નાણા મંત્રાલય
કેન્દ્ર સરકારે 1 જૂન, 2026 થી 31 ઓક્ટોબર, 2026 સુધી કપાસની આયાત પરની તમામ કસ્ટમ્સ ડ્યુટીમાંથી કામચલાઉ મુક્તિ આપી
પોસ્ટેડ ઓન:
30 MAY 2026 6:46PM by PIB Ahmedabad
ભારતીય કાપડ (ટેક્સટાઇલ) ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે 1 જૂન, 2026 થી 31 ઓક્ટોબર, 2026 સુધી કપાસની આયાત પરની તમામ કસ્ટમ્સ ડ્યુટી (આયાત વેરો) માંથી કામચલાઉ મુક્તિ આપી છે.
આ કામચલાઉ ડ્યુટી મુક્તિથી ટેક્સટાઇલ અને એપરલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકોને લક્ષિત રાહત મળશે, તેમજ સ્થાનિક ખેડૂતોના હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
સમગ્ર રીતે જોતાં, આ પગલાથી બજારમાં કપાસની વધુ સારી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને સ્થાનિક કાપડ ઉદ્યોગ, ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગોની કામગીરી પર સકારાત્મક અસર થવાની ધારણા છે.
જાહેરનામું (NOTIFICATION) જોવા માટે અહીં ક્લિક કરો
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2267086)
મુલાકાતી સંખ્યા : 14