યુવા બાબતો અને રમત મંત્રાલય
સ્પોર્ટ્સ ગવર્નન્સ અને CWG 2030ની તૈયારીઓને મજબૂત કરવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડિજિટલ ઇકોસિસ્ટમ અંતર્ગત રમતગમત મંત્રાલય NSFsમાં IT કન્સલ્ટન્ટ્સ રોકવા માટે તૈયાર
પોસ્ટેડ ઓન:
28 MAY 2026 1:11PM by PIB Ahmedabad
ભારતના સ્પોર્ટ્સ ગવર્નન્સ આર્કિટેક્ચરને મજબૂત કરવા અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (NSFs)માં ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) નેશનલ સ્પોર્ટ્સ ડિજિટલ ઇકોસિસ્ટમ (NSDE) ના વ્યાપક માળખા હેઠળ સમર્પિત NSF IT કન્સલ્ટન્ટ્સ તૈનાત કરવાનું વિચારી રહ્યા છે.
આ પ્રથમ વખતના પ્રયાસ વિશે વાત કરતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "આ પહેલનો ઉદ્દેશ્ય ફેડરેશન-વિશિષ્ટ ડિજિટલ સિસ્ટમ્સને સુવ્યવસ્થિત કરવાનો અને સ્પર્ધાઓ, રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ, રમતવીરોની ભાગીદારી, ગવર્નન્સ પ્રક્રિયાઓ અને રિયલ-ટાઇમ સંકલન માટે વધુ અસરકારક આયોજનને સક્ષમ કરવાનો છે, કારણ કે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ અને તેની લાંબા ગાળાની ઓલિમ્પિક મહત્વાકાંક્ષાઓ પહેલા એક મજબૂત રમતગમત ઇકોસિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે."
છેલ્લા કેટલાક વર્ષોમાં, MYAS અને SAIએ એન્યુઅલ રિન્યુઅલ પોર્ટલ, એન્યુઅલ કેલેન્ડર ફોર ટ્રેનિંગ એન્ડ કમ્પિટિશન (ACTC), ગેમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ (GMS), સ્પોર્ટ્સ ફોર વુમન પોર્ટલ, નેશનલ સ્પોર્ટ્સ રિપોઝીટરી સિસ્ટમ (NSRS) અને આગામી ડિજીલોકર ઇન્ટીગ્રેશન જેવા પ્લેટફોર્મ્સ દ્વારા NSFs સાથેના મુખ્ય ઓપરેશનલ ઇન્ટરફેસને ઉત્તરોત્તર ડિજિટાઇઝ કર્યા છે. આ સિસ્ટમ્સે સમગ્ર રમતગમત ઇકોસિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી, રમતવીરોનું ટ્રેકિંગ, ફંડ મોનિટરિંગ અને ગવર્નન્સ પ્રક્રિયાઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
ફેડરેશન્સ વાર્ષિક માન્યતા અને અનુપાલન (કોમ્પ્લાયન્સ), કોમ્પિટિશન કેલેન્ડર મેનેજમેન્ટ, રમતવીર અને કોચ મેપિંગ, ગેમ્સ નોમિનેશન, પરિણામ અપલોડ, નાણાકીય દસ્તાવેજીકરણ અને ડિજીલોકર-લિંક્ડ સર્ટિફિકેશન સહિત બહુવિધ ડિજિટલ વર્કફ્લોમાં વધુને વધુ સંકલન સાધી રહ્યા હોવાથી, ફેડરેશન સ્તરે સમર્પિત ડિજિટલ સંકલન સપોર્ટની જરૂરિયાત વધુને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
તાલીમબદ્ધ NSF IT કન્સલ્ટન્ટ્સ ફેડરેશન-સપોર્ટ રિસોર્સ તરીકે પરિકલ્પિત છે જેઓ NSDE માળખા હેઠળ ડિજિટલ સિસ્ટમ્સના સરળ ઓનબોર્ડિંગ, ઓપરેશનલાઇઝેશન અને સંકલનમાં NSFs ને મદદ કરશે.
કન્સલ્ટન્ટ્સ ફેડરેશન્સને ACTC કેલેન્ડર અને પ્રસ્તાવ નિર્માણ, ગેમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ્સ પર રમતવીર અને અધિકારીઓના નામાંકન, વાર્ષિક રિન્યુઅલ સબમિશન, ડિજીલોકર ઇન્ટીગ્રેશન માટે ટૂર્નામેન્ટના પરિણામો અપલોડ કરવા, NSRS પ્રોફાઇલ વેરિફિકેશન, રિપોર્ટિંગ અને રેકોર્ડ મેનેજમેન્ટ, અને SAI તથા MYAS સાથે ડિજિટલ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં સપોર્ટ કરે તેવી અપેક્ષા છે.
આ પહેલથી રમતવીરોના ડેટા, શિડ્યુઅલ, નોમિનેશન અને મંજૂરીઓ સમયસર અને સંકલિત રીતે પ્રોસેસ થાય તે સુનિશ્ચિત કરીને સ્પર્ધામાં ભાગીદારીના આયોજન અને રાષ્ટ્રીય કેમ્પ મેનેજમેન્ટમાં કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. તે ઓપરેશનલ સંકલનની ખામીઓને ઘટાડશે, ડેટાની ગુણવત્તાને મજબૂત કરશે, સમયમર્યાદાનું પાલન સુધારશે અને ફેડરેશન્સને રમતવીરોના વિકાસ અને રમતગમતની શ્રેષ્ઠતા પર વધુ અસરકારક રીતે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવશે તેવી પણ અપેક્ષા છે.
NSF IT કન્સલ્ટન્ટ ફ્રેમવર્ક ભારતના સ્પોર્ટ્સ ગવર્નન્સ ઇકોસિસ્ટમના ઉત્ક્રાંતિના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે — જે એકલ ડિજિટાઇઝેશનથી આગળ વધીને સંકલિત, રમતવીર-કેન્દ્રીય અને ફેડરેશન-સક્ષમ ડિજિટલ સપોર્ટ સ્ટ્રક્ચર તરફ દોરી જાય છે.
ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓ તીવ્ર બનાવી રહ્યું છે અને હોમ સોઇલ (સ્વદેશની ધરતી) પર રેકોર્ડ મેડલ ટેલી હાંસલ કરવા માંગે છે, ત્યારે ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમ્સનું સુદ્રઢીકરણ સમગ્ર રમતગમત ઇકોસિસ્ટમમાં રમતવીર સંચાલન, સ્પર્ધાની તૈયારી, પ્રદર્શન મોનિટરિંગ અને સંસ્થાકીય સંકલનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
NSDE, NSRS, ફેડરેશન સપોર્ટ સિસ્ટમ્સ અને NSF IT સલાહકારોના સંયુક્ત માળખા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય એક સીમલેસ,પારદર્શક અને ટેકનોલોજી સક્ષમ રમતગમત ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે વધુ પારદર્શિતાના વિઝન સાથે સુસંગત હોય જે એક મજબૂત રમતગમત રાષ્ટ્ર અને 'વિકસિત ભારત' તરફ દોરી જાય છે.
SM/NK/GP/JT
(રીલીઝ આઈડી: 2266189)
મુલાકાતી સંખ્યા : 22