નાણા મંત્રાલય
ECLGS 5.0 હેઠળ 4.11 લાખથી વધુ ગેરંટી આપવામાં આવી; ગેરંટીની રકમ ₹1.55 લાખ કરોડથી વધુ પર પહોંચી
આપવામાં આવેલી ગેરંટીમાંથી (સંખ્યાની દૃષ્ટિએ) 98% ગેરંટીનો લાભ MSMEને મળ્યો, જે વ્યવસાયો માટે મજબૂત લિક્વિડિટી સક્ષમ કરે છે
प्रविष्टि तिथि:
07 JUL 2026 1:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય કેબિનેટ દ્વારા 5 મે 2026ના રોજ મંજૂર કરવામાં આવેલી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) 5.0, પશ્ચિમ એશિયાની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત થયેલા વ્યવસાયોને ઝડપી અને મોટા પાયે નાણાકીય તરલતા સહાય પૂરી પાડી રહી છે. આ યોજના ધિરાણ આપતી સંસ્થાઓ માટે જોખમ ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેથી તેઓ લોન લેનારાઓને વધારાનું ધિરાણ આપી શકે, જેનાથી વ્યવસાયોને રોકડ પ્રવાહની સમસ્યાઓમાંથી બહાર આવવામાં અને કામગીરી ચાલુ રાખવામાં મદદ મળી રહે. એમએસએમઈની વધારાની લોન માટે 100% અને અન્ય વ્યાપાર ક્ષેત્રો માટે 90% ગેરંટી કવરેજ આપીને, આ યોજનાએ નાણાકીય સંસ્થાઓને વધુ આત્મવિશ્વાસ સાથે ધિરાણ આપવાની મંજૂરી આપી છે, જેથી જરૂરિયાતમંદ ક્ષેત્રો સુધી લિક્વિડિટી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય.
શરૂઆતમાં જ મજબૂત ગતિ
શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં, ECLGS 5.0 હેઠળ 4,11,497 ગેરંટી આપવામાં આવી છે, જેમાં ગેરંટી આપવામાં આવેલી રકમ ₹1,55,229 કરોડ સુધી પહોંચી ગઈ છે — જે સમગ્ર ધિરાણ ઇકોસિસ્ટમમાં આ યોજનાના ઝડપી સ્વીકારની નિશાની છે.
એમએસએમઈ (MSMEs) યોજનાના કેન્દ્રમાં
આ યોજનાના મૂળ હેતુ પ્રમાણે જ, તેનાથી ભારતના નાના વ્યવસાય ક્ષેત્રને જબરદસ્ત લાભ થયો છે:
- આપવામાં આવેલી તમામ ગેરંટીમાંથી (સંખ્યાની દૃષ્ટિએ) 98% ગેરંટીનો લાભ MSMEને મળ્યો છે.
- કુલ ગેરંટીકૃત રકમમાંથી 82% રકમ પણ MSME તરફ ગઈ છે.
દેશવ્યાપી આઉટરીચ (સંપર્ક) અભિયાન ચાલુ
જાગૃતિ અને સ્વીકારને મહત્તમ કરવા માટે, નાણાકીય સેવાઓ વિભાગ (DFS) એ દેશભરમાં એક વ્યવસ્થિત આઉટરીચ અભિયાનનું નેતૃત્વ કર્યું છે:
- તબક્કો 1: નવ સ્થળોએ 20.05.2026 થી 06.06.2026 ના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો હતો, જે નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની (NCGTC), પીએસબી એલાયન્સ (PSB Alliance), બેંકો, ઉદ્યોગ સંગઠનો અને સાહસોની સક્રિય ભાગીદારી સાથે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીઓ (SLBCs) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
- તબક્કો 2: હાલમાં 10 સ્થળોએ કાર્યરત છે, જેમાંથી 4 પૂર્ણ થઈ ગયા છે.
આ આઉટરીચ કાર્યક્રમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાત્રતા ધરાવતા લોન લેનારાઓ આ યોજના વિશે માહિતગાર થાય અને તેના લાભો મેળવી શકે, જ્યારે સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) તેના અસરકારક અમલીકરણની સુવિધા માટે સજ્જ બને.
ECLGS 5.0 ના પરિણામો એક સ્થિતિસ્થાપક અને પ્રતિભાવશીલ ક્રેડિટ ઇકોસિસ્ટમના નિર્માણ માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેમ જેમ આ યોજના આગળ વધશે અને તેનો વ્યાપ વિસ્તારવામાં આવશે, તેમ તેમ MSME સહિતના વ્યવસાયો માટે લિક્વિડિટી સપોર્ટ વધુ મજબૂત બનશે અને સાહસિકો બાહ્ય પડકારોના સમયમાં પોતાની લિક્વિડિટીની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ બનશે તેવી અપેક્ષા છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281954)
आगंतुक पटल : 16