માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ NHLML પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી; મલ્ટીમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલોને ઝડપથી પૂર્ણ કરવા આહ્વાન કર્યું
प्रविष्टि तिथि:
06 JUL 2026 2:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML)ની એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી અને દેશભરમાં વિકસાવવામાં આવી રહેલા મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs), રોપવે, ઇન્ટરમોડલ સ્ટેશનો અને વે સાઇડ એમિનિટીઝ (માર્ગની બાજુમાં ઉપલબ્ધ સુવિધાઓ) ની પ્રોજેક્ટ-સ્તરની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું.
બેઠક દરમિયાન, મંત્રી શ્રીએ ભવિષ્ય માટે તૈયાર, સંકલિત પરિવહન ઇકોસિસ્ટમના નિર્માણમાં આ પરિવર્તનકારી પહેલોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ મલ્ટીમોડલ કનેક્ટિવિટીને મજબૂત કરશે, નવી આર્થિક તકોના દ્વાર ખોલશે, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે અને ભારતની એકંદર લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.
શ્રી ગડકરીએ પ્રોજેક્ટના અમલીકરણને અસર કરતા મુખ્ય પડકારોનું પણ મૂલ્યાંકન કર્યું હતું અને તમામ સંબંધિત હિતધારકોને અડચણોને અગ્રતાના ધોરણે ઉકેલવા તથા પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે, પરિવહન ખર્ચ ઘટશે અને મુસાફરો માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ આગળ ધપાવશે.


SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281582)
आगंतुक पटल : 26