ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાને સેપલિંગ (SAPLING - સાઉથ એશિયન પોલિસી લીડરશિપ ફોર ઇમ્પ્રુવ્ડ ન્યુટ્રિશન એન્ડ ગ્રોથ) ડાયલોગ-2026નું ઉદ્ઘાટન કર્યું
9-10 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્રાદેશિક ઉચ્ચ-સ્તરીય નીતિ સંવાદ "અનલોકિંગ મૂલ્ય" યોજાશે
ભારતના ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય અને વર્લ્ડ બેંક ગ્રૂપ દ્વારા સહ-આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયામાં રોજગારી નિર્માણ અને ટકાઉ વિકાસ માટે ખાદ્ય પ્રક્રિયાને આગળ વધારવાનો છે
प्रविष्टि तिथि:
09 JUN 2026 11:03AM by PIB Ahmedabad
ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (MoFPI) એ વર્લ્ડ બેંક ગ્રૂપની આગેવાની હેઠળની ‘SAPLING’ પહેલના સહયોગથી, 9મી જૂન 2026ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે “અનલોકિંગ વેલ્યુ: એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા” શીર્ષક હેઠળ પ્રાદેશિક ઉચ્ચ-સ્તરીય નીતિ સંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ બે દિવસીય પ્રાદેશિક સંવાદમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિકાસ ભાગીદારો, ઇનોવેટર્સ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને દક્ષિણ એશિયાના દેશોના પ્રતિનિધિઓ સહિત આશરે 200 સહભાગીઓ એકત્રિત થયા છે, જેઓ આ ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપક, સર્વસમાવેશક તથા ટકાઉ ફૂડ સિસ્ટમ્સના નિર્માણ પર વિચાર-વિમર્શ કરશે.
કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી શ્રી ચિરાગ પાસવાને ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતી વખતે વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને દક્ષિણ એશિયાની ખાદ્ય અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે વેલ્યુ એડિશન (મૂલ્ય વર્ધન), ટેકનોલોજી અપનાવવા અને પ્રાદેશિક સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે બોલતા શ્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ એ કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ છે અને તેમાં રોજગારી નિર્માણ કરવાની, પાક લણણી પછીના નુકસાનને ઘટાડવાની, ખેડૂતોની આવકમાં સુધારો કરવાની અને ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાની અપાર સંભાવનાઓ રહેલી છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની નીતિ વિષયક પહેલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રયાસો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફૂડ વેલ્યુ ચેઇન્સ બનાવવામાં મદદ કરી રહ્યા છે.
ગુજરાત સરકારના માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ 'સેપલિંગ, 2026' ના આ ઐતિહાસિક પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા સહભાગીઓની પ્રશંસા કરી હતી. શ્રી વાઘાણીએ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને કૃષિ પરિવર્તનના એન્જિન તરીકે પણ ગણાવ્યું હતું અને એગ્રો-ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રને રોજગારી, વેલ્યુ એડિશન અને અર્થતંત્રના એકંદર વિકાસના ચાલક તરીકે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા શેર કરી હતી. આ હેતુને આગળ વધારવા અને કૃષિ તથા ઉદ્યોગ વચ્ચેના અંતરને પૂરવા માટે, તેમણે ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફૂડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટના કેમ્પસની સ્થાપના કરવાની હિમાયત કરી હતી.
પ્રારંભિક પૂર્ણાહુતિ સત્રમાં વર્લ્ડ બેંકના ભારતના એક્ટિંગ કન્ટ્રી ડિરેક્ટર મિસ્ટર પોલ પ્રોસી; ગેટ્સ ફાઉન્ડેશનના ભારતના કન્ટ્રી ડિરેક્ટર સુશ્રી અર્ચના વ્યાસ; અને MoFPI ના સચિવ શ્રી અવિનાશ જોશી સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ ભાગ લીધો હતો.
આ સંવાદમાં નીચે મુજબના વિષયો પર થીમેટિક સત્રોનો સમાવેશ થાય છે:
• થિંક બિગ, એક્ટ લોકલ: અનલોકિંગ સાઉથ એશિયાઝ ફૂડ પ્રોસેસિંગ ઓપોર્ચ્યુનિટી.
• ફ્રોમ ફાર્મ ટુ ફેક્ટરી: સ્ટ્રેન્થનિંગ એગ્રીકલ્ચરલ સપ્લાય ચેઇન્સ ફોર ફૂડ પ્રોસેસિંગ.
• ફ્રોમ શેડો ટુ સ્પોટલાઇટ: ફોર્મલાઇઝિંગ ઇન્ફોર્મલ ફૂડ પ્રોસેસર્સ (નાના પ્રોસેસર્સને નિયંત્રિત વેલ્યુ ચેઇન્સમાં લાવવા).
• સ્માર્ટ ટેક, બોલ્ડ ઇનોવેશન્સ: ટ્રાન્સફોર્મિંગ ફૂડ પ્રોસેસિંગ થ્રુ ટેકનોલોજી.
• સેફ ફૂડ, સ્ટ્રોંગ માર્કેટ્સ: હેલ્થ, ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ફોર કોમ્પિટિટિવ ટ્રેડ.
• ફાર્મ, ફર્મ એન્ડ ફાઇનાન્સ: મોબિલાઇઝિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોર ફૂડ પ્રોસેસિંગ ગ્રોથ.
• શેપિંગ અ શેર્ડ ફૂડ ફ્યુચર: રીજિયોનલ કોલેબોરેશન એન્ડ પોલિસી એક્શન ઇન સાઉથ એશિયા.
નેસ્લે, બાયર, રેબોબેંક, અજીનોમોટો, ITC, SEWA, NABARD, અને ફૂડ ઇન્ડસ્ટ્રી એશિયા સહિતની અગ્રણી વૈશ્વિક અને ભારતીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે.
આ સંવાદની સાથે એક 'ઇનોવેશન ફેર'નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ, ડિજિટલ ટ્રેસેબિલિટી, સસ્ટેનેબલ પેકેજિંગ, સ્માર્ટ પ્રોસેસિંગ ટેકનોલોજી અને સ્ટોરેજ સિસ્ટમ્સમાં બ્રેકથ્રુ સોલ્યુશન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મેળાનો ઉદ્દેશ્ય ઇનોવેટર્સ, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગના હિતધારકો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાનો છે.
આ પ્રસંગે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા તૈયાર કરાવવામાં આવેલો “એસેસમેન્ટ ઓફ ધ લેવલ ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન ઇન્ડિયા” શીર્ષક હેઠળનો અહેવાલ માનનીય મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલ મુખ્ય કૃષિ કોમોડિટીઝમાં ફૂડ પ્રોસેસિંગના સ્તરોનું વ્યાપક મૂલ્યાંકન રજૂ કરે છે અને ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડે છે, જેમાં એકંદર પ્રોસેસિંગ સ્તર 2016માં આશરે 10% હતું તે વધીને 2023માં લગભગ 17% થયું છે. આ અભ્યાસ ફળો, શાકભાજી અને ડેરી જેવી ઝડપથી બગડી જતી (પેરિશેબલ) કોમોડિટીઝમાં વેલ્યુ એડિશન માટેની નોંધપાત્ર તકો ઓળખી કાઢે છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા, પાક લણણી પછીના નુકસાનને ઘટાડવા, ખેડૂતોની આવક વધારવા અને ખાદ્ય અર્થવ્યવસ્થામાં ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક નીતિ વિષયક ભલામણો પ્રદાન કરે છે.
પ્રાદેશિક ઉચ્ચ સ્તરીય નીતિ સંવાદ SAPLING વિશ્વ બેંક જૂથના એગ્રીકનેક્ટ પહેલ અને SAPLING પ્લેટફોર્મ સાથે જોડાયેલું છે, જે નીતિ સુધારણા, રોકાણ ગતિશીલતા અને ટેકનોલોજી-આધારિત ઉકેલો દ્વારા સમગ્ર દક્ષિણ એશિયામાં સ્થિતિસ્થાપક અને પોષણ-કેન્દ્રિત ખાદ્ય પ્રણાલીઓને વેગ આપવાનો પ્રયાસ કરે છે.
આ સંવાદથી દેશો વચ્ચે પરસ્પર શીખવાની પ્રક્રિયાને વેગ મળવાની, પ્રાદેશિક સહયોગ મજબૂત થવાની, ખાનગી રોકાણને પ્રોત્સાહન મળવાની, MSMEને ટેકો મળવાની અને દક્ષિણ એશિયામાં ફૂડ પ્રોસેસિંગ આધારિત વિકાસ તથા રોજગારી નિર્માણ માટેના વ્યવહારુ માર્ગોની ઓળખ થવાની અપેક્ષા છે.





SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2270571)
आगंतुक पटल : 27