મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કોચીમાં બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગનો પ્રારંભ થયો
ભારતે બ્રિક્સમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પર પ્રકાશ પાડ્યો
प्रविष्टि तिथि:
08 JUL 2026 6:33PM by PIB Ahmedabad
ભારતની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા 2026 હેઠળ આજે કોચીમાં બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગનો પ્રારંભ થયો હતો, જેમાં સહયોગને મજબૂત કરવા, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને સમાવેશી, સ્થિતિસ્થાપક તેમજ ટકાઉ વિકાસ માટે સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા માટે બ્રિક્સ સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ એકત્રિત થયા છે.

આ બેઠક 6-7 જુલાઈ 2026 ના રોજ યોજાયેલી બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠક પર આધારિત છે, જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ બ્રિક્સ વિમેન ટ્રેક હેઠળના અગ્રતા ધરાવતા ક્ષેત્રો પર ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રી સ્તરની આ બેઠકે બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવા અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને આગળ વધારવા માટે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થિતિસ્થાપક અર્થતંત્રો અને સમાજોના નિર્માણમાં મહિલાઓનું નેતૃત્વ કેન્દ્ર સ્થાને છે, અને તેમણે ભારતની અધ્યક્ષતાની થીમ — "બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" (સ્થિતિસ્થાપકતા, ઇનોવેશન, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ) હેઠળ બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે વધુ ગાઢ સહયોગ માટે આહવાન કર્યું હતું.
આ બેઠકનું મહત્વનું પરિણામ ચોથી બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગના સંયુક્ત નિવેદન (જોઇન્ટ સ્ટેટમેન્ટ) નો સ્વીકાર હતો, જે બ્રિક્સ વિમેન ટ્રેકમાં લાંબા ગાળાના સહયોગને મજબૂત કરશે.
ભારતની અધ્યક્ષતા હેઠળ શરૂ કરાયેલા નીચેના બે લક્ષ્યાંકો (ડિલિવરેબલ્સ) ને બ્રિક્સ સભ્ય દેશો દ્વારા આવકારવામાં આવ્યા હતા:
- બ્રિક્સ વિમેન ડિજિટલ રેપોઝીટરી ઓફ બેસ્ટ પ્રેક્ટિસિસ: બ્રિક્સ દેશોના શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોનું દસ્તાવેજીકરણ કરતું એક સહિયારું જ્ઞાન પ્લેટફોર્મ; અને
- બ્રિક્સ વિમેન ડિજિટલ કેપેસિટી બિલ્ડિંગ ગાઇડલાઇન્સ: બ્રિક્સ સમુદાયમાં સંસ્થાકીય ભાગીદારી, ડિજિટલ શિક્ષણ અને ક્ષમતા નિર્માણના વિસ્તરણ માટેનો એક રોડમેપ.
આ બંને પહેલો સાથે મળીને નીતિગત શિક્ષણ, સંસ્થાકીય સહયોગ અને મહિલા સશક્તિકરણ માટેના સફળ હસ્તક્ષેપોના વિસ્તરણ માટે વ્યવહારુ મિકેનિઝમ્સ તૈયાર કરીને બ્રિક્સ સહયોગને માત્ર સંવાદથી આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે.
મંત્રી સ્તરીય કાર્યક્રમમાં નાણાકીય અને ડિજિટલ સમાવેશન, કૌશલ્ય વિકાસ, સાહસિકતા, નેતૃત્વ અને મહિલા સાહસિકતા પરની ચર્ચાઓમાં પ્રતિનિધિત્વ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસમાં ભારતના શ્રેષ્ઠ પ્રયાસો દર્શાવતા એક પ્રદર્શનની માર્ગદર્શિત મુલાકાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગના બીજા દિવસના કાર્યક્રમો આવતીકાલે કોચી ખાતે યોજાશે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2282585)
आगंतुक पटल : 17