કૃષિ મંત્રાલય
'ખેત બચાવો અભિયાન' 2.712 કરોડ નાગરિકો સુધી પહોંચ્યું; ખાતરના સંતુલિત ઉપયોગ અંગે 7.17 લાખ ખેડૂતોને સંવેદનશીલ કરાયા
જમીનનું સ્વાસ્થ્ય (સોઇલ હેલ્થ) અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12,979 થી વધુ કેમ્પનું આયોજન કરાયું
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 4:02PM by PIB Ahmedabad
કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ હેઠળની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ તેના દેશવ્યાપી 'ખેત બચાવો અભિયાન' અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જે જમીનના સ્વાસ્થ્ય, ખાતરના સંતુલિત ઉપયોગ અને ટકાઉ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 'ખેત બચાવો અભિયાન' એ વૈજ્ઞાનિક પોષક તત્વોના સંચાલન અંગે ખેડૂતો અને હિતધારકોને શિક્ષિત કરવા માટે બહુવિધ માધ્યમો દ્વારા દેશભરમાં એક મજબૂત આઉટરીચ (પહોંચ) સ્થાપિત કરી છે.

આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,979 જાગૃતિ શિબિરો (કેમ્પ) અને સેમિનાર યોજવામાં આવ્યા છે, જેમાં 7.17 લાખ ખેડૂતો સીધી રીતે જોડાયા છે. ક્ષમતા નિર્માણ કરવા માટે, 3,145 તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1,11,509 સહભાગીઓએ ભાગ લીધો હતો. લીલો પડવાસ (ગ્રીન મેન્યુરિંગ), જૈવિક ખાતરો (બાયો-ફર્ટિલાઇઝર્સ) અને સેન્દ્રીય સ્ત્રોતો પર 7,928 ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન (ક્ષેત્ર પ્રદર્શનો) દ્વારા વ્યવહારુ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
તળિયાના સ્તરે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, પંચાયત, સરપંચ અને જિલ્લા પરિષદના સભ્યોની સક્રિય સંડોવણી સાથે 4,916 જનપ્રતિનિધિ સંમેલનો યોજાયા હતા. ઇનપુટ સપ્લાય ચેઇનની ભૂમિકાને સ્વીકારીને, ખાતરના સંતુલિત ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઇનપુટ ડીલરો સાથે 9,609 સંવાદો યોજવામાં આવ્યા હતા.

આ અભિયાને ખેડૂતોના સમૂહોનો પણ લાભ લીધો હતો, જેમાં FPOs, SHGs અને FIGs દ્વારા 8,383 ખેડૂત-સભ્યોને જોડવામાં આવ્યા હતા. વ્યાપક પ્રચાર-પ્રસાર માટે, દેશભરમાં 53,616 સ્થળોએ બેનરો, પોસ્ટરો અને હોર્ડિંગ્સ સહિતની પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સંદેશને 1,144 મીડિયા પ્રસારણો દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો, જેમાં 944 રેડિયો વાર્તાલાપ (રેડિયો ટોક્સ) અને 200 ટીવી/ડિજિટલ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ડિજિટલ આઉટરીચથી આ અભિયાનની પહોંચ 2.712 કરોડ લોકો સુધી વિસ્તરી છે.
'ખેત બચાવો અભિયાન' ની પહેલનો ઉદ્દેશ્ય જમીન પરીક્ષણ (સોઇલ ટેસ્ટ) આધારિત પોષક તત્વોના સંચાલનને પ્રોત્સાહિત કરવાનો અને રાસાયણિક ખાતરો પરની વધુ પડતી નિર્ભરતાને ઘટાડવાનો છે, જેથી જમીનની ફળદ્રુપતાનું રક્ષણ થાય અને લાંબા ગાળાની કૃષિ ટકાઉપણું સુનિશ્ચિત કરી શકાય.
(રીલીઝ આઈડી: 2264165)
મુલાકાતી સંખ્યા : 23