માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે NH (O) યોજના હેઠળ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર રૂ. 6969.67 કરોડના ખર્ચે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસવે (NH 248 BB) ને નેલ્સન મંડેલા માર્ગ, વસંત કુંજ સાથે જોડતા NH-148AE માટે 8.1 કિમીની કુલ પ્રોજેક્ટ લંબાઈ ધરાવતી 6 લેન રોડ ટનલના નિર્માણને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 01 JUL 2026 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે NH (O) યોજના હેઠળ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર 8.1 કિમીની કુલ પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 6969.67 કરોડની કુલ મૂડી ખર્ચે દ્વારકા એક્સપ્રેસવે (NH 248 BB) ને નેલ્સન મંડેલા માર્ગ, વસંત કુંજ સાથે જોડતા NH-148AE માટે 6 લેન રોડ ટનલના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

આ પ્રોજેક્ટ UER 2 /દ્વારકા એક્સપ્રેસવેને દક્ષિણ દિલ્હીમાં વસંત કુંજ સાથે જોડીને પશ્ચિમ અને દક્ષિણ દિલ્હી વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી ગુરુગ્રામ, દ્વારકા, આઈજીઆઈ (IGI) એરપોર્ટ અને પશ્ચિમ દિલ્હીથી દક્ષિણ દિલ્હી તરફ જતા ટ્રાફિકને વધુ ફાયદો થશે. અંડરગ્રાઉન્ડ ટ્વિન-ટ્યુબ ટનલ જમીન સપાટી પરના અવરોધોને ન્યૂનતમ કરે છે, જેથી સધર્ન રિજ ફોરેસ્ટ સુરક્ષિત રહેશે (ટનલનો 1.98 કિમીનો ભાગ આ રિજની નીચેથી પસાર થાય છે). NHAI દ્વારા AIIMS અને મહિપાલપુર વચ્ચે એલિવેટેડ કોરિડોર બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ લિંક ટનલને બારાપુલ્લા એલિવેટેડ રોડ સાથે જોડશે, જેનાથી પશ્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હી પૂર્વ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઇડા સાથે જોડાશે.

સૂચિત ટનલ રંગપુરી (દક્ષિણ દિલ્હી) રિજમાંથી પસાર થાય છે, જેને ટ્વિન-ટ્યુબ ટનલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે (જેનું નિર્માણ TBM દ્વારા કરવામાં આવશે). તે શિવમૂર્તિ ઇન્ટરચેન્જથી શરૂ થાય છે અને નેલ્સન મંડેલા માર્ગ તથા મહિપાલપુર છતરપુર રોડના ઇન્ટરસેક્શન પહેલાં સમાપ્ત થાય છે.

આ ઇન્ટરસેક્શન પર ભીડ ઓછી કરવા માટે નેલ્સન મંડેલા માર્ગ પર એક એલિવેટેડ રોડ (1.8 કિમી) બનાવવાનો પણ પ્રસ્તાવ છે. હાલના ફ્લાયઓવરની સાથે છતરપુરથી મહિપાલપુર તરફ વધારાનો ફ્લાયઓવર પણ પ્રસ્તાવિત છે. છતરપુર તરફ જમણી બાજુ વળતા ટ્રાફિકની સુવિધા માટે એલિવેટેડ યુ-ટર્ન (U Turn) નો પણ પ્રસ્તાવ છે.

મેઇન કેરેજવેની લંબાઈ 6.3 કિમી છે. મહિપાલપુર છતરપુર રોડ પર પ્રસ્તાવિત ફ્લાયઓવર અને એલિવેટેડ યુ-ટર્નને ધ્યાનમાં લેતા, પ્રોજેક્ટની કુલ લંબાઈ 8.100 કિમી છે, જેમાં 3.140 કિમી ટનલ, 0.980 કિમી ટનલ એપ્રોચ રેમ્પ, 0.554 કિમી RE વોલ સાથેનો એપ્રોચ, 2.556 કિમી એલિવેટેડ ભાગ અને 0.870 કિમી એટ-ગ્રેડ (સમતલ) રોડ સામેલ છે.

એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે નેશનલ હાઇવેના પ્રત્યેક લેન-કિલોમીટરના વિકાસથી દૈનિક સરેરાશ 264 માનવ-દિવસ પ્રત્યક્ષ રોજગારી અને સરેરાશ 55 માનવ-દિવસ પરોક્ષ રોજગારીનું સર્જન થાય છે. તેથી, આ પ્રોજેક્ટથી આશરે 7.54 લાખ માનવ-દિવસ પ્રત્યક્ષ રોજગારી અને 9.80 લાખ માનવ-દિવસ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આ સૂચિત હાઇ-સ્પીડ કોરિડોરની આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે આ પ્રોજેક્ટ રોજગારીની વધારાની તકો પણ પ્રેરિત કરશે.

શિવમૂર્તિ ઇન્ટરચેન્જ/દ્વારકા એક્સપ્રેસવે અને નેલ્સન મંડેલા માર્ગ/વસંત કુંજ વચ્ચેની સૂચિત ટનલ માટે પ્રોજેક્ટ સંરેખણ નકશો:

SM/DK/JD


(रिलीज़ आईडी: 2279838) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam