MIFF banner

MIFF 2026માં ઓસ્કાર વિજેતા શોર્ટ ફિલ્મોએ ઉત્સાહી દર્શકોને આકર્ષ્યા

19મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026 તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે, જે શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રીઝ અને એનિમેશન દ્વારા વિશ્વ કક્ષાની વાર્તા કહેવાની શૈલી (સ્ટોરીટેલિંગ)

ની તેની ભવ્ય ઉજવણીને અવિરત આગળ વધારી રહ્યો છે.

આ ફેસ્ટિવલના સૌથી લોકપ્રિય આકર્ષણોમાંનું એક 'ઓસ્કાર વિજેતાવિભાગ રહ્યો છે, જેમાં એકેડેમી એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મોની ખૂબ જ પ્રતિક્ષિત લાઇનઅપ રજૂ કરવામાં આવી છે. આ વિશેષ શ્રેણી સમકાલીન વૈશ્વિક સિનેમાના કેટલાક ઉત્કૃષ્ટ ઉદાહરણોને ભારતીય દર્શકો સમક્ષ લાવે છે, જે અસાધારણ સર્જનાત્મકતા, નવીનતા અને ભાવનાત્મક વાર્તા પ્રવાહને પ્રદર્શિત કરે છે.

મુંબઈના ફિલ્મ પ્રેમીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલી ચાર શ્રેષ્ઠ કૃતિઓ જોવાની દુર્લભ તક મળી હતી:

એમઆઇએફએફ 2026 (MIFF 2026) ખાતે સત્તાવાર ઓસ્કાર વિજેતા લાઇનઅપ

· આઈ એમ નોટ અ રોબોટ (I Am Not a Robot - બેલ્જિયમ, નેધરલેન્ડ)

વિક્ટોરિયા વોર્મરડેમ દ્વારા નિર્દેશિત, આ ડાર્ક સાયન્સ-ફિક્શન (સાય-ફાય) કોમેડીએ સર્વશ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટેનો 2025 નો એકેડેમી એવોર્ડ જીત્યો હતો. આ વાર્તા એક મ્યુઝિક પ્રોડ્યુસર લારાની આસપાસ ફરે છે, જે ઓનલાઇન કેપ્ચા (CAPTCHA) ટેસ્ટમાં વારંવાર નિષ્ફળ જાય છે અને એક પરેશાન કરનારા પ્રશ્ન પાછળ વધુને વધુ ઘેલી બને છે: શું તે ખરેખર એક રોબોટ હોઈ શકે?

· ઇન ધ શેડો ઓફ સાયપ્રસ (In the Shadow of Cypress - ઈરાન)

શિરીન સોહાની અને હુસૈન મોલાયેમી દ્વારા સહ-નિર્દેશિત, આ પ્રભાવશાળી ફિલ્મે સર્વશ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટેનો 2025 નો એકેડેમી એવોર્ડ જીત્યો હતો. સમુદ્ર કિનારાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ, પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) સામે ઝઝૂમી રહેલા નિવૃત્ત સી-કેપ્ટન અને તેમની પુત્રી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની શોધ કરે છે.

· દ ગર્લ હુ ક્રાઇડ પર્લ્સ (The Girl Who Cried Pearls - કેનેડા)

પ્રશંસનીય એનિમેશન જોડી ક્રિસ લેવિસ અને મેકિએક સ્ઝેર્બોવસ્કી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે 98મા એકેડેમી એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટેનો 2026 નો એકેડેમી એવોર્ડ જીત્યો છે. 20મી સદીની શરૂઆતના મોન્ટ્રીયલ પર આધારિત, આ ફિલ્મ એક ગરીબ છોકરાની વાર્તા કહે છે જેને એક એવી છોકરી સાથે પ્રેમ થાય છે જેના આંસુ મોતીમાં ફેરવાઈ જાય છે, જે તેને લોભ અને સાચા પ્રેમ વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરે છે.

· ટુ પીપલ એક્સચેન્જિંગ સલાઈવા (Two People Exchanging Saliva - ફ્રાન્સ, યુએસએ)

ફ્રેન્ચ અને ભારતીય મૂળના બ્રુકલિન સ્થિત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એલેક્ઝાન્ડર સિંઘ અને નેતાલી મુસ્ટેટા દ્વારા સહ-નિર્દેશિત, આ કાલ્પનિક ફિલ્મે સર્વશ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટેનો 2026 નો એકેડેમી એવોર્ડ જીત્યો છે. એક અતિ વિચિત્ર (એબસર્ડ) સમાજ પર આધારિત જ્યાં થપ્પડ ચલણ (કરન્સી) તરીકે કામ કરે છે અને ચુંબન માટે મૃત્યુદંડની સજા થઈ શકે છે, આ ફિલ્મ એક અનોખો અને વિચારપ્રેરક સિનેમેટિક અનુભવ પ્રદાન કરે છે.

આ સ્ક્રિનિંગ્સે વિદ્યાર્થીઓ, મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા પ્રેમીઓને મુંબઈ છોડ્યા વિના આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ નિર્માણના કેટલાક સર્વોચ્ચ માપદંડોનો અનુભવ કરવાની અમૂલ્ય તક પૂરી પાડી હતી.

દર્શકોએ ફિલ્મોને ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો હતો, સ્ક્રીનિંગ પછી ઉત્સાહભેર તાળીઓથી વધાવી હતી અને પ્રદર્શિત કરાયેલી વિવિધ વાર્તા કહેવાની શૈલીઓ, કલાત્મક શ્રેષ્ઠતા અને ભાવનાત્મક ઊંડાણની પ્રશંસા કરી હતી.

એમઆઇએફએફ 2026 (MIFF 2026) જેમ જેમ તેના સમાપન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ ઓસ્કાર વિજેતા વિભાગ ફેસ્ટિવલના સૌથી પ્રશંસનીય પ્રદર્શનોમાંના એક તરીકે અલગ તરી આવે છે, જે વિશ્વ સિનેમા માટે એક જીવંત સ્થળ તરીકે મુંબઈના સ્થાનને પુનઃપુષ્ટ કરે છે.

SM/BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275748   |   Visitor Counter: 14