ સુધી ભારતના ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને ઇનોવેશનની મહત્વાકાંક્ષાઓને ઊર્જા/બળ આપી શકે છે.”

મંજૂરી રાજ્ય સરકારો અને અગ્રણી ઉદ્યોગો વચ્ચેની મજબૂત ભાગીદારી દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને ઉદ્યોગ-સંચાલિત, ભવિષ્ય માટે તૈયાર શ્રેષ્ઠતાના કેન્દ્રોમાં પરિવર્તિત કરવાના PM-SETUના વિઝનને આગળ વધારવામાં એક મોટું પગલું છે. ગુજરાત રાજ્ય સ્ટીયરીંગ કમિટી દ્વારા દરખાસ્તના સફળ તકનીકી મૂલ્યાંકન અને મંજૂરી બાદ રાષ્ટ્રીય સ્તરે નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે.

મંજૂર કરાયેલા હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ, આઈટીઆઈ સુરત હબ સંસ્થા તરીકે સેવા આપશે, જેને 4 સ્પોક સંસ્થાઓ - આઈટીઆઈ સુરત (મહિલા), આઈટીઆઈ હજીરા, આઈટીઆઈ બારડોલી અને આઈટીઆઈ સચિન દ્વારા સહયોગ આપવામાં આવશે. ક્લસ્ટર ગુજરાતના ઔદ્યોગિક વિકાસના માર્ગ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, સ્ટીલ, એન્જિનિયરિંગ, પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ્સ અને ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી જેવા ક્ષેત્રોની બદલાતી કાર્યબળની જરૂરિયાતોને અનુરૂપ એક વ્યાપક કૌશલ્ય ઇકોસિસ્ટમ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ભારતના સૌથી મોટા સંકલિત સ્ટીલ ઉત્પાદકોમાંના એક, AM/NS ઇન્ડિયા પહેલમાં વ્યાપક ઓપરેશનલ સ્કેલ, ઉદ્યોગ કુશળતા, કૌશલ્ય ક્ષમતાઓ અને સંસ્થાકીય ભાગીદારી લાવે છે. કંપની હાલમાં એક મજબૂત કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમ ચલાવે છે જેમાં ઉદ્યોગ-સંકલિત લર્નિંગ સિસ્ટમ્સ, એપ્રેન્ટિસશિપ-લિંક્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, ઇન્ડસ્ટ્રી 4.0 પહેલો, ડિજિટલ સ્કિલિંગ પ્લેટફોર્મ્સ અને નામટેક (NAMTECH) સહિતની અગ્રણી શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ સાથેના સહયોગનો સમાવેશ થાય છે.

મંજૂર કરાયેલા સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના ભાગ રૂપે, સુરત ક્લસ્ટર 5 વર્ષમાં આશરે ₹240 કરોડના બજેટ ખર્ચની અપેક્ષા રાખે છે. આધુનિકીકરણના પ્રયાસો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, અદ્યતન પ્રયોગશાળાઓ (લેબોરેટરીઝ) અને વર્કશોપ્સ, ડિજિટલ લર્નિંગ સિસ્ટમ્સ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, અભ્યાસક્રમનું આધુનિકીકરણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ અને ઉદ્યોગ-સંચાલિત ગવર્નન્સ મિકેનિઝમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રોજેક્ટ 5 વર્ષમાં અંદાજે 25,000 તાલીમાર્થીઓની નોંધણીનું લક્ષ્ય રાખે છે અને અપગ્રેડ કરાયેલા તથા નવા શરૂ કરાયેલા કાર્યક્રમોમાં 3,528 વધારાની તાલીમ બેઠકો ઊભી થવાની અપેક્ષા છે. ક્લસ્ટર હાલના ટ્રેડ્સને અપગ્રેડ કરશે, ઉભરતી ટેકનોલોજીને અનુરૂપ નવા લાંબા ગાળાના કાર્યક્રમો રજૂ કરશે, અને ક્ષેત્રના યુવાનો માટે રોજગારીની તકો અને એપ્રેન્ટિસશિપની તકો સુધારવા માટે ઉદ્યોગ-લક્ષી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો શરૂ કરશે.

વિકાસ અંગે વાત કરતા, AM/NS ઈન્ડિયા અને તેના શૈક્ષણિક ભાગીદાર નામટેકના પ્રતિનિધિઓએ મંજૂરીને આવકારી હતી અને ઉદ્યોગ-સંચાલિત ભાગીદારી દ્વારા ભારતના કૌશલ્ય એજન્ડાને સમર્થન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. AM/NS ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી સીટીઓ શ્રી સંતોષ મુંધડાએ જણાવ્યું હતું કે, પહેલ સ્થાનિક સમુદાયોને મજબૂત કરવાની સાથે અને યુવાનો માટે રોજગારીની તકો વધારવાની સાથે ભવિષ્ય માટે તૈયાર ટેલેન્ટ પાઇપલાઇન બનાવવાના AM/NS ઈન્ડિયાના વ્યાપક વિઝન સાથે સુસંગત છે.

સુરત ક્લસ્ટરની મંજૂરી દેશભરમાં PM-SETUના અમલીકરણની વધતી ગતિને વધુ મજબૂત બનાવે છે અને કૌશલ્ય ઇકોસિસ્ટમને આકાર આપવામાં ઉદ્યોગોની વધતી જતી ભૂમિકા દર્શાવે છે. ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની કાર્યબળની જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકારી સહયોગ, ઉદ્યોગ નેતૃત્વ અને સંસ્થાકીય શ્રેષ્ઠતાને સંયોજિત કરતા સહયોગી કૌશલ્ય મોડલ્સ માટે તે એક બેન્ચમાર્ક તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે.

PM-SETU વિશે

PM-SETU ભારત સરકારની એક ફ્લેગશિપ યોજના છે જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ-સંચાલિત હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા સરકારી આઈટીઆઈ ને પરિવર્તિત કરવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરવાનો, ઉદ્યોગો સાથેનું જોડાણ મજબૂત કરવાનો અને રોજગારીના પરિણામોમાં સુધારો કરવાનો છે. ₹60,000 કરોડના કુલ કાર્યક્રમ ખર્ચ સાથે, યોજના 1000 આઈટીઆઈને અપગ્રેડ કરીને અને 5 એનસીઓઈ (NCOEs) વિકસાવીને ભારતની વિકાસની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવા સક્ષમ ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરે છે.

SM/JD


(रिलीज़ आईडी: 2283456) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil