ગ્રામીણ વિકાસ મંત્રાલય
સતારાથી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહારાષ્ટ્રને આપી ભેટ: મહારાષ્ટ્રના 5 લાખ ગ્રામીણ પરિવારોને પાકા ઘરોમાં ગૌરવપૂર્ણ ગૃહ પ્રવેશનો લાભ મળ્યો
શિવરાજ સિંહે મહારાષ્ટ્રને PMAY-G માટે 8,368.50 કરોડ રૂપિયાની મોટી કેન્દ્રીય સહાય આપી, ગ્રામીણ વિકાસને મળી નવી રફ્તાર
શિવરાજ સિંહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સોંપી 35 ગ્રામીણ રોડ પરિયોજનાઓને મંજૂરી: 122.98 કરોડ રૂપિયાથી 35 વસાહતોની કનેક્ટિવિટી થશે મજબૂત
શિવરાજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘દરેક ગરીબને પાકી છત’નો વિશ્વાસ વ્યક્ત કર્યો, કહ્યું - બાકી રહેલા પાત્ર પરિવારોને પણ મળશે આવાસ
1 જુલાઈથી વિકસિત ભારત જી રામ જી યોજનાની શરૂઆત, ગામડાઓના સમગ્ર વિકાસને મળશે નવી દિશા- શિવરાજ સિંહ
ડુંગળી પકવતા ખેડૂતોને મોટી રાહત: આજથી NAFED 12.35 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદી શરૂ કરશે- શિવરાજ સિંહ
શિવરાજ સિંહે શેરડી ઉત્પાદકોની સમસ્યાઓના સમાધાનનો આપ્યો વિશ્વાસ: કેન્દ્ર અને રાજ્ય મળીને કાઢશે રસ્તો
મહા આવાસ અભિયાનમાં રેકોર્ડ સમયમાં આવાસ પૂર્ણ કરી મહારાષ્ટ્રે રજૂ કર્યો સુશાસનનો મોડલ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
પોસ્ટેડ ઓન:
15 MAY 2026 4:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મહારાષ્ટ્રના સતારા સ્થિત સૈનિક સ્કૂલ ગ્રાઉન્ડમાં આયોજિત “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થી સંમેલન તેમજ મહા આવાસ અભિયાન રાજ્ય સ્તરીય પુરસ્કાર વિતરણ સમારોહ” માં 5 લાખ પૂર્ણ ગ્રામીણ આવાસોના ગૃહ પ્રવેશનો શુભારંભ કર્યો, 5 લાભાર્થીઓને આવાસની ચાવીઓ સોંપી અને મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસને નવી ગતિ આપનારા કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજ મંત્રી શ્રી જયકુમાર ગોરે, પર્યટન, ખનનકર્મ તેમજ માજી સૈનિક કલ્યાણ મંત્રી તથા સતારાના પાલક મંત્રી શ્રી શંભુરાજ દેસાઈ, સાર્વજનિક બાંધકામ મંત્રી શ્રી શિવેન્દ્રસિંહ ભોસલે, મદદ અને પુનર્વસન મંત્રી શ્રી મકરંદ જાધવ (પાટીલ), ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજ રાજ્ય મંત્રી શ્રી યોગેશ કદમ તથા સ્થાનિક સાંસદ શ્રીમંત છત્રપતિ ઉદયનરાજે ભોસલે ઉપસ્થિત હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે દેશમાં કોઈ પણ ગરીબ કાચા મકાનમાં ન રહે અને પ્રત્યેક પાત્ર પરિવારને સન્માનજનક પાકી છત મળે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે PMAY-G ના અમલીકરણમાં ઉલ્લેખનીય કાર્ય કરતા રેકોર્ડ સમયમાં 5 લાખ આવાસ પૂર્ણ કરી સુશાસન, સંવેદનશીલતા અને પરિણામલક્ષી પ્રશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે મહારાષ્ટ્ર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 હેતુ 8,368.50 કરોડ રૂપિયાની કેન્દ્રીય અંશ સહાય જાહેર કરવાની ઘોષણા કરી. તેમણે કહ્યું કે આ રાશિ રાજ્યમાં ગ્રામીણ ગરીબોના આવાસ નિર્માણ અભિયાનને વધુ તેજ કરશે તથા બેઘર-મુક્ત ગ્રામીણ મહારાષ્ટ્રના સંકલ્પને મજબૂત આધાર આપશે.

શ્રી ચૌહાણે એ પણ કહ્યું કે જે પાત્ર પરિવારોના નામ અત્યાર સુધી છૂટી ગયા છે, તેમના માટે પણ રસ્તો ખુલ્લો છે અને સર્વે તથા સત્યાપનની પ્રક્રિયા પૂરી થયા બાદ આવશ્યકતાનુસાર વધુ આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય માત્ર મકાન બનાવવાનું નથી, પરંતુ વીજળી, જળ, સ્વચ્છતા અને સન્માનપૂર્ણ જીવન સાથે સમગ્ર ગ્રામીણ જીવન-સ્તરને ઊંચું લાવવાનું છે.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી શ્રી ફડણવીસને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-IV હેઠળ મહારાષ્ટ્ર માટે રૂ. 122.98 કરોડના 35 રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી પણ સોંપી હતી. 95.99 કિલોમીટરના આ પ્રોજેક્ટ્સ રાજ્યના 35 ગ્રામીણ વસાહતોને લાભ આપશે, જેનાથી શિક્ષણ, આરોગ્ય, બજારો અને અન્ય આવશ્યક સેવાઓની સરળ પહોંચ મળશે.
શિવરાજ સિંહ ચૌહાણે ‘મહા આવાસ અભિયાન’ અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લાઓ, એકમો અને અધિકારીઓને મુખ્યમંત્રી શ્રી ફડણવીસની સાથે સન્માનિત કરતા કહ્યું કે જ્યારે રાજકીય ઈચ્છાશક્તિ, પ્રશાસનિક કાર્યદક્ષતા અને જનકલ્યાણનો ભાવ સાથે આવે છે, ત્યારે વિકાસ અભિયાન જનઆંદોલન બની જાય છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે ગ્રામીણ આવાસના ક્ષેત્રમાં જે ગતિ અને પ્રતિબદ્ધતાનો પરિચય આપ્યો છે, તે અન્ય રાજ્યો માટે પણ પ્રેરક છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે વિકસિત ભારત જી રામ જી યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 1 જુલાઈથી શરૂ થવા જઈ રહેલી આ પહેલ ગામડાઓના સમગ્ર અને સુનિયોજિત વિકાસની નવી આધારશિલા બનશે. તેમણે કહ્યું કે આ યોજનાના માધ્યમથી ગ્રામ પંચાયતો પોતાની સ્થાનિક આવશ્યકતાઓને અનુરૂપ વિકાસની વ્યાપક રૂપરેખા તૈયાર કરશે, જેનાથી ગામડાઓના બુનિયાદી માળખા, જનસુવિધાઓ અને આજીવિકા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યોને ગતિ મળશે તથા વિકસિત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને વિકસિત ગામડાઓના મજબૂત આધાર પર આગળ વધારી શકાશે.
ખેડૂતોના મુદ્દાઓ પર ખાસ વાત કરતા, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે ડુંગળીના ખેડૂતોને મોટી રાહત આપી. તેમણે કહ્યું કે ઉત્પાદનમાં વધારો અને નિકાસ સંબંધિત પરિસ્થિતિઓને કારણે બજાર ભાવ પર અસર પડી છે, તેથી આજથી જ NAFED 12.35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદવાનું શરૂ કરશે, જેથી ખેડૂતોને તાત્કાલિક સહાય મળી શકે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના સંકટમાં એકલા નહીં છોડે અને ખરીદી પ્રણાલીને અસરકારક, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા પર ભાર મૂક્યો. શ્રી ચૌહાણે અધિકારીઓને ખરીદી પ્રક્રિયા સરળ રહે અને વાસ્તવિક ખેડૂતોને તેનો લાભ મળે તે માટે નજીકથી નજર રાખવાની પણ સૂચના આપી.
શેરડી ઉત્પાદકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર શ્રી ચૌહાણે વિશ્વાસ આપ્યો કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર મળીને સમસ્યાઓનું સમાધાન કાઢશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ફડણવીસ સાથે આ વિષય પર ચર્ચા થઈ છે અને સંબંધિત મંત્રાલયોના સ્તર પર આવશ્યક વિમર્શ કરી વ્યાવહારિક સમાધાનની દિશામાં પૂરી કોશિશ કરવામાં આવશે, કારણ કે ખેડૂત દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે.
શ્રી ચૌહાણે એ પણ રેખાંકિત કર્યું કે કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂત તેનો આત્મા છે. તેમણે MSPમાં તાજેતરનો વધારો, તેલીબિયાં-કઠોળ ખરીદી, કપાસ મિશન, ફાર્મર આઈડી, ખેડૂત-કેન્દ્રિત વ્યવસ્થાઓ અને ગ્રામીણ આધારભૂત સંરચનાના વિસ્તાર જેવા ઉપાયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગ્રામીણ ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.
શિવરાજ સિંહ ચૌહાણે સતારાની પાવન ધરતીને છત્રપતિ શિવાજી મહારાજની વીરતા, સ્વાભિમાન અને સુશાસનની પ્રેરણાસ્થળી ગણાવતા કહ્યું કે શિવાજી મહારાજ માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના નાયક છે. તેમણે કહ્યું કે શિવાજી મહારાજે દેશને આ સંદેશ આપ્યો કે સુશાસનનો અર્થ ગરીબોના આંસુ લૂછવા, માતાઓ-બહેનોનું સન્માન સુનિશ્ચિત કરવું, ખેડૂતોને સમૃદ્ધ બનાવવા અને સમાજના અંતિમ વ્યક્તિને ગળે લગાવવો એ છે; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ જ જનકલ્યાણકારી અને સંવેદનશીલ શાસન-દ્રષ્ટિને આગળ વધારવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યક્રમમાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના સહયોગથી મહારાષ્ટ્રને રેકોર્ડ 30 લાખ આવાસોની સ્વીકૃતિ મળી અને રાજ્યએ રેકોર્ડ સમયમાં 5 લાખ ઘર પૂર્ણ કરી આજે લાભાર્થીઓને સમર્પિત કર્યા. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આવાસોની ગુણવત્તા વધારવા, સૌર ઊર્જાના માધ્યમથી વીજળી સુવિધા ઉપલબ્ધ કરાવવા અને જમીનવિહોણા પાત્ર પરિવારોને પણ સહાય આપીને આ અભિયાનને વ્યાપક સામાજિક સુરક્ષાના મોડલમાં બદલ્યું છે.
મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે મહારાષ્ટ્રનું લક્ષ્ય બેઘર-મુક્ત રાજ્યનું નિર્માણ છે અને આવનારા સમયમાં વધુ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે ડુંગળી પકવતા ખેડૂતો માટે કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણ દ્વારા જાહેર કરાયેલી NAFED ખરીદીનું સ્વાગત કર્યું તથા શેરડી તેમજ ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કેન્દ્ર-રાજ્ય સમન્વયથી સમાધાનનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામીણ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
IJ/BS/JD
(રીલીઝ આઈડી: 2261433)
મુલાકાતી સંખ્યા : 15