ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં પ્રાર્થના કરવા માટે પ્રસ્થાન કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


શ્રી અમરનાથજી યાત્રા એ સનાતન સંસ્કૃતિમાં અડગ શ્રદ્ધા, અવિચળ ધીરજ, આત્મસંયમ અને ક્યારેય હાર ન માનવાના અદમ્ય જુસ્સાનું પવિત્ર પ્રતીક છે

મોદી સરકારે તીર્થયાત્રાના રૂટ પર મલ્ટી-લેયર સિક્યોરિટી ગ્રીડ, QR કોડ આધારિત રજીસ્ટ્રેશન અને શ્રદ્ધાળુઓના રહેવા, આરોગ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન માટે મજબૂત વ્યવસ્થાઓ ગોઠવી છે

प्रविष्टि तिथि: 03 JUL 2026 7:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં ભાગ લઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની તીર્થયાત્રા અને પૂજા અર્ચના માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. X પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “અમરનાથજી યાત્રા એ સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અડગ ભક્તિ, અવિચળ ધીરજ, સંયમ અને ક્યારેય પરાજય સ્વીકાર ન કરનારા અદમ્ય જુસ્સાનું પવિત્ર પ્રતીક છે. આજથી આ પવિત્ર યાત્રાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન અને પૂજા અર્ચના માટે જઈ રહેલા તમામ ભક્તોને મારી ઉત્તમ શુભેચ્છાઓ. મોદી સરકારે સમગ્ર રૂટ પર મલ્ટી-લેયર સિક્યોરિટી ગ્રીડ, QR કોડ આધારિત રજીસ્ટ્રેશન અને ભક્તોના રહેવા, આરોગ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન માટે મજબૂત સુવિધાઓ સહિતની ચુસ્ત વ્યવસ્થાઓ કરી છે, જેથી કરીને દરેક શ્રદ્ધાળુની યાત્રા સુરક્ષિત, સુગમ અને આનંદદાયક રહે. હર-હર મહાદેવ!”

SM/JY/JD


(रिलीज़ आईडी: 2280904) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Malayalam