પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પહાડપુર ગામમાં કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી, સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) પરના ધ્યાન સરાહના કરી

प्रविष्टि तिथि: 20 JUN 2026 8:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુર ગામમાં એક કૌશલ્ય કેન્દ્રની (સ્કીલિંગ સેન્ટર) મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કૌશલ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમના ગામની વિકાસ યાત્રાને નવી ગતિ આપી છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, યુવાનોને એવી કુશળતાથી સજ્જ થતા જોવા તે અત્યંત આનંદદાયક છે જે તકો અને આત્મનિર્ભરતાના નવા માર્ગો ખોલે છે.

એક્સ (X) પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું;

પહાડપુર ગામમાં એક કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી. એ નોંધવું ખરેખર પ્રશંસનીય છે કે કેવી રીતે રાષ્ટ્રપતિ જીએ આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમના ગામની વિકાસ યાત્રાને નવી ગતિ આપી છે.

આપણા યુવાનોને એવી કુશળતાથી સજ્જ થતા જોવા તે અત્યંત આનંદદાયક છે જે તકો અને આત્મનિર્ભરતાના નવા માર્ગો ખોલે છે. @rashtrapatibhvn”

SM/JY/JD


(रिलीज़ आईडी: 2275893) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Malayalam