પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હૂલ દિવસ પર બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
30 JUN 2026 6:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૂલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહેનારા સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની વાર્તા દેશવાસીઓના હૃદયમાં નવી ઉર્જાનો સંચાર કરતી રહેશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હૂલ દિવસ માતૃભૂમિ માટે મરી ફિટનારા આપણા આદિવાસી સમાજના અદ્ભુત સાહસનું એક સશક્ત પ્રતીક છે. ભારતીય ઇતિહાસના આ ગૌરવશાળી અવસર પર સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા એ તમામ વીર-વીરાંગનાઓને મારી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ, જેમણે વિદેશી શાસનના અન્યાયનો મજબૂતીથી સામનો કર્યો. જનજાતીય ગરિમા અને માન-સન્માનની રક્ષા માટે તેમના સંઘર્ષ અને બલિદાનની વાર્તા દેશવાસીઓમાં નવી ઊર્જાનો સંચાર કરતી રહેશે."
ᱦᱩᱞ ᱢᱟᱦᱟᱸ ᱫᱚ ᱡᱟᱱᱟᱢ ᱫᱤᱥᱟᱹᱢ ᱞᱟᱹᱜᱤᱫ ᱡᱤᱣᱤ ᱟᱞᱟᱭ ᱟᱠᱟᱫ ᱟᱹᱵᱩ ᱟᱹᱫᱤᱵᱟᱹᱥᱤ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱱ ᱫᱩᱞᱜᱟᱹᱨᱤᱭᱟᱹ ᱠᱚᱣᱟᱜ ᱠᱮᱴᱮᱡ ᱪᱤᱱᱦᱟᱹ ᱠᱟᱱᱟ᱾ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱟᱹᱢ ᱨᱮᱭᱟᱜ ᱱᱟᱜᱟᱢ ᱨᱮ ᱱᱚᱣᱟᱸ ᱜᱚᱨᱚᱵᱟᱱᱟᱜ ᱛᱟᱠ ᱨᱮ ᱥᱤᱫᱚ-ᱠᱟᱹᱱᱦᱩᱸ, ᱪᱟᱸᱫᱽᱼᱵᱷᱮᱭᱨᱚᱵᱽ ᱟᱨ ᱯᱷᱩᱞᱚᱼᱡᱷᱟᱱᱚ ᱞᱮᱠᱟᱱ ᱩᱱᱠᱩ ᱡᱚᱛᱚ ᱵᱤᱨ-ᱵᱟᱱᱴᱟ ᱛᱤᱨᱞᱟᱹ ᱵᱤᱨ ᱠᱚ ᱢᱟᱱᱚᱛ ᱥᱟᱞᱟᱜ ᱤᱧᱟᱹᱜ ᱢᱟᱹᱱ ᱡᱚᱦᱟᱨ ᱜᱚᱰ ᱟᱨ ᱟᱹᱧᱡᱽᱞᱤᱧ ᱪᱟᱞᱟᱹᱠᱩ ᱠᱟᱱᱟ, ᱚᱠᱚᱭ ᱫᱚ ᱟᱹᱝᱨᱮᱡᱽ ᱥᱟᱥᱚᱱ ᱵᱤᱨᱩᱫᱽ ᱨᱮ ᱛᱤᱝᱜᱩ ᱠᱮᱴᱮᱡ ᱠᱟᱛᱮᱫ ᱠᱚ ᱞᱟᱹᱲᱦᱟᱹᱭ ᱞᱮᱱᱟ᱾ ᱟᱹᱫᱤᱵᱟᱹᱥᱤ ᱠᱚᱣᱟᱜ ᱜᱚᱨᱚᱵᱽ ᱟᱨ ᱢᱟᱹᱱ-ᱢᱟᱱᱚᱛ ᱠᱚ ᱵᱟᱧᱪᱟᱣ ᱞᱟᱹᱜᱤᱫ ᱩᱱᱠᱩᱣᱟᱜ ᱠᱩᱨᱩᱢᱩᱴᱩ ᱟᱨ ᱡᱤᱣᱤ ᱟᱞᱟᱭ ᱨᱮᱭᱟᱜ ᱠᱟᱹᱦᱱᱤ ᱫᱚ ᱫᱤᱥᱟᱹᱢ ᱦᱚᱲᱠᱚ ᱛᱟᱞᱟ ᱨᱮ ᱱᱟᱣᱟᱸ ᱫᱟᱲᱮ ᱥᱟᱨᱥᱟᱣ ᱠᱟᱛᱮ ᱞᱤᱜᱤᱱ ᱛᱮᱜᱮ ᱛᱟᱦᱮᱸᱱᱟ᱾
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2279521)
आगंतुक पटल : 11