ફાર્માસ્યુટિકલ્સ વિભાગ
NPPAએ બહેતર નાગરિક સેવાઓ માટે ફાર્મા જન સમાધાન પોર્ટલને ‘ફાર્મા સહી દામ’ પોર્ટલ સાથે સંકલિત કર્યું
યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ દવાના ભાવની ચકાસણી અને ફરિયાદ નિવારણ એક જ જગ્યાએ સક્ષમ બનાવે છે
प्रविष्टि तिथि:
25 JUN 2026 2:40PM by PIB Ahmedabad
નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ફાર્મા જન સમાધાન પોર્ટલને ફાર્મા સહી દામ પોર્ટલ સાથે સંકલિત (ઇન્ટીગ્રેટ) કર્યું છે. આ સંકલન દવાના ભાવની માહિતી અને ફરિયાદ નિવારણ સેવાઓને એક સિંગલ યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવે છે, જેનાથી નાગરિકો એપ અને પોર્ટલ દ્વારા આ બંને સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકશે.
ગ્રાહકોને શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ દવાઓના ભાવની ત્વરિત માહિતી પ્રદાન કરવા માટે 'ફાર્મા સહી દામ' પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું હતું, જેથી તેઓ ચકાસી શકે કે દવાઓ સરકાર દ્વારા મંજૂર કરાયેલ ભાવ મર્યાદામાં જ વેચાઈ રહી છે કે નહીં. બીજી તરફ, 'ફાર્મા જન સમાધાન' દવાઓના ભાવો સંબંધિત ફરિયાદો નોંધાવવા અને તેના નિવારણની સુવિધા આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે આ બંને પહેલો મોબાઇલ એપ્લિકેશન સ્તરે પહેલેથી જ સંકલિત હતી, પરંતુ અગાઉ તેઓ અલગ-અલગ વેબ પોર્ટલ દ્વારા સંચાલિત થતી હતી.
આ સંકલનનો ઉદ્દેશ્ય વધુ કાર્યક્ષમ અને વપરાશકર્તા-અનુકૂળ (યુઝર-ફ્રેન્ડલી) ડિજિટલ અનુભવ સુનિશ્ચિત કરવાનો છે. સંકલિત પોર્ટલ તાત્કાલિક અસરથી કાર્યરત થઈ ગયું છે અને સામાન્ય જનતા યુનિફાઇડ ફાર્મા સહી દામ ઇન્ટરફેસ દ્વારા આ બંને સેવાઓનો લાભ લઈ શકે છે. આ નવું યુનિફાઇડ પ્લેટફોર્મ પારદર્શિતા, જવાબદારી, જાહેર ભાગીદારી અને સસ્તી દવાઓ સુધીની પહોંચને વધારે છે.
વધુ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો: https://nppa.gov.in/en
ફાર્મા સહી દામ એપ ડાઉનલોડ કરવા માટે, મુલાકાત લો: https://play.google.com/store/apps/details?id=com.nic.app.searchmedicineprice
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ની રચના 1997માં ભારત સરકારના એક પ્રસ્તાવ દ્વારા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ (DoP)ની સંલગ્ન કચેરી તરીકે કરવામાં આવી હતી. દવાઓના ભાવોના એક સ્વતંત્ર નિયમનકાર (રેગ્યુલેટર) તરીકે, NPPAને ડ્રગ્સ પ્રાઇસીસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013ની જોગવાઈઓ અનુસાર દવાઓના ભાવ નક્કી કરવા અને સુધારવા, દવાઓનું પાલન તેમજ ઉપલબ્ધતા પર દેખરેખ રાખવા અને ફાર્માસ્યુટિકલ નીતિઓ પર સલાહ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2277849)
आगंतुक पटल : 9