માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE પેમેન્ટ ગેટ-વે સિસ્ટમમાં ધરમૂળથી સુધારો કરવા માટે ચાર જાહેર ક્ષેત્રની બેંકોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 5:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની પેમેન્ટ ગેટવે સિસ્ટમમાં ધરમૂળથી સુધારો કરવા અંગે ચાર અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકો - સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને ઇન્ડિયન બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના આ મંત્રાલયના મંત્રીશ્રીએ એક મજબૂત, વિશ્વસનીય અને વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ પેમેન્ટ ઇકોસિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને પરીક્ષા પછીની સેવાઓ જેવી કે પુનઃમૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન), ઉત્તવહીઓની ફોટોકોપી મેળવવી અને અન્ય ફી-આધારિત પ્રક્રિયાઓ માટે.
તેમણે બેંકોને સમયસર ટ્રાન્ઝેક્શન થાય, પેમેન્ટ સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આવે અને વધારાના કે નિષ્ફળ ગયેલા પેમેન્ટનું ઓટોમેટિક રિફંડ (આપોઆપ નાણાં પરત) સુનિશ્ચિત કરવા માટે મજબૂત પેમેન્ટ પ્રોટોકોલ સ્થાપિત કરવામાં CBSE ને મદદ કરવા નિર્દેશ આપ્યો હતો. બેંકોને અદ્યતન તકનીકી સુરક્ષા ઉપાયો, રિયલ-ટાઇમ મોનિટરિંગ (વાસ્તવિક સમયની દેખરેખ) અને ઝડપી ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા પેમેન્ટ ગેટવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે CBSE સાથે મળીને કામ કરવા જણાવવામાં આવ્યું છે.
શ્રી પ્રધાને વરિષ્ઠ અધિકારીઓને આ પહેલને સર્વોચ્ચ અગ્રતા આપવા આગ્રહ કર્યો હતો જેથી કરીને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ તકનીકી ખામીઓ કે પેમેન્ટ નિષ્ફળ જવાની સમસ્યાઓનો સામનો કરવો ન પડે. તેમણે બેંકોને સરળ, સુરક્ષિત અને કાર્યક્ષમ ડિજિટલ વ્યવહારો સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું.
ચારેય બેંકોએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને CBSE ના સમન્વય સાથે વહેલી તકે ઉન્નત પ્રોટોકોલ અને તકનીકી અપગ્રેડેશન લાગુ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અગાઉ, 24 મે 2026 ના રોજ, શ્રી પ્રધાને CBSE ની પરિણામ પછીની અને પુનઃમૂલ્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવેલી તાજેતરની પેમેન્ટ અને તકનીકી સમસ્યાઓ અંગે કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે પણ ચર્ચા કરી હતી.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265570)
મુલાકાતી સંખ્યા : 11