નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સચિવ, DFSએ જાહેર ક્ષેત્રની વીમા/પુનઃવીમા કંપનીઓના વિઝન સ્ટ્રેટેજી દસ્તાવેજોની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


શ્રી એમ. નાગરાજૂએ વસ્તીના વિશાળ વર્ગ સુધી વીમા કવચ વિસ્તારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, કંપનીઓને વીમાના દાયરામાં વધુ વ્યક્તિઓના સમાવેશને પ્રાથમિકતા આપવા સલાહ આપી

પોસ્ટેડ ઓન: 04 MAY 2026 9:04PM by PIB Ahmedabad

જાહેર ક્ષેત્રની ત્રણ વીમા/પુનઃવીમા કંપનીઓ, જેમ કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC), જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC Re) અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (OICL) ના વિઝન સ્ટ્રેટેજી દસ્તાવેજોની વ્યાપક સમીક્ષા કરવા માટે આજે નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) ના સચિવ શ્રી એમ. નાગરાજૂની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી.

મધ્યમ ગાળાના (ત્રણ વર્ષ) અને લાંબા ગાળાના (પાંચ વર્ષ) ક્ષિતિજોને આવરી લેતા વિઝન સ્ટ્રેટેજી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ચર્ચા દરમિયાન, સચિવ (DFS) એ ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને નાણાકીય સ્થિરતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વ્યૂહાત્મક નિર્દેશો આપ્યા હતા, સાથે જ ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. એકંદર સેવા વિતરણને વધારવા માટે માનવ સંસાધન અને માહિતી ટેકનોલોજી વ્યૂહરચનાઓ વધુ વિકસાવવા માટેની સૂચનાઓ પણ જારી કરવામાં આવી હતી.

સચિવ (DFS) એ ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપનીઓની નીતિઓ માર્કેટ શેર જાળવી રાખવાની ખાતરી સાથે એકંદર વીમાની પહોંચ (penetration) અને ઘનતા વધારવા તરફ લક્ષી હોવી જોઈએ. તેમણે વસ્તીના વ્યાપક વર્ગ સુધી વીમા કવચ વિસ્તારવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો, અને સલાહ આપી હતી કે કંપનીઓએ મુખ્યત્વે મોટી પોલિસીઓ (big-ticket policies) પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વીમાના દાયરામાં વધુ વ્યક્તિઓના સમાવેશને પ્રાથમિકતા આપવી જોઈએ. કંપનીઓને લોસ રેશિયો ઘટાડવા માટે રોકાણ અને અંડરરાઈટિંગ વ્યૂહરચના ઘડવાની સલાહ આપવામાં આવી હતી.

અન્ય મુખ્ય ક્ષેત્રો કે જેના પર વિચારણા કરવામાં આવી હતી તે નીચે મુજબ છે:

  • નવા અને નવીન કસ્ટમાઇઝ્ડ ઉત્પાદનો વિકસાવવા,
  • નિર્ધારિત સાયબર સુરક્ષા માળખાનું પાલન કરતી વખતે ડિજિટલ અને ટેકનોલોજીકલ ક્ષમતાઓમાં વધારો કરવો,
  • ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વીમા સેવાઓનું વિસ્તરણ,
  • જાહેર ફરિયાદોનું સમયસર નિરાકરણ,
  • વિતરણ નેટવર્કનું વિસ્તરણ અને સોશિયલ મીડિયા સહિતના વિવિધ પ્લેટફોર્મ દ્વારા સંચાર અને પ્રચારમાં વધારો કરવો.

આ બેઠકમાં શ્રી સંજય લોહિયા (વિશેષ સચિવ, DFS), ડૉ. દેબાશિષ પૃસ્ટી (અધિક સચિવ, DFS), LIC ના CEO અને MD શ્રી આર. દોરાઈસ્વામી, GIC Re ના ED શ્રી હિતેશ જોશી, અને OICL ના CMD શ્રી સંજય જોશી અને આ વિભાગ અને કંપનીઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2257927) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी