સ્ટીલ મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્ટીલ મંત્રાલય 9મી જુલાઈના રોજ સ્ટીલ આયાતના મુદ્દાઓ પર ઓપન હાઉસ યોજશે

प्रविष्टि तिथि: 03 JUL 2026 3:28PM by PIB Ahmedabad

સ્ટીલ મંત્રાલય દ્વારા 9મી જુલાઈ 2026ના રોજ સ્ટીલ રૂમ, 3જો માળ, GPOA- 3, નેતાજી નગર, નવી દિલ્હી ખાતે સ્ટીલની આયાત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવશે. કંપનીઓ અને એસોસિએશનો ઉપરોક્ત વિષયો સંબંધિત તેમના મુદ્દાઓ આ ઓપન હાઉસમાં રજૂ કરી શકે છે. ઓપન હાઉસમાં ભાગ લેવા માટે, ઉપરોક્ત તારીખે કન્ફર્મ ટાઈમ સ્લોટ મેળવવા માટે tech-steel[at]nic[dot]in પર ઈ-મેઈલ મોકલી શકાય છે.

ઈ-મેઈલ મોકલતી વખતે નીચેની માહિતીનો સમાવેશ કરી શકાય છે:

    • કંપની/એસોસિએશનનું નામ
    • ઉદ્યોગ અને ઉત્પાદનનો પ્રકાર – ઓટો/એરોસ્પેસ/ટેલિકોમ/ડિફેન્સ, વગેરે.
    • મુદ્દો SIMS/SARAL SIMS/QCO EXEMPTION (ક્યુસીઓ મુક્તિ) સંબંધિત છે
    • જો કોઈ હોય તો SIMS/SARAL SIMS/QCO EXEMPTION અરજીનો સંદર્ભ
    • ટૂંકમાં મુદ્દો (મહત્તમ 50 શબ્દો)
    • ભાગ લેનાર વ્યક્તિનું નામ અને હોદ્દો (ત્રીજી પક્ષના પ્રતિનિધિત્વ - થર્ડ પાર્ટી રિપ્રેઝન્ટેશનની મંજૂરી નથી)ભાગ લેનારની સંપર્ક વિગતો (મોબાઈલ નંબર અને ઈ-મેઈલ)

ઓપન હાઉસ સવારે 11:00 AM થી સાંજના 5:00 PM દરમિયાન યોજાશે અને ચોક્કસ ટાઈમ સ્લોટ ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે. લોજિસ્ટિક પડકારોને કારણે વૉક-ઇન (પૂર્વ મંજૂરી વિના આવવું) શક્ય બનશે નહીં અને વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સંસ્થા દીઠ માત્ર એક જ પ્રતિનિધિને મંજૂરી છે.

એવી સલાહ આપવામાં આવે છે કે સ્ટીલની આયાત માટે SIMS/SARAL SIMS/QCO EXEMPTION સંબંધિત મુદ્દાઓ ધરાવતી કોઈપણ કંપની અથવા એસોસિએશન કન્ફર્મ ટાઈમ-સ્લોટ મેળવવા માટે 6 જુલાઈ 2026, સાંજે 4:00 PM સુધીમાં ઉપરોક્ત ઈ-મેઈલ પર તેમની વિનંતી મોકલી શકે છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2280738) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada