સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સુધારેલા ડ્રાફ્ટ નેશનલ ફાર્મસી કમિશન બિલ, 2026 પર હિતધારકો અને જનતાના અભિપ્રાયો આમંત્રિત કર્યા

प्रविष्टि तिथि: 01 JUL 2026 4:42PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર પરામર્શ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અને સૂચનોની તપાસ કર્યા પછી, નેશનલ ફાર્મસી કમિશન (NPC) ની સ્થાપના કરવા અને ફાર્મસી એક્ટ, 1948 ના સ્થાને નવો કાયદો લાવવા માટે પ્રસ્તાવિત ડ્રાફ્ટ નેશનલ ફાર્મસી કમિશન બિલ, 2026 ને સુધાર્યો છે. તદનુસાર, સુધારેલો ડ્રાફ્ટ નેશનલ ફાર્મસી કમિશન બિલ, 2026 આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર [ન્યૂઝ અને હાઇલાઇટ્સ વિભાગ હેઠળ (https://www.mohfw-dohfw.gov.in/static/uploads/2026/07/e09761311aa45a6e996226aa33b2d87f.pdf)] તારીખ 01.07.2026 ના રોજ જાહેર નોટિસ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.

આ નોટિસ પ્રસ્તાવિત કાયદાને વધુ સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય જનતા/હિતધારકોના અભિપ્રાયો મેળવવા માંગે છે. આ અંગેના અભિપ્રાયો e-mail દ્વારા so.ahssecn-mohfw[at]gov[dot]in પર અથવા પોસ્ટ દ્વારા અંડર સેક્રેટરી (AHS), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કર્તવ્ય ભવન-1, પ્રથમ માળ, એ-વિંગ ખાતે "Comments/Suggestions on the National Pharmacy Commission Bill, 2026" વિષય સાથે 31.07.2026 સુધી મોકલી શકાશે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2279916) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam