કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની પહેલ પર 19 મેના રોજ ભુવનેશ્વરમાં યોજાશે પૂર્વીય ક્ષેત્રનું કૃષિ સંમેલન


ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી પણ પૂર્વીય ક્ષેત્રના કૃષિ સંમેલનમાં સામેલ થશે

પૂર્વીય ક્ષેત્રીય કૃષિ સંમેલન, કૃષિ વિકાસ તેમજ ખેડૂત કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર વ્યાપક મંથન કરશે

પોસ્ટેડ ઓન: 18 MAY 2026 4:15PM by PIB Ahmedabad

કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 19 મે, 2026ના રોજ ભુવનેશ્વર, ઓડિશામાં પૂર્વીય ક્ષેત્રીય કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ સંમેલનની અધ્યક્ષતા કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કરશે. સંમેલનમાં ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ મામઝી સહિત વિવિધ રાજ્યોના કૃષિ મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, ખેડૂત પ્રતિનિધિઓ, કૃષિ નિષ્ણાતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs), સ્ટાર્ટઅપ્સ, બેંકો તેમજ અન્ય હિતધારકોની ભાગીદારી રહેશે.

આ સંમેલનનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રના સમગ્ર વિકાસ, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ તથા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો વચ્ચેના સમન્વયને વધુ મજબૂત કરવાનો છે. સંમેલન દરમિયાન કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલયની વિવિધ યોજનાઓ તેમજ કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે તથા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ વિષયો પર વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

સંમેલન દરમિયાન ખેડૂત રજિસ્ટ્રી (કિસાન રજિસ્ટ્રી)ની પ્રગતિ, બાગાયત ક્ષેત્રની સંભાવનાઓ, કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મિશન, રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન (NMEO-OS), પીએમ-આશા (PM-AASHA), રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, ફાર્મ ક્રેડિટ તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત નકલી કીટનાશકો તેમજ ઉર્વરકો (ખાતરો) પર નિયંત્રણ, ઉર્વરકોના કાળાબજાર રોકવા, ઉર્વરકોના સંતુલિત ઉપયોગ અને વૈકલ્પિક ઉર્વરકોને પ્રોત્સાહન આપવા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વિગતવાર વિચાર-વિમર્શ થશે.

સંમેલનમાં વિવિધ રાજ્યો દ્વારા કૃષિ ક્ષેત્રમાં અપનાવવામાં આવેલી સફળ પહેલો તેમજ નવચારો (ઇનોવેશન્સ) ની પ્રસ્તુતિ પણ આપવામાં આવશે. ઓડિશા રાજ્ય કૃષિ વિસ્તરણ કાર્યો, પશ્ચિમ બંગાળ બીજ ઉત્પાદનની શ્રેષ્ઠ પદ્ધતિઓ, ઝારખંડ એફપીઓ (FPO) આધારિત મૂલ્ય શૃંખલા તેમજ કૃષિ સ્ટાર્ટઅપ પરિસ્થિતિકીય તંત્ર (ઇકોસિસ્ટમ) તથા બિહાર મકાઈ ઉત્પાદન તેમજ વિતરણ (માર્કેટિંગ) સંબંધી સફળ અનુભવોને વહેંચશે.

આ સંમેલન ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રના પડકારોના સમાધાન, નવચારોના આદાન-પ્રદાન તથા કૃષિ ક્ષેત્રના સતત વિકાસ માટે ભવિષ્યની રણનીતિ તૈયાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. સંમેલન બાદ કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ મીડિયાને સંબોધિત કરશે.

IJ/BS/JD


(રીલીઝ આઈડી: 2262329) મુલાકાતી સંખ્યા : 20
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Odia , Tamil