ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 9 જુલાઈના રોજ ઓડિશાની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
08 JUL 2026 3:39PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન 9 જુલાઈ, 2026ના રોજ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભુવનેશ્વરની ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી (OUAT) ખાતે યોજાનારા ઊંડા સમુદ્રમાં મત્સ્ય સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે લેટર્સ ઑફ ઓથોરાઇઝેશન (LoAs) જારી કરવાના રાષ્ટ્રીય લોન્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન ડૉક્યુમેન્ટનું પણ વિમોચન કરશે.
ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ ભુવનેશ્વરના ખોર્ધા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NISER)ના 15મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2282443)
आगंतुक पटल : 23